Home /News /national-international /

ભારતે 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરી સ્થગિત, જાણો DGCAએ શું કહ્યું

ભારતે 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરી સ્થગિત, જાણો DGCAએ શું કહ્યું

ભારત સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર 31 ડિસેમ્બર સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. (ફાઈલ તસવીર)

International Flights Suspended: : કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ પર વધતી જતી ચિંતાઓ વચ્ચે, ડીજીસીએએ 1 ડિસેમ્બરે નિર્ણય લીધો હતો કે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે નહીં. દેશમાં કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ ઓમિક્રોને ચિંતા વધારી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ (International Passenger Flights) પર મોરેટોરિયમ 31 જાન્યુઆરી સુધી (Extended Suspension) લંબાવ્યું છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ જાણકારી આપી છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને (Omicron Varinat) લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે ડીજીસીએએ 1 ડિસેમ્બરે નિર્ણય લીધો હતો કે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવશે નહીં.

    ઓમિક્રોન અંગે સરકારનું કડક વલણ 

    તમને જણાવી દઈએ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Civil Aviation Ministry) 26 નવેમ્બરના રોજ એક આદેશ જારી કરીને કહ્યું હતું કે 15 ડિસેમ્બરથી ભારતમાં અને જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ સામાન્ય રીતે ચાલશે. પરંતુ સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સ વધવાના ડરને કારણે ભારત સરકારે તેનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

    જોખમ શ્રેણીના દેશો માટે RTPCR પરીક્ષણ ફરજિયાત

    આરોગ્ય મંત્રાલયની સુધારેલી માર્ગદર્શિકા અનુસાર, જોખમ શ્રેણીના દેશોમાંથી આવતા અથવા તે દેશોમાંથી ભારત પહોંચતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ઉપરાંત, જ્યાં સુધી નમૂનાના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટ છોડવા અથવા કનેક્ટિંગ ફ્લાઇટમાં ચઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

    આ પણ વાંચો: બિપિન રાવતના નિધન પછી કોણ બનશે દેશના આગામી CDS? આ બે નામ છે રેસમાં

    આ નિયમોનું પણ પાલન કરવું પડશે

    મંત્રાલયે કહ્યું હતું કે 'રિસ્ક' કેટેગરીના દેશો સિવાયના દેશોમાંથી આવતા લોકોને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે, જો કે આવા મુસાફરોએ 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ પણ કરવું પડશે.

    આ પણ વાંચો: CDS Bipin Rawatના પાર્થિવ દેહને લઈ જતી ગાડીઓ પૈકી એકને નડ્યો અકસ્માત, મોટી દુર્ઘટના ટળી

    માર્ચ 2020 થી ફ્લાઈટ્સ બંધ છે, એર બબલ માટે મદદ લેવામાં આવી રહી છે

    નોંધનીય છે કે કોવિડ -19 રોગચાળાને કારણે 23 માર્ચ 2020 થી ભારતમાં અને જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે, ગયા વર્ષે જુલાઈથી, લગભગ 28 દેશો સાથે એર બબલ કરાર હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ કાર્યરત છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Covid 19 Effect, Omicron variant

    આગામી સમાચાર