નવી દિલ્હી: કૉંગ્રેસ (congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રવિવારે કૉંગ્રેસના તમામ કાર્યકરોને કહ્યું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે અને તેથી જ તેઓ તમામ રાજકીય પ્રવૃત્તિઓ છોડી દે અને કોરોના વાયરસ સામેના આ યુદ્ધમાં લોકોને મદદ કરે. તેમણે કહ્યું કે, આ સમય લોકોની સુખાકારી વિશે વાત કરવાનો છે. કારણ કે, 'સિસ્ટમ' સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કેરળના વાયનાડના કૉંગ્રેસના સાંસદએ આ ટ્વિટ એવા સમયે કર્યું છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક 3,49,691 નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, દેશમાં આ વાયરસને કારણે પ્રથમ વખત 2767 લોકોએ જીવ ગુમાવ્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'સિસ્ટમ નિષ્ફળ છે, તેથી જનહિતની વાત કરવી મહત્વપૂર્ણ છે: આ કટોકટીમાં દેશને જવાબદાર નાગરિકોની જરૂર છે. હું મારા કોંગ્રેસના સાથીઓને વિનંતી કરું છું કે, તમામ રાજકીય કાર્ય છોડી દે અને ફક્ત જનતાને મદદ કરે, દેશવાસીઓના દુખને દૂર કરવામાં મદદ કરે. આ કોંગ્રેસ પરિવારનો આ જ ધર્મ છે.
‘System’ failed, so it’s important to do Jan ki baat:
In this crisis, the country needs responsible citizens. I request my Congress colleagues to leave all political work- just provide all help and ease the pain of our countrymen.
આના એક દિવસ પહેલા શનિવારે ચેપના કેસમાં સતત વધારો થવાના કારણે કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પ્રચાર અને બિનજરૂરી પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવાને બદલે, રસી, ઓક્સિજન તથા અન્ય સ્વાસ્થ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
‘सिस्टम’ फ़ेल है इसलिए ये जनहित की बात करना ज़रूरी है:
इस संकट में देश को ज़िम्मेदार नागरिकों की ज़रूरत है। अपने कांग्रेस साथियों से मेरा अनुरोध है कि सारे राजनैतिक काम छोड़कर सिर्फ़ जन सहायता करें, हर तरह से देशवासियों का दुख दूर करें।
તેમણે ટ્વીટ કર્યું, " કેન્દ્ર સરકારને અપીલ છે કે, પીઆર અને બિનજરૂરી પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવાને બદલે રસીઓ, ઓક્સિજન અને અન્ય આરોગ્ય સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે."
કોંગ્રેસ નેતાએ સરકારને ચેતવણી આપી હતી કે, 'આવનારા દિવસોમાં આ સંકટમા વધારો થશે. દેશએ તેની સાથે વ્યવહાર કરવા તૈયાર રહેવું પડશે. હાલની દુર્દશા અસહ્ય છે! '
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર