નવી દિલ્હીઃ મોસ્કોમાં ગુરુવારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક મળી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ બેઠક બાદ બંને દેશોની વચ્ચે પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઓછો થઈ જશે. પરંતુ સૂત્રોનું માનીએ તો બંને દેશોની વચ્ચે વાસ્તવિક સ્થિતિએ તણાવ સતત રહી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાતની હાલ ગેરન્ટી નથી કે ચીનના વલણમાં કોઈ ફેરફાર જોવા મળે. સરકારી સૂત્રોએ News18ને જણાવ્યું કે જો હાલની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ તો મોસ્કોમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jayshankar) અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી (Wang Yi)ની વચ્ચે મળેલી અઢી કલાકની બેઠક બાદ પણ બીજિંગના વલણમાં કોઈ ફેરફાર નથી આવ્યો.
ભારત શાંતિના પક્ષમાં
અધિકારીઓનું કહેવું છે કે ચીનના હાલના વલણને લઈને તમામ મોટા હોદેદ્દારોને જાણકારી આપી દેવામાં આવી છે. જોકે ભારત હજુ પણ ઈચ્છે છે કે તણાવને ઓછો કરવા માટે ડિપ્લોમેટિક સમાધાન શોધવામાં આવે. તેઓએ કહ્યું કે ભારત હંમેશા ક્ષેત્રમાં શાંતિ કાયમ રાખવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ તેઓ પોતાના ક્ષેત્રના એક ઈંચ સાથે પણ સમજૂતી નહીં કરે.
ચીન પાંચ સૂત્રીય યોજના પર સહમત
ભારત અને ચીન પૂર્વ લદાખમાં સરહદ પર લાંબા સમયથી ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવા માટે પાંચ સૂત્રીય યોજના પર સહમત થયા છે. જેમાં સરહદના પ્રબંધન સાથે જોડાયેલી હાલની સમજૂતી અને નિયમોનું પાલન કરવું, શાંતિ કાયમ રાખવી અને સ્થિતિેન ખરાબ કરનારી કોઈપણ કાર્યવાહીથી બચવું સામેલ છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીની વચ્ચે મોસ્કોમાં ગુરુવાર સાંજે થયેલી મંત્રણામાં બંને દેશ આ યોજના પર સહમત થયા. જયશંકર અને વાંગ શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કોમાં છે.
વિદેશ મંત્રાલયે એસ. જયશંકર અને વાંગની વચ્ચેની વાતચીત બાદ નિવેદનમાં કહ્યું કે, બંને વિદેશ મંત્રી એ વાત પર સહમત થયા કે હાલની સ્થિતિ કોઈના હિતમાં નથી, તેથી એ વાત પર સહમત થયા કે સરહદ પર તૈનાત બંને દેશોની સેનાઓને સંવાદ ચાલુ રાખવો જોઈએ, યોગ્ય અંતર રાખવું જોઈએ અને તણાવને ઓછો કરવો જોઈએ. સંયુક્ત નિવેદન અનુસાર, જયશંકર અને વાંગે સહમતિ દર્શાવી કે બંને પક્ષોને ભારત-ચીન સંબંધોને વિકસિત કરવા માટે બંને દેશના નેતાઓની વચ્ચે સધાયેલી સહમતિથી માર્ગદર્શન લેવું જોઈએ, જેમાં મતભેદોને વિવાદ નહીં બનાવવો સામેલ છે. આ વાતનો ઈશારો 2018 અને 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની વચ્ચે થયેલી બે અનૌપચારિક શિખર મંત્રણાઓ સાથે હતો.
ભારત-ચીન સરહદ પર તણાવ
ભારતીય સેનાએ પેન્ગોગ ત્સો લેકના કિનારા ફિંગર 4 પર ચીની સેનાની સ્થિતિને જોતાં ઊંચાઈની પહાડીઓ પર કબજો કરી લીધો છે. સૂત્રોના હવાલાથી એ વાતની જાણકારી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે ઓગસ્ટના અંતમાં પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારાની પાસે ઊંચાઈઓ પર કબજો કરવા માટે પૂર્વવર્તી કાર્યવાહીઓ સાથે આ ઓપરેશન માટે કરવામાં આવ્યું હતું.
LAC પર તણાવ વધવાની વચ્ચે સૂત્રોએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ના લગભગ 50-60 સૈનિક સોમવાર સાંજે 6 વાગ્યાની આસપાસ પેન્ગોગ લેકના દક્ષિણ કિનારે સ્થિત ભારતીય ચોકી તરફ આગળ વધ્યા પરંતુ ત્યાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ દઢતાથી તેમનો સામનો કર્યો, જેનાથી તેમને પાછળ હટવા મજબૂર થવું પડ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર