Home /News /national-international /India-China Rift: ચીનને જડબાતોડ જવાબ આપવા માટે 1 મહિના પહેલા શરૂ થઈ હતી તૈયારી! વાંચો Inside Story

India-China Rift: ચીનને જડબાતોડ જવાબ આપવા માટે 1 મહિના પહેલા શરૂ થઈ હતી તૈયારી! વાંચો Inside Story

ભારતીય સેના

ચીન વાતચીતથી ન માન્યું તો ભારતે આક્રમણની કરી તૈયારી, ચીનને પાઠ ભણાવવા આવી રીતે ઘડી સૈન્ય વ્યૂહરચના

નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છેલ્લા 4 મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. અનેક મોરચા પર ભારત અને ચીનની સેના સામ-સામે છે, પરંતુ 29-30ની ઓગસ્ટની રાત્રે અહીંના પેન્ગોગ ત્સો લેક (Pangong Lake)ની પાસે જે કંઈ પણ થયું તેને ચીન (China) લાંબા સમય સુધી યાદ રાખશે. ભારતીય સેના (Indian Army)એ પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને પાછળ ધકેલીને વ્યૂહાત્મક રીતે ખૂબ જ અગત્યની પોસ્ટ (black Top) પર કબજો કરી લીધો. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ભારતીય સેનાએ 4 કિલોમીટર અંદર ઘૂસીને 500 ચીની સૈનિકોને પાછળ ધકેલી દીધા હતા. હવે અહીંની અનેક ડોમેનેટિંગ હાઇટ્સ પર ભારતે કબજો કરી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીન પર આક્રમણની તૈયારી એક મહિના પહેલા શરૂ થઈ હતી. જેથી આપણી સેનાને એવી ચોટીઓ પર સ્થાન મજબૂત કરવામાં સફળતા મળી જ્યાં ન તો ભારત અને ન તો ચીનનો પહેલા કબજો હતો.

ચીન મંત્રણાથી ન માન્યું તો આક્રમણની કરી તૈયારી

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ, આર્મીએ ઓપરેશન માટે એક મહિના પહેલા યોજના બનાવી હતી. અખબારે સૂત્રોના હવાલાથી દાવો કર્યો કે આર્મીને આ હુમલા માટે દિલ્હીથી પહેલા જ લીલી ઝંડી મળી ગઈ હતી. મૂળે ચીન સરહદથી પોતાના સૈનિકોને પાછળ હટાવવાને લઈ ગંભીર નહોતી દેખાતી. 30 જૂને કોર્પ્સ કમાન્ડર લેવલની મંત્રણા સફળ રહી. ત્યારબાદ ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઇન્ટ 14 પર સૈનિકોની વાપસી પણ થઈ. આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તમામ સૈનિક પાછળ જતા રહેશે પરંતુ એવું થયું નહીં. 14 જુલાઈએ ચોથા ચરણની મંત્રણમાં એ સ્પષ્ટ થઈ ગયું કે ચીન ગોગરા પોસ્ટ અને હોટ સ્પ્રિંગ વિસ્તારથી સંપૂર્ણપણે પોતાના સૈનિકોને પરત બોલાવવા માટે તૈયાર નહોતું. આ ઉપરાંત ચીની સેના પેન્ગોગ ત્સો લેકના ઉત્તર કિનારાથી પણ પાછળ હટવા તૈયાર નહોતી.

આ પણ વાંચો, ગૃહ મંત્રી અમિત શાહની તબીયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ થતાં AIIMSમાં દાખલ

ચીનને પાઠ ભણાવવા માટે સૈન્ય કાર્યવાહી

2 ઓગસ્ટની બેઠક બાદ ચીન એ માનવા તૈયાર નહોતું કે તેણે પેન્ગોગ ત્સો લેકના ઉત્તર કિનારામાં ભારતીય ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. એવામાં ભારતને લાગ્યું કે ચીનને પાઠ ભણાવવા માટે હવે સૈન્ય કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ હતો. અખબારે સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે સરહદ પર હુમલાને લઈ જે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું તેની જાણકારી ઘણા ઓછો લોકોને હતી. બે સપ્તાહ પહેલા પૂરી તૈયારી કરી લેવામાં આવી હતી. જે સ્થળો પર કબજો કરવાનો છે અને કેવી રીતે આગળ વધવાનું છે, દરેક બાબતની ઝીણવટથી યોજના બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો, લાવારિસ હાલતમાં મળી ઇનોવા કાર, દરવાજો ખોલતાં જ પોલીસકર્મીઓના ઉડી ગયા હોશ!

દરેક યૂનિટને અલગ-અલગ જવાબદારી

અખબારે સેનાના મોટા અધિકારીના હવાલાથી લખ્યું છે કે દરેક યૂનિટને અલગ-અલગ હાઇટ્સ પર કબજો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ અગત્યના મિશનમાં સ્પેશલ ફ્રન્ટિયર ફોર્સ (SFF), ઇન્ડો-તિબેટ સરહદ પોલીસ (ITBP) અને ઈન્ડિયન આર્મી (Indian Army)ને જોડવામાં આવ્યા હતાન. SFFના કમાન્ડો આ સ્પેશલ મિશનને લીડ કરી રહ્યા હતા. નોંધનીય છે કે હવે હેલ્મેટ ટોપ, બ્લેક ટોપ અને યલો બમ્પ પર આર્મી, આઈટીબીપી અને સ્પેશલ ફ્રન્ટયર ફોર્સે કબજો કરી લીધો છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના દક્ષિણ કિનારા પર સ્થિત પોસ્ટ 4280 અને પશ્ચિમ કિનારા પર ડિગિંગ એરિયા અને ચુતી ચામલા ભારતીય સૈનિકોને સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
First published:

Tags: India china border tension, Ladakh border, ચીન, ભારત, ભારતીય સેના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો