Home /News /national-international /લદાખ વિવાદઃ ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- તમારે પૂરી રીતે પાછળ હટવું જ પડશે

લદાખ વિવાદઃ ભારતે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- તમારે પૂરી રીતે પાછળ હટવું જ પડશે

ચીને પૂરી રીતે પાછળ હટવું જ પડશે અને લદાખમાં તણાવ ઓછો કરવાની તમામ જવાબદારી ચીન પર જ છે - ભારત

ચીને પૂરી રીતે પાછળ હટવું જ પડશે અને લદાખમાં તણાવ ઓછો કરવાની તમામ જવાબદારી ચીન પર જ છે - ભારત

લદાખ/નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં સરહદને લઈ ગતિરોધ (India-China Faceoff) ચાલુ છે. આ દરમિયાન લગભગ અઢી મહિના બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે નવમા ચરણની મંત્રણા થઈ. 11 કલાકથી વધુ સમય સુધી ચાલેલી મીટિંગમાં ભારત (India)એ ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે ચીન (China)ને પૂરી રીતે પાછળ હટવું જ પડશે અને અહીં તણાવ ઓછો કરવાની તમામ જવાબદારી ચીન પર જ છે. કોર કમાન્ડર સ્તરની આ મીટિંગના મુખ્ય ઉદ્દેશ્ય પૂર્વ લદાખ (Ladakh Border Issue)માં ઘર્ષણવાળા તમામ સ્થાનોથી સૈનિકોને હટાવવાની પ્રક્રિયા પર આગળ વધવાનું હતું. નોંધનીય છે કે ઘર્ષણના ઉકેલ માટે બંને દેશોની વચ્ચે અનેક ચરણની મીટિંગમાં કોઈ મજબૂત પરિણામ હાથ નથી લાગ્યું.

મળતી જાણકારી મુજબ, આ બેઠક પૂર્વ લદાખમાં ચીન તરફ મોલ્ડો સરહદી વિસ્તાર (Chushul-Moldo Border Personnel Meeting)માં રવિવાર સવારે 10 વાગ્યે શરુ થઈ. તેમાં ભારતનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ પીજેકે મેનને કર્યું. સૂત્રોએ જણાવ્યું કે ભારતે ફરી એક વાર ભાર મૂકીને કહ્યું કે એલએસી પર ઘર્ષણના તમામ પોઇન્ટથી સૈનિકોને હટાવવાની પ્રક્રિયા બંને તરફથી એક સાથે થવી જોઈએ. કોઈ પણ એકતરફી દૃષ્ટિકોજ્ઞ તેને સ્વીકાર નથી. મીટિંગમાં ભારત તરફથી એવું પણ કહેવામાં આવ્યું કે એલએસી પર એપ્રિલ 2020થી પહેલાની સ્થિતિ ઊભી કરવામાં આવે.

આ પણ વાંચો, મોદી સરકારનો મોટો નિર્ણય, Tiktok સહિત અન્ય ચાઇનીઝ એપ્સ પર ચાલુ રહેશે પ્રતિબંધ

6 નવેમ્બરે થઈ હતી આઠમા ચરણની મંત્રણા

આ પહેલા 6 નવેમ્બરે આઠમા ચરણની મંત્રણમાં બંને પક્ષોએ ઘર્ષણવાળા ખાસ સ્થાનોથી સૈનિકોને પાછળ હટવા પર વ્યાપક ચર્ચા કરી હતી. આઠમા ચરણની બેઠકમાં બંને પક્ષના નેતાઓ દ્વારા સંપન્ન મહત્ત્વપૂર્ણ સહમતિને લાગુ કરવા, સેનાને સંયમ રાખવા અને ગેરસમજથી બચવા પર સહમત થયા હતા. તેની સાથે બંને પક્ષ આ વખતની મંત્રણના આધાર પર સૈન્ય અને ડિપ્લોમેટિક સંપર્ક રાખીને અન્ય સમસ્યાઓનું સમાધાન કરવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ રાખવા પર સહમત થયા હતા.

આ પણ વાંચો, Kumbh Mela 2021: કુંભમાં આવનારા શ્રદ્ધાળુઓને લાવવો પડશે કોરોના નેગેટિવ રિપોર્ટ, કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન

ગયા વર્ષે 5 મેથી ચાલી રહ્યો છે તણાવ

પૂર્વ લદાખમાં પહેલી વાર ગયા વર્ષે 5 મેના રોજ બંને દેશોના સૈનિકો વચ્ચે ટકરાવ થયો હતો. ત્યારબાદથી ભારે ઠંડીના આ મોસમમાં પૂર્વ લદાખમાં ભારતે તમામ અગત્યના પોઇન્ટ્સ પર 50 હજારથી વધુ જવાનોને તૈનાત કરી રાખ્યા છે. આ જવાનો કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે દરેક સમયે તૈયાર છે. ચીને પણ પોતાના તરફથી આટલા જ સૈનિકોની તૈનાતી કરી છે.
First published:

Tags: India China Conflict, India china standoff, LAC, ચીન, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો