India-China Tension : 'ભ્રમ ફેલાવી રહ્યા છે રાહુલ ગાંધી,કોંગ્રેસના સમયમાં ચીન-PAKએ પચાવી પાડી હતી ભારતની જમીન'

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા

'પાકિસ્તાન-ચીને ભારતની 78 હજાર સ્કવાયર કિલોમીટરની જમીન પચાવી પાડી છે' : સંબિત પાત્રા

  • Share this:
    લદાખ બોર્ડર પર ભારત-ચીન (India-China Standoff)ના સૈનિકો વચ્ચે થયેલી હિંસક લડાઇ અને સીમા વિવાદને લઇને રાજનીતિ ચાલુ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બુધવારે ઇશારામાં કોંગ્રેસ પર નિશાન સાંધ્યું હતું. હવે પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર પ્રહાર કર્યો છે. પાત્રાએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સરકારોએ ભારતની મોટા ભાગની જમીનને પાકિસ્તા અને ચીનને દબોચવા દીધી હતી.

    બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ બુધવારે એક પ્રેસ કોન્ફર્ન્સમાં કહ્યું કે 'કોંગ્રેસ પાર્ટીના સત્તામાં રહેતા એક ઐતિહાસિક ભૂલ કરી હતી. એક જ પરિવારની ભૂલોના કારણે આખા દેશને ભોગવવું પડી રહ્યું છે.' સંબિત પાત્રાએ કહ્યું કે અનેક વાર ચીન, પાકિસ્તાનને લઇને સવાલ કરવામાં આવી રહ્યો છે. આ સવાલ 2012માં પણ પુછવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસની સરકારે જવાબ કેમ ન આપ્યો. જ્યારે પાકિસ્તાન-ચીને ભારતની 78 હજાર સ્કવાયર કિલોમીટરની જમીન દબોચી લીધી હતી. ચીને પણ જમ્મુ કાશ્મીરની અનેક હજાર કિલોમીટર જમીન પર કબજો કર્યો છે.' પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં મા-બેટો મળીને દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે.



    કોંગ્રેસ પાર્ટીથી થયેલા એક ટાઇપોને લઇને પણ સંબિત પાત્રાએ રાહલ ગાંધી પર કોમેન્ટ કરી હતી. પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમેટીની બેઠકમાં રાહુલે જ નેતાઓને કહ્યું હતું કે તમે ડરો છો માટે જ પાર્ટીએ આવું ટ્વિટ કર્યું. ઉલ્લેખનીય છે કે મંગળવારે કોંગ્રેસ પાર્ટીથી એક ટ્વિટર પર ટાઇપો એરર રહી ગઇ હતી. જેમાં કોંગ્રેસ વર્કિંગ કમેટીની બેઠક પછીના નિવેદનમાં કેપ્શનમાં કાર્ય સમિતિને કાયર સમિતિ લખવામાં આવી ગયું હતું.


    આ પહેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસને લઇને અનેક ટ્વિટ કર્યા હતા. તેમણે લખ્યું કે ચીન સાથે વિવાદના મામલે સમગ્ર વિપક્ષ અને દેશ સરકારની સાથે ઊભું છે. પણ ખાલી એક પરિવારને પ્રોબ્લેમ છે. કોંગ્રેસ પાર્ટી એક પરિવારને જ દેશ માને છે. નડ્ડાએ બીજા ટ્વિટમાં કહ્યું કે એક બરતરફ કરાયેલો રાજવંશ પૂરા વિપક્ષની બરાબરી ન કરી શકે.



    ઉલ્લેખનીય છે કે ગલવાન ખીણમાં ચીની સેનાની સાથે સંઘર્ષમાં ભારતના 20 જવાન શહીદ થયા. જ્યારે ચીની સૈનિકો પણ મોટી સંખ્યામાં મોતની ખબર આવી છે.
    Published by:Chaitali Shukla
    First published: