Covid-19: દેશમાં 24 કલાકમાં વધુ 585 દર્દીઓએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 4 લાખ 30 હજારને પાર

India Fights Corona: ભારતમાં 52.95 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ અપાયા, કોવિડ રિકવરી રેટ 97.50 ટકા થયો

India Fights Corona: ભારતમાં 52.95 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ અપાયા, કોવિડ રિકવરી રેટ 97.50 ટકા થયો

  • Share this:
    Coronavirus News Live Updates, 13 August 2021: સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 40,120 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 585 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,21,17,826 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 52,95,82,956 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. ગુરૂવારના 24 કલાકમાં 57,31,574 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

    દેશમાં કોવિડ રિકવરી રેટ 97.50 ટકા

    ભારતમાં કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને 3 કરોડ 13 લાખ 2 હજાર 345 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 42,295 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.50 ટકા છે. હાલમાં 3,85,227 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,30,254 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 12 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 48,94,70,779 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં 19,70,495 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

    ગુજરાતમાં એક દિવસમાં 6,33,789 વ્યક્તિઓનું રસીકરણ

    ગુજરાતમાં (Corona Cases in Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા છે. જેની સામે 28 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10078 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. અત્યાર સુધીમાં 3,85,90,661 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 6,33,789 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.


    આ પણ વાંચો, COVID-19 Vaccine: કોવેશીલ્ડ-કોવેક્સીનનો મિક્સ ડોઝ અસરદાર છે? DCGIએ સ્ટડી માટે મંજૂરી આપી

    ગુજરાતમાં ગુરૂવારે કોરોનાએ એકનો ભોગ લીધો

    ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 8, સુરતમાં 3, વડોદરામાં 3, રાજકોટ, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં 1-1 સહિત કુલ 17 કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદમાં 9, સુરતમાં 5, વડોદરામાં 3, જૂનાગઢ, જામનગર, ખેડામાં 2-2, રાજકોટ, અમરેલી, ભરૂચ, કચ્છમાં 1-1 સહિત કુલ 28 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

    નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે કુલ 182 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 178 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814858 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: