નવી દિલ્હી: દેશમાં આજથી (16 જાન્યુઆરીથી) દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ (Corona vaccination) અભિયાનની શરૂઆત થશે. પ્રથમ દિવસે ત્રણ લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી રસીકરણ અભિયાનની શરૂઆત કરાવશે. આખા દેશમાં એક સાથે રસીકરણ અભિયાનની શરૂઆત થશે. દેશમાં તમામ રાજ્યો અને કેન્દ્રી શાસિત પ્રદેશના 3,006 કેન્દ્ર પર રસી આપવામાં આવશે.
રાજસ્થાનના જયપુરના સવાઈ માનસિંહ મેડિકલ કૉલેજના ડીન સુધીર ભંડારીને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. જ્યારે મધ્ય પ્રદેશના એક હૉસ્પિટલના સુરક્ષાગાર્ડ અને સહાયત સહિત અન્ય લોકો રસીકરણમાં શામેલ હશે. પીએમ મોદીએ કહ્યુ છે કે, દેશ કોરોના સામેની લડાઈમાં શનિવારે નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરશે. તેમણે ટ્વીટ કર્યું કે, "16 જાન્યુઆરીના રોજ દેશ સ્તર પર કોવિડ-19ના રસીકરણની શરૂઆત થશે. કાલે સવારે 10 વાગ્યા અભિયાનની શરૂઆત થશે."
ભારતની બંને રસી અસરદાર:
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષ વર્ધને કહ્યુ છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની 'કોવિશીલ્ડ' અને ભારત બાયોટેકની 'કોવેક્સીન' બંને સુરક્ષાના માપદંડો પર ખરી ઉતરી છે. બંને મહામારીને રોકવા માટે મહત્ત્વપૂર્ણ હથિયાર છે. કોવિશીલ્ડ અને કોવેક્સીનના 1.65 કરોડ ડોઝ હાલ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે. રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને 10 ટકા ડોઝ રિઝર્વ રાખીને એક દિવસમાં 100 લોકોને રસી આપવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Corona vaccine for Children: બાળકો માટે કોરોના વેક્સીન ક્યારે આવશે, શું તે સુરક્ષિત હશે?
>> કોવિશીલ્ડ વેક્સીન અને કોવેક્સીનની કિંમત ભારતમાં 200-295 રૂપિયા હશે. સરકારે અત્યારસુધી 1.6 કરોડ ડોઝની ખરીદી કરી છે. જેમાં કોવિશીલ્ડના અને કોવેક્સીનનો સમાવેશ થાય છે. શરૂઆતના ડોઝ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.
>>સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે કોરોના વેક્સીનનો ડોઝ ફક્ત 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને જ આપવામાં આવે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે, વેક્સીનને બદલવામાં નહીં આવે. એટલે કે બંને ડોઝ એક જ કંપનીના લાગશે.
>> સ્વાસ્થ્ય મંત્રાલયે બંને રસી આપ્યા બાદ હળવી આડઅસર અંગે પણ માહિતી આપી છે. કોવિશિલ્ડનો ડોઝ આપ્યા બાદ ઇન્જેક્શન આપ્યું હોય તે જગ્યાએ દુઃખાવો થઈ શકે છે. આ ઉપરાંત માથું દુઃખી શકે છે અને થાક લાગી શકે છે.
>> કોવેક્સીનના ડોઝ બાદ માથું દુઃખવું, તાવ આવવો, થાક લાગવો, પેટમાં દુઃખાવો અને ઉલટી થવાની ફરિયાદ ઉઠી શકે છે.
>> પ્રેગ્નેન્ટ મહિલાઓ અને બાળકોને હાલ રસી નહીં આપવામાં આવે. કારણ કે વેક્સીનના કોઈ પણ તબક્કામાં મહિલાઓ અને બાળકો પર પરીક્ષણ નથી કરવામાં આવ્યું.
>> રસીકરણનું અભિયાન જન ભાગીદારીના સિદ્ધાંત પર પ્રાથમિકતાના ધોરણે ચલાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્ય કર્મચારીઓ અને આઈસીડીએસના કર્મચારીઓને રસી આપવામાં આવશે.
>> સરકાર તરફથી કોવિડ-19 મહામારી, રસીકરણ અને તેના ડિજિટલ પ્લેટફોર્મ સંબંધિત સવાલોના જવાબ માટે 24 કલાક અને સાત દિવસ સંચાલિત કૉલ સેન્ટર અને હેલ્પલાઇન નંબર 1075 શરૂ કરવામાં આવ્યા છે.