COVID-19 in India: કોરોના ત્રીજી લહેરની ચેતવણી, 24 કલાકમાં 41,965 લોકો સંક્રમિત, 460 દર્દીએ જીવ ગુમાવ્યો

બજારોમાં જે રીતે ભીડ જોવા મળી રહી છે, તેને ધ્યાને લઈ વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. (તસવીર-AP)

India Fights Corona: દેશમાં એક જ દિવસમાં 1 કરોડ 33 લાખ લોકોને કોરોનાની વેક્સીન અપાઈ, 33,964 દર્દી સાજા થયા

  • Share this:
    Coronavirus Updates India, 1 September 2021: દેશમાં એક દિવસના રાહત બાદ ફરી સંક્રમણના કેસમાં (India Coronavirus Cases) 11 હજારનો ઉછાળો જોવા મળ્યો છે. 24 કલાકમાં 41 હજારથી વધુ કેસ નોંધાયા છે, જે પૈકી 30 હજાર કેસ માત્ર કેરળમાં (Kerala Pandemic Updates) નોંધાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં (Maharashtra Corona Cases) 4 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. બજારોમાં જે રીતે ભીડ જોવા મળી રહી છે, તેને ધ્યાને લઈ વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની ચેતવણી (Covid Third Wave Alert) આપી છે. બીજી તરફ, કોવિડ વેક્સીનેશન અભિયાન (Covid Vaccination Campaign) વેગવંતુ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 કરોડ 33 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 8 લાખથી વધુ લોકોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં કોરોનાની સ્થિતિ (Gujarat Covid-19 Cases) ઘણે અંશે કાબૂમાં છે.

    24 કલાકમાં 1 કરોડ 33 લાખ લોકોનું વેક્સીનેશન

    બુધવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,965 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 460 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,28,10,845 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 65,41,13,508 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,33,18,718 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.


    33,964 દર્દી સાજા થયા

    કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 19 લાખ 93 હજાર 644 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 33,964 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,78,181 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 4,39,020 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 31 ઓગસ્ટ, 2021 સુધીમાં કુલ 52,31,84,293 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના 24 કલાકમાં 16,06,785 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    આ પણ વાંચો, Explained: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો નવો કોવિડ-19 વેરિએન્ટ C.1.2 કેટલો ઘાતક?

    ગુજરાતમાં 24 કલાકમાં એક પણ મોત નહીં

    ગુજરાતમાં કોરોના સંક્રમણના (Gujarat Corona Cases) વ્યાપની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10081 છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 4,62,70,665 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચો, COVID-19: રસી લેનાર લોકો કરતા કોરોનાના દર્દીઓ પર લોહી ગંઠાઈ જવાનો ખતરો વધુ, નવા અભ્યાસના તારણો

    ગુજરાતમાં કોરોનાના માત્ર 3 દર્દી વેન્ટીલેટર ઉપર

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 6, સુરતમાં 2, વડોદરામાં 4 સહિત કુલ 12 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 4, સુરતમાં 1, વડોદરામાં 4, જામનગરમાં 2, મહેસાણામાં 1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યારે કુલ 150 એક્ટિવ કેસ છે, જેમાં 3 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 147 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 815191 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: