ભારતે ચીનને આપી ચેતવણી, ડેપસાંગ સેક્ટરથી આર્મીને તાત્કાલિક પાછળ હટાવે

ભારતે ચીનને ડેપસાંગ વિસ્તારમાં નિર્માણ કાર્ય પણ બંધ કરવા માટે કહ્યું

ભારતે ચીનને ડેપસાંગ વિસ્તારમાં નિર્માણ કાર્ય પણ બંધ કરવા માટે કહ્યું

 • Share this:
  લેહઃ પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ખતમ કરવા માટે શનિવારે ભારત અને ચીનની વચ્ચે મેજર જનરલ સ્તર (Major General-Level Talks)ની મંત્રણા થઈ. આ મંત્રણા દરમિયાન ભારતે ચીનને ડેપસાંગ (Depsang) સેક્ટરથી તાત્કાલિક પોતાના સૈનિકો પાછળ હટાડવા માટે કહ્યું છે. સાથોસાથ ભારતે ચીનને આ વિસ્તારમાં નિર્માણ કાર્ય પણ બંધ કરવા માટે કહ્યું છે. અહીં બંને દેશોએ મોટી સંખ્યામાં સૈનિક તૈનાત કર્યા છે.

  ચીનની આર્મી પાછળ હટી

  અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ મુજબ, ભારતે મેજર જનરલ સ્તરની વાતચીતમાં સરહદ પર તણાવ ખતમ કરવા પર ભાર મૂક્યો. ખાસ કીરને ડેપસાંગમાં આર્મીને પાછળ હટા માટે કહ્યું. નોંધનીય છે કે, અહીં છેલ્લા કેટલાક સમયથી ચીનની આર્મી ભારતને પેટ્રોલિંગ કરવા પણ નથી દેતી. જો સામરિક રીતે જોવામાં આવે તો પેન્ગોગ સો કરતાં ભારત માટે ડેપસાંગ વધુ અગત્યનું છે. આ વિસ્તારથી તણાવ ખતમ કરવા માટે અત્યાર સુધી અહીં બંને દેશોની સેનાઓની વચ્ચે પાંચ ચરણની મંત્રણા થઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ મજબૂત ઉકેલ નથી આવ્યો.

  આ પણ વાંચો, રક્ષા મંત્રાલયે પહેલા લખ્યું, ચીને લદાખમાં કરી ઘૂસણખોરી, બાદમાં વેબસાઇટથી દસ્તાવેજ હટાવ્યા

  યથાસ્થિતિ તાત્કાલિક બહાલ કરવા પર ભાર

  ભારતીય પક્ષ તરફથી ત્રીજા ઇન્ફ્રેન્ટ્રી ડિવિઝનના જનરલ અધિકારી કમાન્ડિંગ મેજર જનરલ અભિજીત બાપટે મંત્રણાનું નેતૃત્વ કર્યું. કહેવામાં આવી રહ્યું છે કે બંને પક્ષોએ ગતિરોધના ક્ષેત્રોથી સૈનિકોને પાછળ હટાવવા માટે એક સમય મર્યાદા નક્કી કરવા માટે પણ વાતચીત કરી. આર્મી મંત્રણામાં ભારતીય પક્ષ વહેલી તકે ચીની સૈનિકોને પૂરી રીતે પાછળ હટવાની પ્રક્રિયા પર અને પૂર્વ લદાખના તમામ ક્ષેત્રોમાં 5 મેથી પહેલા મુજબ યથાસ્થિતિ તાત્કાલિક બહાલ કરવા પર ભાર મૂકી રહ્યું છે.

  આ પણ વાંચો, 15 ઓગસ્ટે PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે ક્વૉરન્ટિન થયા 350 પોલીસ અધિકારી

  સૂત્રો અનુસાર ચીનની પીપલ્સ લિબેરેશન આર્મી (PLA)એ ગલવાન ઘાટીમાં અને કેટલાક અન્ય ગતિરોધ સ્થળોગી સૈનિકોને પરત બોલાવી લીધા છે. પરંતુ પેન્ગોગ સો, ગોગરા અને ડેપસાંગમાં ફિંગર ક્ષેત્રોમાં સૈનિકોની વાપસીની પ્રક્રિયા આગળ નથી વધી. ભારત આ વાત પર ભાર મૂકી રહ્યું છે કે ચીનને ફિંગર ચાર અને આઠની વચ્ચેના ક્ષેત્રોથી પોતાના સૈનિકોને પરત બોલાવવા જોઈએ. સૈનિકોના પાછળ હટવાની ઔપચારિક પ્રક્રિયા 6 જુલાઈથી શરૂ થઈ હતી. 5 મેના રોજ પેન્ગોગ સોમાં બંને આર્મીઓની વચ્ચે ઘર્ષણ બાદ ગતિરોધની સ્થિતિ ઊભી થઈ હતી.
  Published by:Mrunal Bhojak
  First published: