સૈન્ય વાતચીતમાં ચીને સ્વીકાર્યું- અથડામણમાં માર્યો ગયો હતો ચીની કમાન્ડિંગ અધિકારી

સૈન્ય વાતચીતમાં ચીને સ્વીકાર્યું- અથડામણમાં માર્યો ગયો હતો ચીની કમાન્ડિંગ અધિકારી
સૂત્રોએ આ જાણકારી સોમવારે આપી છે

સૂત્રોએ આ જાણકારી સોમવારે આપી છે

 • Share this:
  નવી દિલ્હી : લદાખની (Ladakh) ગલવાન ઘાટીમાં (Galwan Valley) ભારત અને ચીની (India-China) સૈનિકો વચ્ચે 15-16 જૂન દરમિયાન રાત્રે થયેલી અથડામણમાં મૃત્યું પામેલા ચીની સૈનિકોમાં એક કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ હતા. ચીને ગત અઠવાડિયામાં ગલવાનમાં ભારતની સાથે થયેલી સૈન્ય વાતચીતમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો. સૂત્રોએ આ જાણકારી સોમવારે આપી છે. આ સમાચાર એવા સમયમાં સામે આવ્યા છે કે જ્યારે ભારત અને ચીનની સેનાઓની વચ્ચે 1967 પછી અત્યાર સુધીનો સૌથી મોટી અથડામણ થઈ હતી. જેમાં ભારત અને ચીનના સૈનિકોને નુકશાન થયું હતું. આ વિવાદને ઓછો કરવા માટે ચીની પક્ષના ચુશુલના (Chushul)મોલ્દોમાં (Moldo) લેફ્ટિનેન્ટ જનરલ સ્તરની વાતચીત ચાલુ છે.

  ચીની સેનાના કોઈ મોટા અધિકારીના મોતના સમાચાર તે હિંસક અથડામણના એક અઠવાડિયા પછી સામે આવ્યા છે, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. સેનાના સૂત્રોએ કહ્યું કે હિમાલયના ગલવાન નદીની પાસે 15,000 ફુટ ઉંચાઈ પર થયેલા આ વિવાદના કારણે 45 ચીની સૈનિક માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા. જોકે બીજિંગે અત્યાર સુધી હતાહતના આંકડા આપ્યા નથી. ચીનની સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય અધિકારી, કર્નલ બીએલ સંતોષ બાબૂ પણ શહીદ થયા હતા. સેનાના સૂત્રોએ કહ્યું કે જે 76 ભારતીય સૈનિક ઈજાગ્રસ્ત થયા હતા તે થોડાક અઠવાડીયામાં ફરીથી ડ્યૂટી પર પરત ફરે તેવી સંભાવના છે.  આ પણ વાંચો - ભારતે લદાખમાં તૈનાત કરી માઉન્ટેન ફોર્સ, કારગિલ યુદ્ધમાં નિભાવી હતી મહત્ત્વની ભૂમિકા

  બંને પક્ષો વચ્ચે સૈન્ય વાતચીત ચાલુ

  અથડામણ પછી તણાવને ઓછો કરવા માટે ગલવાનમાં બંને પક્ષોની વચ્ચે સૈન્ય વાતચીત થઈ છે. સૂત્રોએ કહ્યું કે બંને પક્ષો દ્વારા 6 જૂનના રોજ લેફ્ટિનેન્ટ જનરલ સ્તરની પહેલા રાઉન્ડની વાતચીતમાં થયેલી સહમતિને લાગું કરવા સહિત ફરીથી વિશ્વાસ કેળવવાના ઉપાયો પર ચર્ચા કરવાની આશા છે. વાતચીતમાં ભારતીય પક્ષનું નેતૃત્વ 14મી કોરના કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહ કરી રહ્યા છે, જ્યારે ચીની પક્ષનું નેતૃત્વ તિબ્બત સૈન્ય જિલ્લાના કમાંડર કરી રહ્યા છે. આ બેઠક ગલવાન ઘાટીમાં 15 જૂન થયેલા સંઘર્ષ પછી બંને પક્ષોમાં વધેલા તણાવની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે.
  Published by:Ashish Goyal
  First published:June 22, 2020, 18:48 pm

  ટૉપ ન્યૂઝ