Home /News /national-international /Coronavirus Lockdown: ચૂંટણી પૂર્ણ થતા હવે લૉકડાઉનનો ડર! બે રાજ્યએ કરી જાહેરાત

Coronavirus Lockdown: ચૂંટણી પૂર્ણ થતા હવે લૉકડાઉનનો ડર! બે રાજ્યએ કરી જાહેરાત

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Coronavirus Outbreak in India: કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે રાષ્ટ્રીય ટાસ્પ ફોર્સે (National Task Force) સરકારને કોરોનાની ચેન તોડવા માટે બે અઠવાડિયાના રાષ્ટ્રીય લૉકડાઉન (Lockdown)ની ભલામણ કરી.

નવી દિલ્હી: પાંચ રાજ્યમાં ચૂંટણી (Election 2021) પરિણામ આવી ગયા છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પંચાયતોની ચૂંટણીના પરિણામની પણ જાહેરાત થઈ રહ્યા છે. એવામાં હવે કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે દેશ લૉકડાઉન (Lockdown) તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે ફેલાઈ રહ્યું છે તેને જોતા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સે (National Task Force) સરકારે કોરોનાની ચેન તોડવા માટે દેશમાં બે અઠવાડિયાનું લૉકડાઉન કરવાની ભલામણ કરી છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને હરિયાણા (Haryana) અને ઓડિશા (Odisha) સહિત અમુક રાજ્યોએ પહેલા જ લૉકડાઉનની જાહેરાત કરી લીધી છે.

દેશમાં કોરોનાની બીજી લહેરથી હાહાકાર મચ્યો છે. દરરોજ કોરોનાના નવા દર્દીઓનો રેકોર્ડ બની રહ્યો છે. હાલત એવી છે કે એક જ દિવસમાં ચાર લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશના 12 રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 150 જિલ્લામાં સંક્રમણ દર 15 ટકાથી વધારે છે, જ્યારે 250 જિલ્લામાં સંક્રમણનો દર 10થી 15 ટકા વચ્ચે છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ તમામ રાજ્યોમાં લૉકડાઉન લગાવવાની જરૂરીયાત છે.

આ પણ વાંચો: પૌત્રને કોરોના સંક્રમણથી બચાવવા કોરોના સંક્રમિત દાદા-દાદાએ કરી લીધો આપઘાત

કોવિડ-19 ટાસ્ક ફોર્સ પ્રમાણે કોરોના ઝડપથી પોતાનું રૂપ બદલી રહ્યો છે. જેના કારણે તેના પર કાબૂ મેળવવાનુ કામ મુશ્કેલ થઈ રહ્યું છે. ટાસ્ક ફોર્સનું કહેવું છે કે કોરોના આવી જ રીતે ફેલાતો રહેશે તો દેશમાં સ્વાસ્થ્ય માળખું ભાંગી પડશે. કોવિડ-19 ટાસ્ક ફોર્સમાં AIIMS અને ICMR જેવી પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થાઓના નિષ્ણાતો શામેલ છે. કોરોનાના વધી રહેલા કેસને જોતા આ અધિકારીઓ અનેક બેઠક કરી ચૂક્યા છે. આ બેઠકમાં જે પણ ચર્ચા થાય છે તે અંગેની જાણકારી ટાસ્ટ ફોર્સના અધ્યક્ષ વી કે પૉલ વડાપ્રધાન મોદી સુધી પહોંચાડે છે.

આ પણ વાંચો: રાજકોટમાં શરૂં થયું કોવિડ કેર સેન્ટર, દાખલ થનાર દર્દીઓએ એક પણ રૂપિયો નહીં ચૂકવવો પડે

વડાપ્રધાને દેશને લૉકડાઉનથી બચાવવાની વાત કરી હતી

ઉલ્લેખનીય છે કે કોરનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ 20 એપ્રિલના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે બધાએ મળીને દેશને લૉકડાઉનથી બચાવવાનો છે. તેમણે કહ્યુ હતુ કે, લૉકડાઉનનો ઉપયોગ અંતિમ ઉપાય તરીકે કરવો જોઈએ. જે દિવસે વડાપ્રધાન મોદીએ દેશને સંબોધન કર્યું હતું ત્યારે દેશમાં એક દિવસમાં 2,59,170 નવા કેસ નોંધાયા હતા અને 1,761 લોકોનાં મોત થયા હતા. આજે આ બંને આંકડાં ખૂબ વધી ગયા છે.
" isDesktop="true" id="1093039" >

બે રાજ્યોએ લૉકડાઉનની જાહેરાત કરી

ઓડિશા સરકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પાંચમી મેથી 14 દિવસનું લૉકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. મુખ્ય સચિવ એસસી મોહપાત્રા તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વીકેન્ડને બાદ કરતા તમામ દિવસોમાં જરૂરી સેવા ચાલુ રહેશે. જ્યારે હરિયાણા સરકારે રાજ્યમાં ત્રીજી મેથી સાત દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે ટ્વીટ કરીને આપી હતી.
First published:

Tags: AIIMS, Coronavirus, COVID-19, ICMR, Lockdown, ભારત