દેશમાં 24 કલાકમાં જ કોરોનાના કેસમાં મોટો ઊછાળો, 62 હજાર નવા કેસ, 291 લોકોનાં મોત

ફાઇલ તસવીર: Shutterstock

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,19,08,910 થઈ છે. જેની સાથે 1,12,95,023 લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કુલ 1,61,240 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસમાં કેસ (Coronavirus cases India)માં 24 કલાકમાં જ મોટો ઊછાળો આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,258 નવા કેસ નોંધાયા છે. જેની સામે ફક્ત 30,386 લોકો જ સાજા થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા 4,52,647 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 291 લોકોનાં મોત થયા છે.

  દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,19,08,910 થઈ છે. જેની સાથે 1,12,95,023 લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કુલ 1,61,240 લોકોનાં કોરોનાથી મોત થયા છે. દેશમાં સાજા થવાનો દર હાલ 94.8 ટકા છે, જ્યારે મૃતનું પ્રમાણ 1.4 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરવામાં આવે તો 26મી માર્ચના રોજ દેશમાં કુલ 11,64,95 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના વેકસીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી કુલ 5,81,09,733 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.

  આ પણ વાંચો: મહારાષ્ટ્ર: પુણેની ફેશન સ્ટ્રીટ માર્કટમાં ભીષણ આગ, 500 દુકાન બળીને ખાખ

  રાજ્યમાં પ્રથમ વખત 2190 કેસ

  રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 2190 કેસ નોંધાયા છે. જેની સામે 1422 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,479 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.07 ટકા છે. અત્યાર સુધીમાં 40,89,217 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 6,25,135 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 613, સુરતમાં 745, વડોદરામાં 187, રાજકોટમાં 164, જામનગરમાં 47, પાટણમાં 45, ભાવનગર, ગાંધીનગરમાં 40-40, મહીસાગર, નર્મદામાં 25-25, અમરેલી, દાહોદ, કચ્છમાં 20-20, ખેડા, મહેસાણા, મોરબીમાં 19-19 સહિત કુલ 2190 કેસ નોંધાયા છે.

  રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 6 દર્દીના મોત થયા છે. સુરતમાં 4, અમદાવાદ અને રાજકોટમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 507, સુરતમાં 454, વડોદરામાં 147, રાજકોટમાં 109, ખેડામાં 26, જામનગરમાં 24, ગાંધીનગરમાં 21 નર્મદામાં 20 સહિત કુલ 1422 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 10,134 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 83 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 10,051 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,81,707 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: