નવી દિલ્હી : લદ્દાખમાં (Ladakh)ચીન સાથે ડિસઇંગેજમેન્ટ પર ભારતીય સેનાએ (Indian Army)મોટું નિવેદન કર્યું છે. સેનાએ કહ્યું કે ભારતીય સેનાની 29-30 ઓગસ્ટની કાર્યવાહી પછી ચીન ઝુકવા માટે મજબૂર થયું છે. સીએનએન ન્યૂઝ 18 સાથે Exclusive વાતચીતમાં સેનાએ જણાવ્યું કે ચીની સેના સાથે કેવી રીતે મુદ્દાને ઉકેલવામાં આવ્યો. પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન (India-China Standoff)વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ઘણા સ્થળે ડિસઇંગેજમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગતે વર્ષે મે મહિનાથી એકબીજા સામે રહેલી ભારત અને ચીનની સેના હવે ધીરે ધીરે નક્કી કરેલા પોઇન્ટથી પાછળ હટી રહી છે. આવામાં લેફ્ટિનેન્ટ જનરલ વાઇ કે જોશીએ મહત્વની જાણકારી શેર કરી છે.
લેફ્ટિનેન્ટ જનરલ વાઇ કે જોશીએ જણાવ્યું કે 10 ફેબ્રુઆરીથી પૈંગોગ ત્સો માં ડિસઇંગજમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. બંને સેનાઓ તેને ચાર સ્ટેપમાં પૂરો કરશે. અત્યાર સુધી બંને પક્ષો બખ્તર બંધ ગાડીઓ, ટેન્ક ડિસઇંગેજ કરી ચૂક્યા છે. ત્રીજા અને ચોથા ચરણમાં કૈલાશ રેન્જ રેજાંગમાં પેદલ સેનાના જવાનો હટશે. જોશીએ કહ્યું કે બંને દેશોના સૈન્ય અધિકારી એકબીજા સાથે વાત કરી રહ્યા છે જો કોઈ સંશય થશે તો તેના પર વાત કરતા રહેશે. આશા તો ન હતી પણ ભારતીય ફૌજે ઓગસ્ટમાં જે કર્યું તે ટર્નિગ પોઇન્ટ હતો. આ પછી ચીની સેના લેવલ પર આવી અને ફરીથી ડિસઇંગજમેન્ટની શરૂઆત થઈ.
આવી રીતે લેવલ પર આવ્યું ચીન
લેફ્ટિનેન્ટ જનરલ જોશીએ કહ્યું કે ચીનના પાછળ હટવા પર થોડું આશ્ચર્ય તો થાય છે કારણ કે આટલી જલ્દી તેની આશા ન હતી. આશા તો ન હતી પણ ભારતીય ફૌજે 29-30ની ઓગસ્ટની રાત્રે LAC પર જે કર્યું તે ટર્નિગ પોઇન્ટ સાબિત થયું. આ પછી ચીની સેના લેવલ પર આવી અને ફરીથી ડિસઇંગજમેન્ટની પ્રક્રિયા માટે માન્યું હતું.
આ પણ વાંચો - જાસુસી એજન્સીઓનો ખુલાસો, ખેડૂત નેતાની હત્યા કરી શકે છે ખાલિસ્તાની આતંકી સંગઠન KCF
શું ભારતે નોર્થ બેંકમાં જમીન છોડી દીધી છે? આ સવાલ પર લેફ્ટિનેન્ટ જોશીએ કહ્યું કે તેમાં કોઈ સચ્ચાઇ નથી. બંને દેશો એક સમજુતી પર સહમત થયા છે. સમજુતી પ્રમાણે ચીન ફિંગર 8 અને ફિંગર 4 થી પાછળ જશે. ફિંગર 8 આપણી ક્લેમ લાઇન છે. ચીની સેના ફિંગર 8 થી પાછળ જઈ રહી છે. છેલ્લા 10 મહિનામાં ફિંગર 4 થી ફિંગર 8 વચ્ચે જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કર્યા છે તેને પણ ધ્વસ્ત કરી રહ્યા છે. તેમના બંકર અને ટેન્ટ પણ હટાવવામાં આવી રહ્યા છે. ફિંગર 4 અને ફિંગર 8 વચ્ચેની સ્થિતિ એપ્રિલ 2020 પહેલા હતી તેવી બની જશે. ચીન આપણા ક્લેમ લાઇન પાસે કોઈ એક્ટિવિટી પણ કરશે નહીં. આ આપણા માટે મોટી સફળતા છે.
29-30 ઓગસ્ટે શું થયું હતું, સેનાએ જણાવ્યું
લેફ્ટિનેન્ટ જનરલ જોશીએ કહ્યું કે આપણા જવાનોએ 29-30 ઓગસ્ટએ રેજાન લા ઉંચાઇ વાળા વિસ્તારમાં કબજો કરી લીધો હતો. આપણા ટેન્કે આખા વિસ્તારમાં કબજો કરી લીધો હતો. આપણા ટેન્ક ઉપર હતા અને ચીન તરફથી પણ ટેન્ક આવી રહ્યા હતા. આવી સ્થિતિમાં જવાનોને સીધી ફાયરિંગની મંજૂરી હોય છે પણ અમે ધીરજ રાખી અને સંયમ સાથે વિસ્તાર પર કબજો જમાવી રાખ્યો હતો. ટેન્શન ઘણું હતું પણ અમે યુદ્ધ જેવી સ્થિતિ બનવા દીધી ન હતી.
ચીનના 45 જવાન માર્યા ગયા
ગલવાન ઘાટીની ઝડપમાં ચીનના કેટલા જવાન માર્યા ગયા? આ સવાલ પર લેફ્ટિનેન્ટ જનરલ જોશીએ કહ્યું કે ઝડપ પછી 50થી વધારે ચીની સૈનિકોને વાહનોમાં લઈ જવામાં આવી રહ્યા હતા પણ તે ઇજાગ્રસ્ત હતા કે માર્યા ગયા હતા તે કહેવું મુશ્કેલ છે. જોકે એક વાત અવશ્ય છે કે ઝડપમાં ચીની સેનાના ઘણા જવાન માર્યા ગયા હતા. રશિયાની એજન્સી TASSએ પણ 45 ચીની જવાનો માર્યા જવાની વાત કહી છે અને અમારો અંદાજ પણ તેની આસપાસ જ છે.