LAC પર ઘર્ષણની તૈયારી! ચીનના સૈનિક હવે માર્શલ આર્ટની ટ્રેનિંગ લેશે, લદાખ મોકલ્યા 20 ટ્રેનર

LAC પર ઘર્ષણની તૈયારી! ચીનના સૈનિક હવે માર્શલ આર્ટની ટ્રેનિંગ લેશે, લદાખ મોકલ્યા 20 ટ્રેનર
આવનારા દિવસોમાં ભારતના સૈનિકોનો સામનો કરવા ચીન LAC પર માર્શલ આર્ટનો ઉપયોગ કરી શકે છે

આવનારા દિવસોમાં ભારતના સૈનિકોનો સામનો કરવા ચીન LAC પર માર્શલ આર્ટનો ઉપયોગ કરી શકે છે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખ (East Ladadh)ની ગલવાન ઘાટી (Galwan Valley)માં હિંસક સંઘર્ષ બાદ ભારત અને ચીનની વચ્ચે LAC પર ઘર્ષણ વધી ગયું છે. એવું લાગી રહ્યું છે કે ચીન વાતચીતથી માનવા તૈયાર નથી. એવામાં મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે. સરહદ પર અનેક મોરચા પર બંને દેશોની સેનાઓ સામ-સામે ઊભી છે. આ દરમિયાન અહેવાલ આવી રહ્યા છે કે ચીન હવે પોતાના સૈનિકોને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવા જઈ રહ્યું છે. તેના માટે સરહદ પર ટ્રેનરને મોકલવામાં આવી રહ્યા છે.

  માર્શલ આર્ટની ટ્રેનિંગ કેમ?  BBCના અહેવાલ મુજબ, માર્શલ આર્ટના 20 ટ્રેનરને તિબેટ મોકલવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે માર્શલ આર્ટ યુદ્ધની એક જૂની કળા છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે સેલ્ફ ડિફેન્સ માટે કરવામાં આવે છે. ભારત અને ચીનની વચ્ચે 1996માં થયેલી સમજૂતી હેઠળ બંને દેશના સૈનિક સરશદ પર હથિયારોનો ઉપયોગ નથી કરતા. સાથોસાથ અન્ય ગોળામારો કરવાની પણ મંજૂરી નથી. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં ચીન LAC પર માર્શલ આર્ટનો ઉપયોગ કરી શકે છે.

  આ પણ વાંચો, ચીન વિવાદઃ સેટેલાઇટ તસવીરોમાં દાવો, ગલવાન ઘાટીમાં ફરીથી જોવા મળ્યા ચીનના ટેન્ટ

  તિબેટમાં યોજાશે ટ્રેનિંગ!

  ચીનની સરકારી ટીવી ચેનલ CCTV મુજબ, માર્શલ આર્ટ શીખવાડવા માટે ઇનબો ફાઇટર ક્લબના 20 ટ્રેનરને તિબેટ મોકલવામાં આવશે. જોકે, ચીનની સેના તરફથી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન નથી આવ્યું. માર્શલ આર્ટના અલગ-અલગ ફોર્મને ઓલમ્પિકમાં પણ સામેલ કરવામાં આવ્યા છે અને આ રમતમાં દક્ષિણ કોરિયા બાદ ચીનનો દબદબો છે.

  આ પણ વાંચો, અમેરિકાનું મોટું નિવેદનઃ ભારત પર ચીનના ખતરાને જોતાં યૂરોપથી હટાવી રહ્યા છીએ સેના

  વાતચીતમાં ચીન નથી માની રહ્યું : થોડા દિવસો પહેલા ગલવાન ઘાટીમાં હિંસક સંઘર્ષમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા. નોંધનીય છે કે, સરહદ પર ચીન અનેક વિસ્તારોને લઈને પોતાની જીદ પર અડગ છે. તેના ખોટા દાવાને ભારત સતત ફગાવતું રહ્યું છે. એવામાં અત્યાર સુધી વાતચીતનું કોઈ પરિણામ નથી સામે આવ્યું. ચીનની સાથે બીજિંગ અને લદાખમાં અનેક ચરણની વાતચીત થઈ ચૂકી છે. ભારતે કહ્યું છે કે ચીન પહેલાની સ્થિત બરકરાર રાખે.
  Published by:Mrunal Bhojak
  First published:June 28, 2020, 08:59 am

  ટૉપ ન્યૂઝ