એસ જયશંકરની ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત, સરહદ વિવાદ પર ચર્ચા

એસ જયશંકરની ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત, સરહદ વિવાદ પર ચર્ચા
એસ જયશંકરની ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીત, સરહદ વિવાદ પર ચર્ચા

પૂર્વી લદાખના પૈંગોંગ ત્સો ઝીલના દક્ષિણ કિનારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ગોળીબારીની ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે

 • Share this:
  મોસ્કો/નવી દિલ્હી : સરહદ વિવાદને (Border Dispute)લઈને વિદેશ મંત્રી એસ જયશંકર (S.Jaishankar)પોતાના ચીની સમકક્ષ વાંગ યી (wang yi)સાથે મોસ્કોમાં વાતચીત કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બંને દેશોના વિદેશ મંત્રીઓની આ મુલાકાતમાં સરહદ વિવાદનો કોઈ ઉકેલ આવી શકે છે. પૂર્વી લદાખના પૈંગોંગ ત્સો ઝીલના દક્ષિણ કિનારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ગોળીબારીની ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આવામાં બંને દેશોના વિદેશ મંત્રીઓની આ વાતચીત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

  આ પહેલા વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે ભારત અને ચીન સરહદ વિવાદના ઉકેલ માટે રાજનયિક અને સૈન્ય માધ્યમો દ્વારા વાતચીત કરી રહ્યા છે. આ સમજ બંને દેશોના રક્ષા મંત્રીઓ વચ્ચે થયેલી વાતચીતમાં બની હતી. ભારત સરહદ પર શાંતિ માટે પુરી રીતે પ્રતિબદ્ધ છે.

  Published by:Ashish Goyal
  First published:September 10, 2020, 20:50 pm

  ટૉપ ન્યૂઝ