Home /News /national-international /

ચીન વિવાદઃ સેટેલાઇટ તસવીરોમાં દાવો, ગલવાન ઘાટીમાં ફરીથી જોવા મળ્યા ચીનના ટેન્ટ

ચીન વિવાદઃ સેટેલાઇટ તસવીરોમાં દાવો, ગલવાન ઘાટીમાં ફરીથી જોવા મળ્યા ચીનના ટેન્ટ

સ્પેસ ટેક્નોલોજીની કંપની મેક્સર (Maxar)એ આ સેટેલાઇટ તસવીરોને જાહેર કરી છે. (Photo: AP)

સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે જે ટેન્ટોને ભારતીય સૈનિકોએ 15 જૂને હટાવ્યા હતા તે પાછા ઊભા કરી દેવામાં આવ્યા છે

    નવી દિલ્હીઃ લદાખમાં LAC પર તણાવ ઓછો કરવા માટે ભારત એન ચીનની વચ્ચે ડિપ્લોમેટિક અને મિલિટ્રી સ્તરે સતત મંત્રણા ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન સેટેલાઇટથી લેવામાં આવેી અનેક તસવીરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ગલવાન ઘાટી (Galwan Valley)માં ફરી એકવાર ચીને ટેન્ટ ઊભા કરી દીધા છે. આ જ સ્થળે 15 જૂને બંને દેશોના સૈનિકોની વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો. અહીં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. જ્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના 45થી વધુ સૈનિકો હતાહત થયા હતા.

    આર્મીનો ઇન્કાર

    અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે જે ટેન્ટોને ભારતીય સૈનિકોએ 15 જૂને હટાવ્યા હતા તે પરત ઊભા કરી દેવામાં આવ્યા છે. આ ટેન્ટો પેટ્રોલિંગ સંખ્યા 14ની પાસે હતા. જોકે ભારતીય સેનાએ સરહદ પર આવા કોઈ પણ નવા સ્ટ્રક્ચર હોવાથી ઇન્કાર કરી દીધો છે. ન્યૂઝ18 પણ આ સેટેલાઇટ તસવીરોની પુષ્ટિ નથી કરતું. સ્પેસ ટેક્નોલોજીની કંપની મેક્સર (Maxar)એ આ સેટેલાઇટ તસવીરોને જાહેર કરી છે.

    સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે જે ટેન્ટોને ભારતીય સૈનિકોએ 15 જૂને હટાવ્યા હતા તે પાછા ઊભા કરી દેવામાં આવ્યા છે. (Photo: AP)


    આ પણ વાંચો, લદાખના વધુ એક વિસ્તારમાં ઘૂસી ચીની સેના, ગાડીઓ અને કેમ્પ જોવા મળ્યાઃ રિપોર્ટ

    સેટેલાઇટ તસવીરોમાં શું જોવા મળી રહ્યું છે?

    મેક્સરની આ સેટેલાઇટ તસવીરો 22 જૂનની છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટેન્ટ 16થી 22 જૂનની વચ્ચે ઊભા કરવામાં આવ્યા છે. આ પહેલા વધુ એક કંપની પ્લાનેટ લેબે 16 જૂનની સેટેલાઇઇટ તસવીરો જાહેર કરી હતી. એટલે કે હિંસાના બીજા દિવસે જોવા મળ્યું હતું કે અહીં કોઈ એવું સ્ટ્રક્ચર નહોતું. આ સેટેલાઇટ તસવીરોને જોયા બાદ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એ. એલ. ચવાને ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે ચીને અહીં ડિફેન્સિવ પોઝિશન તૈયાર કરી છે.

    આ પણ વાંચો, US VISA BAN: ડોનાલ્ડ ટ્રમ્પના નવા ઓર્ડરથી આ તમામ કેટેગરીના વીઝા પર થશે મોટી અસર

    જોકે, તેઓએ એમ પણ કહ્યું કે, આવી પોઝિશન પર 20-30 સૈનિક તૈનાત થઈ શકે છે. તેઓએ કહ્યું કે તસવીરો જોઈને એવું કહેવું મુશ્કેલ છે કે ચીને આ સ્ટ્રક્ચર LACની કઈ તરફ બનાવ્યા છે. ભારતના હિસ્સામાં કે પછી પોતાની તરફ.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: India China Face off, India-china, Indo china conflict, Indo China controversy, Indo-china war, LAC, Ladakh, ચીન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन