Home /News /national-international /ચીની વિદેશ મંત્રી સાથે 2 કલાક ચાલી એસ. જયશંકરની બેઠક, LAC પર તણાવ ઓછો થશે

ચીની વિદેશ મંત્રી સાથે 2 કલાક ચાલી એસ. જયશંકરની બેઠક, LAC પર તણાવ ઓછો થશે

વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે LAC પર ભારતે ક્યારેય યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ નથી કર્યો

વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે LAC પર ભારતે ક્યારેય યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ નથી કર્યો

મોસ્કો/નવી દિલ્હીઃ સરહદ વિવાદ (India China Border Dispute)ને લઈ વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)ની પોતાના ચીની સમકક્ષ વાંગ યી (Wang Yi) સાથે મોસ્કોમાં ચાલી રહેલી મંત્રણા સમાપ્ત થઈ ચૂકી છે. બંને વિદેશ મંત્રીઓની વચ્ચે બે કલાક સુધી વાતચીત ચાલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કરી દીધું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતે ક્યારેય યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ નથી કર્યો.

પૂર્વ લદાખના પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી ફાયરિંગની ઘટનાથી બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. એવામાં બંને દેશોના વિદેશ મંત્રીઓની આ વાતચીત ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે.

આ પહેલા વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે ભારત અને ચીન સરહદ વિવાદને ઉકેલવા માટે ડિપ્લોમેટિક અને સૈન્ય માધ્યમો દ્વારા વાતચીત કરી રહ્યા છે. આ સમજ બંને દેશોના રક્ષા મંત્રીઓની વચ્ચે થયેલી મંત્રણામાં ઊભી થઈ છે. હવે બંને દેશોના વિદેશ મંત્રીઓની મુલાકાતમાં તેની પર ચર્ચા થઈ. ભારત સરહદ પર શાંતિ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો, સર્વધર્મ પૂજાથી લઈને વૉટર સેલ્યૂટ સુધી, IAFમાં આવી રીતે સામેલ થયા રાફેલ

ચીની સૈન્ય દળ કરી રહ્યું છે ફાયરિંગ અભ્યાસ

સમાચાર એજન્સી એએનઆઈએ સરકારના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે ફીલ્ડ કમાન્ડરોને કહેવામાં આવ્યું છે કે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શક્તિનું કારણ વગર પ્રદર્શન ન કરે. સૂત્રોનું કહેવું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ચીની પક્ષ પોતાની તરફ ફાયરિંગ પ્રેક્ટિસ પણ કરી રહ્યું છે. ચીન આ પ્રેક્ટિસ ભલે પોતાના વિસ્તારમાં કરે રહ્યું છે પરંતુ તેનો અવાજ ભારતીય વિસ્તારોમાં પણ સંભળાય છે.

ચીની સૈનિકોએ એકત્ર કરી રાખી છે યુદ્ધક સામગ્રી

ભારતીય પક્ષે બ્રિગેડિયર સ્તરની સૈન્ય વાતચીત દરમિયાન ચીની સૈનિકો દ્વારા ભાલા અને ધારદાર હથિયાર સાથે રાખવાનો મામલો પણ ઉઠાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે લગભગ 50 હજાર સૈનિકોને એકત્ર કરી રાખ્યા છે જેમની પાસે ટેન્કો અને અન્ય યુદ્ધક સામાન છે. આ ઉપરાંત વિસ્તારોમાં યુદ્ધક સામગ્રીની સંખ્યા વધારવામાં આવી રહી છે.

આ પણ વાંચો, ખેડૂતોને મોટી ગિફ્ટ! PM મોદીએ લૉન્ચ કરી e-GOPALA એપ, જાણો શું છે તેના ફાયદા

ચીની સૈનિકો પર ભરોસો ન મૂકી શકાય

આ પહેલા એક વરિષ્ઠ અધિકારી સૂત્રના હવાલાથી ખબર આવી હતી કે, ફેસ ઓફની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પરંતુ આપણે યુદ્ધને આરે નથી પહોંચ્યા. ચીનો એક પૂર્ણ વિકસિત સંઘર્ષ સુધીનું નિર્માણ કરે છે, પરંતુ હજુ સુધી માત્ર મામૂલી વાતો જ થઈ છે. હજુ ચીની તૈનાથી વધુ ઝડપી નથી. જોકે તેઓએ એમ પણ કહ્યું કે, તમે ચીનીઓ પર ભરોસો ન મૂકી શકો. 29 તારીખની સવાર, ચુશૂલમાં ચીની કમાન્ડરે પોતાના ભારતીય સમકક્ષ સાથે વાત કરી હતી તેમ છતાંય તે જ રાત્રે તેઓએ આપણી પોસ્ટ તરફ પોતાના સૈનિકોને મોકલ્યા હતા.
First published:

Tags: India china border tension, Ladakh border, S Jaishankar, ચીન, ભારત, ભારતીય સેના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો