Covaxin રસી મૂકાવનાર નહીં કરી શકે વિદેશ યાત્રા! WHOની યાદી બની કારણ

કોવેક્સીન (ફાઈલ ફોટો)

ઇમિગ્રેશન નિષ્ણાત વિક્રમ શ્રોફ કહે છે કે, જો રસી EUમાં નથી અથવા તે વિદેશમાં માન્ય નથી, તો મુસાફરને રસી મળી હોવાનું માનવામાં આવશે નહીં.

  • Share this:
    ભારત બાયોટેકમાં (Bharat Biotech) તૈયાર કરાયેલી દેશી કોવેક્સીન (covaxin) રસી મુકાવનારાઓને વિદેશ મુસાફરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખબર છે કે, આ રસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની (WHO) ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ એટલે કે EULમાં શામેલ ન થવાને કારણે, તમારે અન્ય દેશોમાં પ્રવેશ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘણા દેશોએ રસી લીધેલા મુસાફરો માટે નીતિઓની જાહેરાત કરી છે. તે જ સમયે, કેટલાક દેશો ટૂંક સમયમાં નવા નિયમોની ઘોષણા કરવા જઈ રહ્યા છે.

    WHOની યાદીમાં કઇ રસીઓ છે સામેલ

    ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ઘણા દેશો ફક્ત તે જ રસીઓને મંજૂરી આપી રહ્યા છે કે, જેઓ તેમના નિયામકો દ્વારા મંજૂરી અપાયેલી છે અથવા તે જે ડબ્લ્યુએચઓ યાદીમાં શામેલ છે. હાલમાં આ સૂચિમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ, મોડર્ના, ફાઈઝર, એસ્ટ્રાઝેનેકા (2), જેનસન (યુએસ અને નેધરલેન્ડ) અને સિનોફાર્મ / બીબીઆઈપીનો સમાવેશ છે.

    વડોદરા: પત્નીની મહેંદીનો રંગ જાય એ પહેલા જ કોરોના પતિને ભરખી ગયો, સાંભળતા પત્નીની તબિયત પણ લથડી

    ભારત બાયોટેકે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સબમિટ કર્યું છે

    સંસ્થાએ હજી સુધી ઇયુએલમાં 'કોવેક્સીન'નો સમાવેશ કર્યો નથી. ડબ્લ્યુએચઓની નવીનતમ માર્ગદર્શિકા સૂચવે છે કે, ભારત બાયોટેકે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સબમિટ કર્યું છે, પરંતુ "વધુ માહિતીની જરૂર છે". ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે, આ બેઠક મે-જૂનમાં યોજાનાર છે. આ પછી, કંપનીએ ડોસીયર ફાઇલ કરવાનું રહેશે.

    મે મહિનામાં કોરોનાનો સૌથી વધુ કહેર, 71 લાખથી વધારે દર્દીઓ નોંધાયા, મોતનો આંકડો છે ડરામણો

    આ ડોઝીયરની સ્વીકૃતિ પછી, 'કોવેક્સીન' તેની સૂચિમાં શામેલ થાય તે પહેલાં ડબલ્યુએચઓ દ્વારા આકારણી કરવામાં આવશે. આ પછી, ઇસીયુમાં રસી શામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. હવે આ સમય દરમિયાન, દરેક કાર્યમાં સપ્તાહો લાગી શકે છે. ટીઓઆઈના જણાવ્યા અનુસાર, આ અંગે હજી સુધી ઇન્ડિયા બાયોટેક તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.



    ઇમિગ્રેશન નિષ્ણાત વિક્રમ શ્રોફ કહે છે કે, જો રસી EUમાં નથી અથવા તે વિદેશમાં માન્ય નથી, તો મુસાફરને રસી મળી હોવાનું માનવામાં આવશે નહીં. હાલમાં, ભારતમાં 'કોવેક્સીન' અને કોવિશિલ્ડને મંજૂરી છે. આ સિવાય રશિયન રસી સ્પુટનિક-વી પણ ઉપયોગ માટે તૈયાર છે. એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં બજારમાં વ્યાપકપણે ઉપલબ્ધ થઈ જશે.
    Published by:Kaushal Pancholi
    First published: