નવી દિલ્હી. ભારતમાં 54 દિવસ બાદ મંગળવારે 24 કલાકમાં કોવિડ-19 (Covid-19 in India)ના સૌથી ઓછા કેસ 1,27,510 નોંધાયા છે. કોરોના સંક્રમણ (Coronavirus)ના મામલામાં મે મહિનો ભારત માટે અનેક ઘા આપીને ગયો છે. કોરોનાની આ સ્પીડ મે મહિનામાં સૌથી વધુ રહી છે. મે મહિનામાં ભારતમાં કોઈ પણ મહિનામાં દુનિયાના કોઈ પણ દેશની સૌથી વધુ કોરોના કેસ (Corona Cases) અને મોત (Corona Deaths) નોંધાયા છે. તેની સાથે જ જ્યારથી કોરોના મહામારીની શરુઆત થઈ છે ત્યારે મે મહિનો જ એવો રહ્યો છે જેમાં સૌથી વધુ મોત થયા અને સૌથી વધુ કેસ નોંધાયા.
જોકે, રાહતની વાત એ રહી કે મે મહિનાના અંતિમ દિવસોમાં કોરોના સંક્રમણની આ સ્પીડ પર થોડી બ્રેક વાગી અને 54 દિવસમાં સૌથી ઓછા મામલા સામે આવ્યા. મોતના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2795 મોત થયા છે, તે પણ 22 એપ્રિલ બાદ સૌથી ઓછો આંકડો છે.
ભારતમાં મે મહિનામાં કુલ 90.3 લાખની આસપાસ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીના મહિનાનો સૌથી વધુ આંકડો છે. મે મહિનામાં કોરોના સંક્રમણના નવા મામલામાં 30 ટકાની તેજી જોવા મળી છે. એપ્રિલમાં ભારતમાં 69.4 લાખ કેસ નોંધાયા હતા.
મે મહિનામાં ભારતમાં કોરોનાથી સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં મે મહિનામાં અધિકૃત રીતે જાહેર કરેલા આંકડા મુજબ 1,19,000 મોત થયા છે. તે એપ્રિલમાં 48,768 મોતથી લગભગ અઢી ગણા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે વાસ્તવિક આંકડા ઘણા વધારે હોઈ શકે છે.
બીજી તરફ, વિદેશની વાત કરીએ તો અમેરિકામાં ડિસેમ્બર 2020 સૌથી ખરાબ રહ્યો હતો. વર્લ્ડોમીટરના હિસાબથી અમેરિકામાં ડિસેમ્બરમાં કુલ 65.3 લાખ કોરોના કેસ નોંધાયા હતા. એક જ મહિનામાં થયેલા મોતના મામલામાં અમેરિકા બીજા સ્થાન પર છે. અમેરિકામાં આ વર્ષે જાન્યુઆરીમાં 99,680 લોકોનાં મોત કોરોનાના કારણે થયા હતા. જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં 83,849 લોકોનાં મોત થયા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર