Home /News /national-international /

India-China: ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ જયશંકરે આપ્યુ નિવેદન, 'અમે વણસેલા દ્વિપક્ષીય સંબંધો પર કરી વાતચીત'

India-China: ચીની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ જયશંકરે આપ્યુ નિવેદન, 'અમે વણસેલા દ્વિપક્ષીય સંબંધો પર કરી વાતચીત'

ચીની વિદેશ મંત્રી સાથે એસ જયશંકરની મુલાકાત

india china talks - આ બેઠક લગભગ 3 કલાક ચાલી હતી અને એક ઓપન કોર એજન્ડા પર ખુલ્લી અને સ્પષ્ટ રીતે ચર્ચા કરવામાં આવી

નવી દિલ્હી : પૂર્વી લદ્દાખમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ગતિરોધને કારણે પ્રવર્તી રહેલા તણાવ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi)એ ભારતની મુલાકાત લીધી છે. ચીનના વિદેશ મંત્રી (Chinese Foreign Minister)એ શુક્રવારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval) સાથે મુલાકાત કરી હતી. આ સાથે તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર
(S Jaishankar)ને મળ્યા અને ચીન અને ભારતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. એસ જયશંકરે સ્પષ્ટ કહ્યું કે તેમણે ચીનના વિદેશ મંત્રી સાથે ક્વાડને લઈને કોઈ ચર્ચા કરી નથી.

ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત કર્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકર (S Jaishankar)એ કહ્યું, 'ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે મારી વાતચીત હાલમાં જ સમાપ્ત થઈ છે. આ બેઠક લગભગ 3 કલાક ચાલી હતી અને એક ઓપન કોર એજન્ડા પર ખુલ્લી અને સ્પષ્ટ રીતે ચર્ચા કરવામાં આવી હતી. અમે અમારા દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી, જે એપ્રિલ 2020માં ચીની કાર્યવાહીથી વિક્ષેપિત થયા છે. એસ જયશંકરે કહ્યું કે 1993-96ના કરારના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સૈનિકોની હાજરીને કારણે ચીન સાથેના ભારતના વર્તમાન સંબંધો સામાન્ય નથી.

ચીનના વિદેશ મંત્રી સાથેની વાતચીત બાદ એસ જયશંકરે કહ્યું કે આ સમય દરમિયાન અમને અફઘાનિસ્તાન અને યુક્રેન સહિત અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અમારા વિચારોની આપ-લે કરવાની તક મળી. તેમણે કહ્યું, જો વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે કામ ચાલી રહ્યું છે. જોકે તેની ગતિ અને આશાઓ ઘણી ઓછી છે. સૈનિકોને LAC પરથી પાછળ ધકેલવા માટે આ જરૂરી છે.

આ પણ વાંચો - ચીનના વિદેશ મંત્રીને અજીત ડોભાલે કહ્યું - બોર્ડર પર સેના હટાવો, ત્યારે જ આગળ વધશે વાત

જયશંકરે કહ્યું, જ્યાં સુધી એલએસી (LAC) પર મોટી સૈન્ય તૈનાતી હશે ત્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય. હજુ પણ કેટલીક જગ્યાએ વિવાદ જોવા મળી રહ્યો છે. અમે પેંગોંગ ત્સો જેવા વિસ્તારોમાં વિવાદોને ઉકેલવા પર કામ કરી રહ્યા છીએ. આજે અમારી ચર્ચા હતી કે તેને કેવી રીતે આગળ લઈ જવું. અમે 15 રાઉન્ડની વાતચીત કરી છે. તેમણે જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે ચીન ભારત સાથેના સંબંધોમાં સ્વતંત્ર નીતિનું પાલન કરશે અને તેની નીતિઓને અન્ય દેશો અને અન્ય સંબંધોથી પ્રભાવિત થવા દેશે નહીં.'

ચીનના વિદેશ મંત્રીને મળ્યા બાદ એસ જયશંકરે કહ્યું કે, મેં ચીનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની દુર્દશાનો મુદ્દો પણ દ્રઢતા સાથે ઉઠાવ્યો હતો, જેમને કોરોના પ્રતિબંધના કારણ આપીને પરત જવાની મંજૂરી અપાઈ નથી. અમે આશા રાખીએ છીએ કે ચીન ભેદભાવ વિનાનો અભિગમ અપનાવશે કારણ કે તેમાં ઘણા યુવાનોનું ભવિષ્ય સામેલ છે. તેમણે કહ્યું કે, વાંગ યીએ મને ખાતરી આપી છે કે જ્યારે તેઓ આ મામલામાં ચર્ચા કરશે ત્યારે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે આ વિશે વાત કરશે.

વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે મે 2020 થી ચીન સાથે સૈન્ય ગતિરોધની સમાંતર ચાલી રહેલી કૂટનૈતિક વાતચીત દર્શાવે છે કે વિદેશ અને સંરક્ષણ નીતિઓ એકબીજા સાથે જોડાયેલી છે. પૂર્વી લદ્દાખમાં તણાવ ઓછો કરવા ડોભાલ અને વાંગે જુલાઈ 2020માં ફોન પર લાંબી વાતચીત કરી હતી. ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં ગતિરોધને ઉકેલવા માટે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાટાઘાટો પણ કરી રહ્યા છે. બંને પક્ષોએ વાતચીત બાદ કેટલીક જગ્યાએથી પોતપોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા છે.
First published:

Tags: India china border, India China Conflict, India China Dispute

આગામી સમાચાર