Covid-19: ભારતમાં કોરોનાના કહેરે ફરી ડરાવ્યા, 24 કલાકમાં 46 હજાર લોકો સંક્રમિત, માત્ર કેરળમાં 31 હજાર કેસ

ફાઈલ તસવીર.

India Fights Corona: દેશમાં કુલ 60 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન અપાઈ, 24 કલાકમાં 80 લાખ લોકોનું રસીકરણ થયું

  • Share this:
    Covid-19 Live Updates India, 26 August 2021: ભારતમાં કોરોના વાયરલનો કહેર (Corona Pandemic in India) ફરીથી વધુ ગંભીર બની રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર કેરળમાં જ 31 હજારથી વધુ લોકો (Kerala Corona Cases) સંક્રમિત થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ 5,031 નવા કેસ (Maharashtra Corona Cases) સામે આવ્યા છે, જેના કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 46 હજારનો વધારો થયો છે. તો બીજી તરફ, વેક્સીનેશન અભિયાન (Covid Vaccination Campaign) પણ ખૂબ વેગવંતી બનતા કુલ વેક્સીનેશનનો આંક 60 કરોડને પાર પહોંચી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 80 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

    ગુરૂવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,164 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 607 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,25,58,530 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 60,38,46,475 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 80,40,407 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    વિશેષમાં, કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 17 લાખ 88 હજાર 440 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,159 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,33,725 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,36,365 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 25 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 51,31,29,378 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 17,87,283 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, કોરોનામાં મૃત્યુ પામેલા ડોકટરોના પરિવાર સહાયથી વંચિત, સુરત IMAએ કરી સરકાર પાસે મદદની ગુહાર

    ગુજરાતમાં એક દિવસમાં 3,46,880 લોકોનું રસીકરણ

    ગુજરાતમાં કોરોના સંક્રમણની (Gujarat Coronavirus updates) વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 17 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10080 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,39,78,413 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,46,880 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

    આ પણ વાંચો, Covid Vaccineનો સ્લોટ Whatsapp દ્વારા બુક થશે, આવી રીતે કરો રસી માટે એડવાન્સ બુકિંગ

    જામનગરમાં કોરોનાથી એક દર્દીનું મોત

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 2, સુરતમાં 6, વડોદરામાં 2, દાહોદમાં 5, ગાંધીનગર, કચ્છમાં 1-1 સહિત કુલ 17 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે જામનગરમાં એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 1, વડોદરામાં 5, રાજકોટ, દાહોદ, મહેસાણામાં 2-2, વલસાડમાં 1 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 159 એક્ટિવ કેસ છે, જેમાં 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 154 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815108 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: