LAC વિવાદ : લદાખમાં ભારત સામે ચીન ઘૂંટણિયે, પોતાના સૈનિકોને 2.5 કિમી પાછા બોલાવ્યા

LAC વિવાદ : લદાખમાં ભારત સામે ચીન ઘૂંટણિયે, પોતાના સૈનિકોને 2.5 કિમી પાછા બોલાવ્યા

ચીનની સેનાએ પોતાના ટુકડીઓને પૂર્વી લદાખના ગલવાન ઘાટી, પીવી 15 અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાંથી બે થી અઢી કિલોમીટર પાછળ બોલાવી લીધી

  • Share this:
    નવી દિલ્હી : ભારત-ચીન વચ્ચે પૂર્વી લદાખમાં (Eastern Ladakh)ચાલી રહેલા ટકરાવ વચ્ચે ચીની સૈનિક ભારતના ગલવાન ક્ષેત્રથી (Galwan Area) બે થી અઢી કિલોમીટર પાછળ ચાલ્યા ગયા છે. બંને દેશો વચ્ચે છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી ટકરાવ છે. જેને લઈને ઘણા રાઉન્ડની વાત થઈ ચૂકી છે અને હજુ પણ યથાવત્ છે.

    બંને દેશની સેનાઓ વચ્ચે છેલ્લા ઘણા સપ્તાહથી ઘણા સ્થાને ટકરાવ છે. જેમાં પેટ્રોલિંગ પોઇન્ટ 14 (ગલવાન ક્ષેત્ર), પેટ્રોલિંગ પોઇન્ટ 15 અને હોટ સ્પ્રિંગ વિસ્તાર સામેલ છે. ચીનની સેનાએ પોતાના ટુકડીઓને પૂર્વી લદાખના ગલવાન ઘાટી, પીવી 15 અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાંથી બે થી અઢી કિલોમીટર પાછળ બોલાવી લીધી છે. સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે ચીનના આ પગલાં પછી ભારતીય સૈનિકો અને સૈન્ય વાહનો પણ આ ક્ષેત્રથી પાછળ આવી ગયા છે.

    આ પણ વાંચો - અરવિંદ કેજરીવાલને નથી કોરોના, ટેસ્ટ રિપોર્ટ આવ્યો નેગેટિવ

    સૂત્રોએ જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં બટાલિયન કમાન્ડર લેવલની વાતચીત થશે અને તે હોટલાઇન દ્વારા પોતાના સમકક્ષો સાથે વાત કરશે. આ ક્ષેત્રમાં શરુઆતના સ્તરની વાતચીત થઈ હતી. ચીનની ગતિવિધિઓ પણ પૂર્વી લદાખના આ ક્ષેત્રમાંથી શરુ થઈ હતી. ભારતીય સેનાની ટીમ પહેલા જ ચુશુલમાં ચીની સૈનિકો સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે. તે આ સંબંધમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમન્વય સ્થાપિત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગલવન નાલા વિસ્તારમાં ચાલી રહેલા નિર્માણ કાર્યને લઈને બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published: