Home /News /national-international /India-China Standoff: પેન્ગોગની અગત્યની ચોટીઓ પર ભારતે મજબૂત કરી પકડ, મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત

India-China Standoff: પેન્ગોગની અગત્યની ચોટીઓ પર ભારતે મજબૂત કરી પકડ, મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત

29-30 ઓગસ્ટે થયેલા ઘર્ષણ બાદથી ભારતના સૈનિક હવે પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર ઊંચી ચોટીઓ પર પહોંચી ગયા છે

29-30 ઓગસ્ટે થયેલા ઘર્ષણ બાદથી ભારતના સૈનિક હવે પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર ઊંચી ચોટીઓ પર પહોંચી ગયા છે

લેહઃ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેન્ગોગ લેક Ladakh Border)ની પાસે તણાવ સતત વધતો જઈ રહ્યો છે. સૂત્રો મુજબ, ફિંગર 3ની પાસે ભારત તરફથી મોટી સંખ્યામાં સૈનિકોને તેનાત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 48 કલાકમાં પેન્ગોગ લેકના ઉત્તરમાં હલચલ ઘણી વધી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પેન્ગોગ લેકના પશ્ચિમની તરફ ચીન આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. મૂળે, 29-30 ઓગસ્ટે થયેલા ઘર્ષણ બાદથી ભારતના સૈનિક હવે પેન્ગોગ લેકના દક્ષિણ કિનારા પર ઊંચી ચોટીઓ પર પહોંચી ગયા છે. જ્યારે ચીનની સેના અહીં નીચેના વિસ્તારોમાં છે. એવામાં ચીનની આગની તરફ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ફિંગર 3ની પાસે તણાવ વધ્યો

અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી દાવો કર્યો કે ચીને વાતચીત બાદ પણ ફિંગર 4નો વિસ્તાર હજુ ખાલી નથી કર્યો. મંગળવારની રાત્રે આ વિસ્તારોમાં ચીને લગભગ 2000 સૈનિક તૈનાત કરી દીધા. ચીનની હરકત બાદ ભારતે પણ ફિંગર 3ની પાસે લગભગ આટલી જ સંખ્યામાં આર્મીને તૈનાત કરી દીધી. જેથી વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો છે.

આ પણ વાંચો, ચીની વિદેશ મંત્રી સાથે 2 કલાક ચાલી એસ. જયશંકરની બેઠક, LAC પર તણાવ ઓછો થશે

એક બીજાની સામે ઊભી છે સેના

અખબારે સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે બંને દેશોની સેના એક બીજાથી માત્ર 500 મીટરના અંતરે ઊભી છે. તેઓએ કહ્યું કે, બંને દેશોની સેના હથિયારથી સજ્જ છે. ઊંચી પહાડીઓથી તેઓ એક બીજાને જોઈ રહી છે. અહીં રાત્રે અત્યારથી જ કાતીલ ઠંડી પડી રહી છે. બીજી તરફ, વધુ એક સૂત્રનું કહેવું છે કે ભારતે અહીં કોઈ વધારાની સેનાની તૈનાતી નથી કરી પરંતુ આસપાસના વિસ્તારોમાં સેનાની ટુકડીઓને અહીં એકત્ર કરવામાં આવી છે.

આ પણ વાંચો, સર્વધર્મ પૂજાથી લઈને વૉટર સેલ્યૂટ સુધી, IAFમાં આવી રીતે સામેલ થયા રાફેલ

વિસ્તારમાં ભારતનો કબજો

ભારતીય સેનાએ પેન્ગોગ ત્સો લેકના કિનારા ફિંગર 4 પર ચીની સેનાની સ્થિતિને જોતાં ઊંચાઈની પહાડીઓ પર કબજો કરી લીધો છે. સૂત્રોના હવાલાથી એ વાતની જાણકારી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે ઓગસ્ટના અંતમાં પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારાની પાસે ઊંચાઈઓ પર કબજો કરવા માટે પૂર્વવર્તી કાર્યવાહીઓ સાથે આ ઓપરેશન માટે કરવામાં આવ્યું હતું. LAC પર તણાવ વધવાની વચ્ચે સૂત્રોએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ના લગભગ 50-60 સૈનિક સોમવાર સાંજે 6 વાગ્યાની આસપાસ પેન્ગોગ લેકના દક્ષિણ કિનારે સ્થિત ભારતીય ચોકી તરફ આગળ વધ્યા પરંતુ ત્યાં તૈનાત ભારતીય સેનાના જવાનોએ દઢતાથી તેમનો સામનો કર્યો, જેનાથી તેમને પાછળ હટવા મજબૂર થવું પડ્યું.
First published:

Tags: India china border tension, Ladakh border, ચીન, ભારત, ભારતીય સેના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો