Home /News /national-international /વિદેશ મંત્રીએ સ્વીકાર્યુ! ભારત-ચીન વચ્ચે સ્થિતિ અસામાન્ય, બંને દેશ સંબંધ મજબૂત કરવા પ્રતિબદ્ધ

વિદેશ મંત્રીએ સ્વીકાર્યુ! ભારત-ચીન વચ્ચે સ્થિતિ અસામાન્ય, બંને દેશ સંબંધ મજબૂત કરવા પ્રતિબદ્ધ

ભારત-ચીન વચ્ચે સ્થિતિ અસમાન્ય

ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરુવારે સાંજે 7.45 વાગ્યે રાજધાની પહોંચ્યા હતા અને શુક્રવારે બપોરે લગભગ 3 વાગ્યે અહીંથી બેઈજિંગ પરત ફર્યા હતા. સૂત્રોએ જણાવ્યા અનુસાર ચીને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને વિશેષ પ્રતિનિધિ તરીકે બેઇજિંગ બોલાવ્યા છે.

વધુ જુઓ ...
  ચીનનાં વિદેશ મંત્રી વાંગ યી (China’s foreign Minister Wang Yi)એ ભારતીય સમકક્ષ વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jayshankar) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA Ajit Doval) સાથે મુલાકાત કરી હતી. ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, બેઇજિંગ ઇચ્છતું હતું કે વાંગ યી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને મળે, પરંતુ વિદેશ મંત્રાલયે નમ્રતાપૂર્વક ચીનની વિનંતીને નકારી કાઢી હતી. ભારતીય પક્ષે ચીનના વિદેશ મંત્રી અને બેઈજિંગને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલા માટે વ્યસ્ત છે, કારણ કે તેઓ લખનઉમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાના હતા. બે વર્ષથી વધુ સમય બાદ ચીનના એક મંત્રીએ ભારતની મુલાકાત લીધી હતી. ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરુવારે સાંજે 7.45 વાગ્યે રાજધાની પહોંચ્યા હતા અને શુક્રવારે બપોરે લગભગ 3 વાગ્યે અહીંથી બેઈજિંગ પરત ફર્યા હતા. સૂત્રોએ જણાવ્યા અનુસાર ચીને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને વિશેષ પ્રતિનિધિ તરીકે બેઇજિંગ બોલાવ્યા છે.

  સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ચીનના આમંત્રણનો સકારાત્મક પ્રતિસાદ આપતા કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે તાત્કાલિક મુદ્દાઓને સફળતાપૂર્વક ઉકેલ્યા બાદ તેઓ બેઇજિંગની મુલાકાત લેવાનું વિચારી શકે છે.

  દ્વિપક્ષી સંબંધો માટે સરહદી શાંતિ જરૂરી - ભારત

  અગાઉ શુક્રવારે, ભારતે ચીનને પૂર્વી લદ્દાખમાં સંઘર્ષના બાકીના મુદ્દાઓથી પીછેહઠ કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા જણાવ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ "અસામાન્ય" હોય તો દ્વિપક્ષીય સંબંધોને "સામાન્ય" કરી શકાતા નથી. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે "ખુલ્લી અને નિખાલસ" રીતે લગભગ ત્રણ કલાક સુધી વાતચીત કર્યા પછી વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું હતું કે સામાન્ય સંબંધોને પુન:સ્થાપિત કરવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ જરૂરી છે.

  3 કલાક સુધી ચાલી વાતચીત

  ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે લગભગ ત્રણ કલાકની ચર્ચા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જયશંકરે કહ્યું હતું કે, "જો અમે બંને અમારા સંબંધો સુધારવા માટે પ્રતિબદ્ધ છીએ, તો આ પ્રતિબદ્ધતાની સંપૂર્ણ અભિવ્યક્તિ પરત ખેંચવાની પ્રક્રિયા વિશે ચાલી રહેલી વાતચીતમાં પ્રતિબિંબિત થવી જોઈએ." તેમણે કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં હાલની સ્થિતિ પર કામ ચાલી રહ્યું છે, જોકે તેની ગતિ ઇચ્છિત સ્તર કરતાં ધીમી છે.

  તેમણે કહ્યું કે સરહદની બંને બાજુથી સૈનિકોની મોટી જમાવટને ધ્યાનમાં રાખીને ભારત અને ચીન વચ્ચેના સંબંધો "સામાન્ય" નથી અને સામાન્ય સંબંધોને પુન:સ્થાપિત કરવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાની જરૂર રહેશે. વાંગ ગુરુવારે કાબુલથી અઘોષિત મુલાકાત પર દિલ્હી પહોંચ્યા હતા. પૂર્વી લદ્દાખ ઘર્ષણ પછી લગભગ બે વર્ષમાં ચીની નેતાની આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય મુલાકાત છે.

  વાંગ અને જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોએ પૂર્વી લદ્દાખ અવરોધના મુદ્દા પર વરિષ્ઠ સૈન્ય કમાન્ડરના સ્તરે 15 રાઉન્ડની વાટાઘાટો કરી છે અને પીછેહઠના સંદર્ભમાં સંઘર્ષના અનેક ક્ષેત્રોમાં પ્રગતિ નોંધાવી છે. વિદેશ મંત્રીએ કહ્યું, "તેને આગળ વધારવાની જરૂર છે કારણ કે તેના પર વાતચીત માટે પીછેહઠની પ્રક્રિયા પૂર્ણ થવી જરૂરી છે."

  કાર્ય પ્રગતિ પર છે

  "હું હાલની પરિસ્થિતિ માટે કહીશ કે 'કામ પ્રગતિમાં છે અને સ્વાભાવિક રીતે તે ઇચ્છિત સ્તર કરતાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે'. તેમણે કહ્યું કે વિદેશ પ્રધાન સાથેની તેમની વાતચીત પ્રક્રિયાને ઝડપી બનાવવા પર કેન્દ્રિત છે. જયશંકરે કહ્યું કે તેમણે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે લગભગ ત્રણ કલાક સુધી વાસ્તવિક એજન્ડા પર ખુલ્લેઆમ અને વ્યાપક ચર્ચા કરી હતી. "અમે અમારા દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. જે એપ્રિલ 2020થી ચીનની કાર્યવાહીના પરિણામે પ્રભાવિત થયા છે.”

  આ પણ વાંચો-ત્રાસ આપતા પતિથી છૂટકરા માટે પત્નીએ જમવામાં નાખી ઊંધની ગોળીઓ અને પછી છરીનાં ઘા મારી પતાવી દીધો

  "અમે ચીનના વિદેશ પ્રધાનને દેશની ભાવનાથી વાકેફ કર્યા હતા કે એપ્રિલ 2020 પહેલાની સ્થિતિને ફરી સ્થાપિત કરવી ખૂબ જરૂરી છે.” પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા ગતિરોધનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે સરહદ પર બંને તરફથી મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે, સ્પષ્ટ છે કે સરહદી વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય નથી અને ત્યાં શાંતિ અને સ્થિરતા પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યું કે સામાન્ય સંબંધોને પુન:સ્થાપિત કરવા માટે સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાની જરૂર રહેશે. તેમણે કહ્યું કે ચીનના વિદેશ પ્રધાન સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર સ્પષ્ટ ચર્ચા કરવામાં આવી હતી.

  ભારત-ચીન વચ્ચે સ્થિતિ અસામાન્ય – એસ. જયશંકર

  જયશંકરે એક પ્રશ્નના જવાબમાં સ્થાપિત નિયમો અને સમજૂતીઓથી વિપરીત સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. જયશંકરે કહ્યું કે, "જો તમે પૂછશો કે સ્થિતિ સામાન્ય છે, તો મારો જવાબ હશે કે 'ના, તે સામાન્ય નથી'. જયશંકરે કહ્યું કે, જ્યાં સુધી સરહદ પર આટલા મોટા પાયે તૈનાતી છે, ત્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય રહેશે નહીં. "વિદેશ પ્રધાન વાંગે (સંબંધોમાં) સામાન્યતાને પુન:સ્થાપિત કરવાની ચીનની ઇચ્છા વ્યક્ત કરી હતી અને આપણા સંબંધોના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. મેં એમ પણ કહ્યું હતું કે, ભારત સ્થિર અને અપેક્ષિત સંબંધો ઇચ્છે છે, પણ સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપના માટે સ્વાભાવિક રીતે જ શાંતિ અને સુલેહ-શાંતિ પુનઃસ્થાપિત કરવી જરૂરી છે. જયશંકરે કહ્યું કે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર વાતચીતના સકારાત્મક પરિણામો મળ્યા છે, પરંતુ પ્રદેશમાં સ્થિતિ સામાન્ય નથી. વિદેશ મંત્રીએ કહ્યું, "અમારી પાસે હજી પણ સંઘર્ષના ક્ષેત્રો છે, અમે કેટલાક સમાન ક્ષેત્રોમાં સમાધાન શોધવામાં પ્રગતિ કરી છે અને આજે અમે તેને આગળ વધારવા માટે વાટાઘાટો કરી હતી."

  જયશંકરે શુક્રવારે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી હતી, જે દરમિયાન બંનેએ પૂર્વી લદ્દાખ વિવાદ અને યુક્રેન કટોકટીને કારણે શરૂ થયેલી ભૌગોલિક રાજકીય અશાંતિ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Foreign Minister, India-china, Wang Yi, અજીત ડોવાલ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन