Home /News /national-international /હિન્દ મહાસાગરમાં ચીનની ઘેરાબંધી માટે ભારતે જાપાન સાથે કરી આ મોટી ડીલ

હિન્દ મહાસાગરમાં ચીનની ઘેરાબંધી માટે ભારતે જાપાન સાથે કરી આ મોટી ડીલ

ચીનને પાઠ ભણાવવા ભારત અને જાપાને હાથ મિલાવ્યા, હિન્દ મહાસાગરમાં વધશે બંને દેશોનું વર્ચસ્વ

ચીનને પાઠ ભણાવવા ભારત અને જાપાને હાથ મિલાવ્યા, હિન્દ મહાસાગરમાં વધશે બંને દેશોનું વર્ચસ્વ

નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (East Ladakh)માં ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે હવે ભારત (India)એ જાપાન (Japan)ની સાથે મળી હિન્દ મહાસાગર (Indian Ocean)માં ચીન (China)ની ઘેરાબંધી કરવાની શરૂઆત કરી દીધી છે. ચીનને પાઠ ભણાવવા માટે અનેક વર્ષોથી ચાલતી આવી રહેલી વાતચીત બાદ હવે ભારત અને જાપાને બંને દેશોના સશસ્ત્ર દળોની વચ્ચે આપૂર્તિ અને સેવાઓના આદાન-પ્રદાન માટે એક ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

રક્ષા મંત્રાલય (Ministry of Defence) મુજબ, રક્ષા સચિવ અજય કુમાર અને જાપાની રાજદૂત સુજુકી સતોશીએ બુધવારે આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોની વચ્ચે આ સમજૂતીમાં નિકટ સહયોગ માટે રૂપરેખા બનાવવા, સૂચના આદાન-પ્રદાન અને બંને દેશોના સશસ્ત્ર દળો દ્વારા એકબીજાની સૈન્ય સુવિધાઓનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. આ સમજૂતી ભારત અને જાપાનના સશસ્ત્ર દળોની વચ્ચે દ્વિપક્ષીય ગતિવિધિઓની સાથે જ સેવાઓ અને આપૂર્તિઓના આદાન-પ્રદાન માટે નિકટતમ સહયોગીની રૂપરેખાને સક્ષમ બનાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તેમના જાપાની સમકક્ષ શિન્જો આબે (Shinzo Abe)ની વચ્ચે ગુરુવારે આ મામલે ટેલીફોન પર વાતચીત થઈ. બંને નેતાઓએ બંને દેશોના સશસ્ત્ર દળોની વચ્ચે થયેલી આપૂર્તિ અને સેવાઓના આદાન-પ્રદાન સંબંધી સમજૂતીનું સ્વાગત કર્યું.

આ પણ વાંચો, મોસ્કોમાં વિદેશ મંત્રીઓની બેઠક બાદ પણ ચીનનું અક્કડ વલણ યથાવત- સૂત્ર

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર એક વિજ્ઞપ્તિ અનુસાર બંને નેતાઓએ આ વાત પર સહમતિ વ્યક્ત કરી અને આ સમજૂતી બંને દેશોની વચ્ચે રક્ષા સહયોગને વધારવા અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ તથા સુરક્ષા કાયમ રાખવામાં મદદ કરશે.

ચીન અને ભારત વચ્ચે ગત અનેક મહિનાથી વધી રહ્યો છે તણાવ

આ સમજૂતી એવા સમયે થઈ છે જ્યારે સરહદ પર ભારત અને ચીનની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ છે. જાપાની વિદેશ મંત્રાલય દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સમજૂતી બંને દેશોની સેનાઓની વચ્ચે ઘનિષ્ઠ સહયોગને પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો, ખાલિસ્તાની આતંકીઓ પાછળ પાકિસ્તાનનો હાથ, ભારત-કેનેડા માટે ખતરોઃ રિપોર્ટ

તેમાં કહેવામાં આવ્યું છે કે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ સમજૂતીથી જાપાન અને ભારતીય સશસ્ત્ર દળોના આત્મ-રક્ષા દળોની વચ્ચે આપૂર્તિ અને સેવાઓને યોગ્ય રીતે અને ટૂંક સમયમાં આદાન-પ્રદાનની સુવિધા મળશે.
First published:

Tags: India china border tension, Indian Navy, Indian Ocean, Ladakh border, ચીન, જાપાન, ભારત, ભારતીય સેના

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો