બીજિંગ/નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ (India-China Standoff) પર મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય સેના (Indian Army)એ ચીન (China)ના આગ્રહને માનતા મંગળવારે સરહદની પાસેથી પકડાયેલા ચીની સૈનિકને સકુશળ પરત સોંપી દીધો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ એક નિવેદન જાહેર કરી ભારતીય સેનાના સૈનિકને પરત સોંપવાનો આગ્રહ કર્યો હતો. ચીની સેનાનું કહેવું છે કે આ સૈનિક કેટલાક પશુપાલકોને રસ્તો બતાવવાના ચક્કરમાં પોતે જ ભૂલથી LAC પાર કરી ભારતીય સરહદમાં પ્રવેશ કરી ગયો હતો.
નોંધનીય છે કે, ભારતીય સેનાએ સોમવારે કહ્યું હતું કે તેણે PLAના એક સૈનિકને પૂર્વ લદાખના ડેમચોક સેક્ટરમાં સોમવારે ત્યારે પકડાયો, જ્યારે તે LAC પર ભટકતો જોવા મળ્યો હતો. ‘ગ્લોબલ ટાઇમ્સ’ મુજબ, બુધવાર સવારે આ સૈનિકને પરત સોંપી દેવામાં આવ્યો છે. ચીની સેનાએ ભારતીય સેનાને આ સકારાત્મક વ્યવહાર માટે આભાર વ્યક્ત કર્યો છે અહને મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે આ સારા સંકેત માન્યા છે. નોંધનીય છે કે ગલવાન ઘાટીમાં હિંસક ઘર્ષણ બાદથી બંને દેશોમાં તણાવ ચાલી રહ્યો છે અને ચીન-ભારતની વચ્ચે કમાન્ડર લેવલની આઠથી વધુ વાર વાતચીત થઈ ચૂકી છે.
The #PLA soldier, who went missing while helping herdsman find yak near #China-#India border on Sunday, has been returned to Chinese border troops by Indian army early on Wednesday, PLA News reported. https://t.co/8gljTdoFwQ
PLAની વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા સીનિયર કર્નલ ઝાંગ શુઇલીએ દાવો કર્યો કે ચીની સૈનિક 18 ઓક્ટોબરની સાંજે ચીન-ભારત સરહદ પર તે સમયે ગુમ થઈ ગયો હતો જ્યારે તે સ્થાનિક લોકોના અનુરોધ પર તેમના યાકના શોધવામાં મદદ કરી રહ્યો હતો.
આ ઘટનાના તરત બાદ PLA સરહદ પર તૈનાત સૈનિકોઅ તેની જાણકારી ભારતીય સેનાને આપી અને આશા વ્યક્ત કરી હતી કે ભારતીય પક્ષ તેની તપાસ અને બચાવમાં મદદ કરશે. ભારતીય પક્ષે ગુમ સૈનિકોને શોધીને તેની મદદ કરવા અને પરત કરવાનો વાયદો કર્યો હતો. કર્નલ ઝાંગે કહ્યું કે, ભારતીય પક્ષથી મળેલી તાજેતરની જાણકારી મુજબ ગુમ ચીની સૈનિકને શોધી લીધો છે અને મેડિકલ તપાસ દબાદ તેને ચીનના હવાલે કરી દેવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે, સોમવારે ભારતીય સેના (Indian Army) તરફથી કહેવામાં આવ્યું હતું કે PLA સૈનિકની ઓળખ Corporal Wang Ya Long તરીકે થઈ છે જેને ડેમચોક સેક્ટરમાંથી ઝડપવામાં આવ્યો છે. ખૂબ જ ઠંડીને ધ્યાને લઈ તેને મેડિકલ સુવિધા, ભોજન અને ગરમ કપડા પૂરા પાડવામાં આવ્યા છે. ભારતીય સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, PLA તરફથી ગુમ થયેલા સૈનિક વિશે માહિતી મેળવવા માટે અમને વિનંતી કરવામાં આવી છે. નિયત પ્રોટોકોલ મુજબ તમામ ઓફિશિયલ ફોર્માલિટીઝ પૂરી કર્યા બાદ ચુશુલ-મોલ્ડો મીટિંગ પોઇન્ટ ખાતે તેને ચીની અધિકારીઓને સોંપી દેવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર