ચીનને જડબાતોડ જવાબ આપવા ભારત મક્કમ, રશિયા પાસેથી 33 ફાઈટર જેટ ખરીદશે

ચીન સાથે વધી રહેલા વિવાદ વચ્ચે ભારતે રશિયા પાસેથી 33 ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપી

ભારતની રક્ષા અધિગ્રહણ પરિષદે ત્રણેય સેનાઓની જરૂરત પ્રમાણે કુલ 38900 કરોડના પ્રપોઝલને મંજૂરી આપી

 • Share this:
  નવી દિલ્હી : ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતના રક્ષા મંત્રાલયે (Defence Ministry)રશિયા પાસેથી 33 નવા ફાઇટર વિમાન ખરીદવાની મંજૂરી આપી દીધી છે. ભારત 12 Su-30MKI અને 21 MiG-29 વિમાન ખરીદશે. સાથે ભારતીય વાયુસેના પાસે પહેલાથી રહેલા 59 MiG-29 ફાઇટર જેટને ઉન્નત બનાવવામાં આવશે. ખરીદ અને અપગ્રેડેશનની આ બધી પ્રક્રિયાનો ખર્ચ 18,148 કરોડ રૂપિયા આવશે. ભારતની રક્ષા અધિગ્રહણ પરિષદે (Defense Aquisition Council)ત્રણેય સેનાઓની જરૂરત પ્રમાણે કુલ 38900 કરોડના પ્રપોઝલને મંજૂરી આપી છે.

  રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરેલ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સ્થિતિઓ અને સેનાઓની જરૂરતને જોતા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં ઘણા પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે.

  આ પણ વાંચો - હવે ખાનગી ક્ષેત્રના હાથમાં હશે આ યાત્રી ટ્રેનોનું સંચાલન! કેન્દ્ર સરકારે માંગી અરજીઓ

  વિજ્ઞપ્તિ પ્રમાણે લગભગ 38 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં ભારતમાં રક્ષા ઉપકરણોની મેન્યુફેક્ચરિંગનો મોટા સ્તર પર વધારો કરાયો છે. ભારતીય ઇન્ડસ્ટ્રી માટે 31130 કરોડ રૂપિયાનું પ્રપોઝલ ક્લિયર કરવામાં આવ્યું છે. રક્ષા ઉપકરણ ભારતની રક્ષા કંપનીઓ અને ઘણા MSME સાથે મળીને વિકસિત કરશે. આ પ્રોજેક્ટમાં રક્ષા ઉપકરણોના ભારતમાં નિર્માણ માટે લગભગ 80 ટકા રકમ આવંટન છે.

  ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ વધી રહ્યો છે. ત્રણ રાઉન્ડમાં થયેલા સૈન્ય અધિકારી સ્તરની વાર્તા છતા ચીન પોતાની સેનાઓ પાછળ ખેંચવા તૈયાર નથી. ભારત તરફથી પોતાની સંપ્રભુતા અને સરહદોની રક્ષાને લઈને સ્પષ્ટ સંદેશો આપી દેવામાં આવ્યો છે. પોતાની સુરક્ષા અને અખંડતાનો હવાલો આપીને ભારતે 59 ચીની એપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો છે. જે પછી ચીન તરફથી આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
  Published by:Ashish Goyal
  First published: