કોરોનાની રસી લીધા બાદ અત્યારસુધી 488 લોકોના મોત, 26 હજારને આડઅસર: સરકારી માહિતી

ફાઇલ ફોટો

7 જૂન સુધીમાં, દેશભરમાં 23.5 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આ દરમિયાન 26,200 AEFI કેસ આવ્યા છે. એટલે કે, જો તે ટકાવારીમાં જોવામાં આવે, તો તે માત્ર 0.01 ટકા છે.

 • Share this:
  દેશભરમાં આ બંને કોરોનાને માત આપવા માટે રસીકરણ (Corona vaccine) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ દરમિયાન, સરકારી ડેટાને અહેવાલમાંથી, CNA ન્યૂઝ18ને એવી માહિતી મળી છે કે, રસી મળ્યા બાદ અત્યાર સુધીમાં 488 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે આ સમય દરમિયાન 26 હજાર લોકો ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. વિજ્ઞાનની ભાષામાં આને એડવર્ઝ ઇવેન્ટ ફોલોવિંગ ઇમ્યુનાઇઝેશન (AEFI) કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, દરેક દેશમાં આવા ડેટા એકત્રિત કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં રસીની આડઅસર ઓછી થઈ શકે. જો આંકડાઓને બારીકાઇથી જોવામાં આવે તો, મૃત્યુની સંખ્યા ખૂબ ઓછી છે. આ આંકડા 16 જાન્યુઆરીથી 7 જૂન સુધીના છે.

  7 જૂન સુધીમાં, દેશભરમાં 23.5 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. આ દરમિયાન 26,200 AEFI કેસ આવ્યા છે. એટલે કે, જો તે ટકાવારીમાં જોવામાં આવે, તો તે માત્ર 0.01 ટકા છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે એવી રીતે સમજી શકાય છે કે, 143 દિવસની અંદર, 10 હજાર લોકોમાંથી માત્ર એક વ્યક્તિએ રસીની વધુ આડઅસર દેખાઇ. જ્યારે દર 10 લાખ રસી લેનારા લોકોમાંથી 2 લોકોનાં મોત નીપજ્યાં છે.

  ગુજરાત કૉંગ્રેસ BJPના ખિસ્સામાં છે, જરૂર પડે છે ત્યારે માલ સપ્લાય કરે છે: અરવિંદ કેજરીવાલ

  હજી સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડ, આ બંને રસીઓમાં 0.1% એઇએફઆઈ કેસ મળી આવ્યા છે. નિષ્ણાતો માને છે કે, આંકડાઓને જોતા, મૃત્યુની સંખ્યા અને એઇએફઆઈના કેસો બંને ખૂબ ઓછા છે. આ સ્થિતિમાં, નિષ્ણાતો રસી લેવાની સલાહ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં, હાલમાં, રસી કોરોનાને હરાવવાનું એકમાત્ર વાસ્તવિક અને શક્તિશાળી હથિયાર છે.

  મહેસાણા: આ ખેડૂતએ પોતાની 2 એકર જમીન ગીરવે મૂકી દીકરાને ભણાવ્યો, દીકરાને મળ્યો IIMમાં પ્રવેશ

  સરકારી આંકડા મુજબ, એઇએફઆઈના કુલ કેસો (26,200) માંથી 2% (488) મૃત્યુ હતા. મૃતકોમાં કુલ 301 પુરુષો અને 178 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ડેટામાં બાકીના નવ લોકોના લિંગનો ઉલ્લેખ નથી. મૃત્યુ પામનારાઓમાં, 457 લોકોને કોવિશિલ્ડનો ડોઝ આપવામાં આવ્યો. જ્યારે મૃત્યુ પામનારા 20 લોકોને કોવાક્સિન આપવામાં આવ્યા હતા.  ઓછામાં ઓછા 11 લોકોની વિગતો ઉપલબ્ધ નહોતી. ધ્યાનમાં રાખો કે દેશમાં કોવિશિલ્ડના 21 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.જ્યારે કે કોવાકસીનની માત્ર 2.5 કરોડ રસી આપવામાં આવી છે. એટલે કે, જો તમે ટકાવારી પર નજર નાંખો, તો આ સંખ્યા ખૂબ ઓછી છે
  Published by:Kaushal Pancholi
  First published: