Home /News /national-international /આંખમાં નાખવાના ટીપાથી અનેક લોકોની દ્રષ્ટિ ગઈ, એકનું થયું મોત: ભારતીય કંપની પર લાગ્યા મોટા આરોપ

આંખમાં નાખવાના ટીપાથી અનેક લોકોની દ્રષ્ટિ ગઈ, એકનું થયું મોત: ભારતીય કંપની પર લાગ્યા મોટા આરોપ

આંખના ટીપાથી દ્રષ્ટિ ગઈ, મોત થયાં

યૂએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવુ છે કે, તે આ આઈ ડ્રોપના ઈમ્પોર્ટ પર બૈન લગાવાની તૈયારી કરી રહ્યા છે. એજન્સીએ કહ્યું કે, એફડીએ લોકો અને ડોક્ટરોને સંભવિત બેક્ટીરિયલ ઈન્ફેક્શનના કારણે એઝરીકેયર આર્ટિફિશિયલ ટીયર્સ આઈ ડ્રોપ્સનો તુરંત ઉપયોગ બંધ કરવાની ચેતવણી આપી રહ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: એક ભારતીય દવા કંપની પર આરોપ લગાવ્યો છે કે તેમના આઈ ડ્રોપ ઉપયોગ કરવાથી અમેરિકામાં લોકોની આંખની રોશની જતી રહી, જ્યારે એકનું મોત થઈ ગયું. ત્યાર બાદ ચેન્નાઈમાં આવેલી કંપનીએ દવાનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. અમેરિકાના એઝરીકેયર આર્ટિફિશિયલ ટિયર્સ આઈ ડ્રોપનો ઉપોયગ નહીં કરવાની સલાહ આપી છે. યૂએસ સેન્ટર ફોર ડિઝીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન ચેન્નાઈમાં આવેલ ગ્લોબલ ફાર્મા હેલ્થકેયર દ્વારા બનાવામાં આવેલી એઝરીકેર આર્ટિફિશિયલ ટીયર્સ આઈ ડ્રોપ્સની બંધ બોટલમાં પરીક્ષણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: OMG: 12 પત્ની, 102 બાળકો અને 578 પૌત્ર-પૌત્રી, આ ભાઈએ એટલા બાળકો પૈદા કર્યા કે, હવે નામ પણ નથી યાદ

યૂએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનું કહેવુ છે કે, તે આ આઈ ડ્રોપના ઈમ્પોર્ટ પર બૈન લગાવાની તૈયારી કરી રહ્યા છે. એજન્સીએ કહ્યું કે, એફડીએ લોકો અને ડોક્ટરોને સંભવિત બેક્ટીરિયલ ઈન્ફેક્શનના કારણે એઝરીકેયર આર્ટિફિશિયલ ટીયર્સ આઈ ડ્રોપ્સનો તુરંત ઉપયોગ બંધ કરવાની ચેતવણી આપી રહ્યા છે. આ આઈ ડ્રોપનો ઉપયોગ કરવાથી આંખમાં સંક્રમણનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે આંખની રોશની જતી રહેવાની શક્યતા છે અને મોત પણ થઈ શકે છે.

તો વળી આઈ ડ્રોપને લઈને સૂત્રોએ જણાવ્યું છે કે, સીડીએસસીઓ અને તમિલનાડૂ ડ્રગ કંટ્રોલરની ટીમે ચેન્નાઈની નજીક આવેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર જઈ રહી છે. આ એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જે બીજા દ્વારા અમેરિકી બજારમાં સપ્લાઈ કરે છે. આ દવા ભારતમાં નથી વેચાતી.

એક ખાનગી ન્યૂઝ ચેનલને જણાવ્યા અનુસાર, ગ્લોબલ ફાર્મા હેલ્થકેરે એક નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવાયું હતું કે કંપની સંભવિત બેક્ટ્રીરિયલ ઈન્ફેક્શનના કારણે એઝરીકેયર, એલએલસી અને ડેલસમ ફાર્માની આર્ટિફિશિયલ ટીયર્સ લુબિક્રેંટ આઈ ડ્રોપ્સને પાછી લઈ રહી છે. સીબીએસ ન્યૂઝે જણાવ્યું કે, દેશભરમાં ડોક્ટરે સ્યૂડોમોનાસ એરુગિનોસા એક પ્રકોપ પ્રત્યે એલર્ટ કરી દીધા છે. તેના કારણે ઢગલાબંધ રાજ્યોમાં કમ સે કમ 55 લોકો પ્રભાવિત થયા છે અને એકનો જીવ પણ ગયો છે.


સીડીસીના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 11માંથી કમસે કમ પાંચ દર્દીની આંખોને સીધું સંક્રમણ થયું છે અને તેમની રોશની જતી રહી છે. ઈનસાઈડર ડોટ કોમના જણાવ્યા અનુસાર, સ્યૂડોમોનાસ એરુગિનોસા રક્ત, ફેફસા અને ઘાવમાં સંક્રમણનું કારણ બની શકે છે. અહીં ઉલ્લેખનિય છે કે, પાછલા વર્ષમાં પણ ગામ્બિયા અને ઉઝ્બેકિસ્તાનમાં ભારતીય કંપની ખાંસીની દવા પીવાથી ઢગલાબંધ બાળકોના મોતનો દાવો કર્યો હતો, જે બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એલર્ટ જાહેર કર્યું હતું.
First published:

विज्ञापन