Home /News /national-international /ગલવાન નદીના વહેણમાં ફસાઈ ચીની સેના! LACથી પાછળ હટવા થઈ શકે છે મજબૂર

ગલવાન નદીના વહેણમાં ફસાઈ ચીની સેના! LACથી પાછળ હટવા થઈ શકે છે મજબૂર

ગલવાન નદીના જે કિનારે ચીનની સેના ઊભી છે, ત્યાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ

ગલવાન નદીના જે કિનારે ચીનની સેના ઊભી છે, ત્યાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ

  નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં LAC પર ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ (India China Standoff) ચાલુ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનની સેના LACના કેટલાક કિલોમીટર અંદર સુધી ઘૂસી ગઈ છે. જોકે ભારતની સેના તેમને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આ દરમિયાન અહેવાલ છે કે ચીનની સેનાને અહીંથી પાછળ હટવું પડી શકે છે. મૂળે, જે ગલવાન નદી (Galwan River)ના કિનારે ચીનની સેના ઊભી છે, ત્યાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે.

  ગલવાન નદીમાં પૂર જેવી સ્થિતિ!

  અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ, ગલવાન નદીના કાંઠે ચીની સેનાની મુશ્કેલી વધી શકે છે. ચીનની સેના ગલવાન નદીના કિનારે ઊભી છે, અહીં પાણીનું સ્તર કાંઠાની ઘણી ઉપર સુધી પહોંચી ગયું છે. આર્મીના એક સીનિયર અધિકારીએ અખબારને જણાવ્યું કે આ વિસ્તારમાં તાપમાના વધવાથી આસપાસની પહાડીઓથી બરફ સતત પીઘળી રહ્યો છે. તેનાથી પાણીનું સ્તર ઘણું વધી ગયું છે. આ અધિકારીએ એવો પણ દાવો કર્યો કે સેટેલાઇટ અને ડ્રોનથી લેવાયેલી તસવીરોથી એ વાતનો સંકેત મળી રહ્યો છે કે ચીને જ્યાં ટેન્ટ ઊભા કર્યા હતા ત્યાં પાણી ભરાઈ ગયા છે. શિયાળામાં તો અહીં ચીનના સૈનિકો માટે વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

  આ પણ વાંચો, હવે ચીનની નજર ભૂટાનની જમીન પર, કહ્યું- તેમની સાથે પણ છે સરહદ વિવાદ

  જીવલેણ છે ગલવાનનું પાણી

  ગલવાન નદી અક્સાઇ ચીન વિસ્તારથી શરૂ થાય છે. તે વિસ્તાર જે વર્ષોથી બરફથી ઢંકાયેલો રહે છે. ગત મહિને એટલે કે 15 જૂને આ જ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું, જેમાં આપણા 20 સૈનિક શહીદ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકો ગલવાન નદીમાં પડવાના કારણે શહીદ થયા. નદીનું પાણી એટલું ઠંડું હતું કે ઘાયલ સૈનિકો તાત્કાલિક અવસાન થાય. ભારતે પૂર્વ લદાખમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પુલનું નિર્માણ ગલવાન નદીની ઉપર જ કર્યું છે, જેના કારણે ચીન ઉશ્કેરાઈ ગયું.  આ પણ વાંચો, અમરનાથ યાત્રા માટે રોજ 500 યાત્રિકોને મળશે મંજૂરી, આરતીનું થશે લાઇવ ટેલિકાસ્ટ
  " isDesktop="true" id="996097" >

  ચીન સાથે ઘર્ષણ ચાલુ : LAC પર ભારત અને ચીનની વચ્ચે છેલ્લા લગભગ 9 સપ્તાહથી ઘર્ષણની સ્થિતિ ઊભી થયેલી છે. બંને દેશોની વચ્ચે વાતચીતથી કોઈ પરિણામ સામે નથી આવ્યું. વિદેશ મંત્રીઓ અને સૈન્ય અધિકારીઓની વચ્ચે અનેક રાઉન્ડની ચર્ચા થઈ ચૂકી છે. આ ઉપરાંત ડિપ્લોમેટિક સ્તરે પણ વિવાદને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી લદાખનો પ્રવાસ કરી સૈનિકોનો ઉત્સાહ વધારી ચૂક્યા છે. એવામાં હાલ સરહદ પર વિવાદ શાંત નહીં લે તેવું લાગી રહ્યું છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन