India-China Standoff: લદાખમાં તણાવ વચ્ચે ચીને દક્ષિણ પૈંગોંગમાં સૈનિકો અને ટેંકોની સંખ્યા વધારી

India-China Standoff: લદાખમાં તણાવ વચ્ચે ચીને દક્ષિણ પૈંગોંગમાં સૈનિકો અને ટેંકોની સંખ્યા વધારી
પ્રતિકાત્મક તસવીર

ચીનની અવળચંડાઇ જોતા ભારતે પોતાની ફસ્ટ મુવની નીતિમાં બદલાવ કર્યો છે.

  • Share this:
    જમ્મુ-કાશ્મીરના લદાખ (Ladakh)માં સ્થિત પૈંગોંગ સો તળાવ (Pangong Lake)ની પાસે ભારત અને ચીન (India-China Rift)ની સેના વચ્ચે હિંસક ઝડપ પછી જે રીતે ચીને સૈનિકોને ખદેડ્યા તે પછી ચીને સીમા પર પોતાની તાકાત વધારી છે. ખબર મળી છે કે પૈંગોંગ તળાવના દક્ષિણ કિમારા પર ચીની ટેન્કો અને પગપાળા સૈનિકોની સંખ્યામાં ઝડપથી વધારો કર્યો છે. ચીને પોતાની તોપને વાસ્તવિક નિયંત્રણ રેખાની આસપાસ જ તૈનાત કરી છે.

    સુત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ પૈંગોંગમાં ચીનની સીમાની અંદર સૈનિકોની અવર જવર વધી છે. ચીનની સીમામાં આવનાર મોલ્ડાથી થોડા જ દૂરી પર વધરાની ટેન્કો નજરે પડે છે. જો કે ચીની સેનાની દરેક હલચલ પર ભારતીય સેના પોતાની ચાંપતી નજર રાખીને બેઠું છે. ઉલ્લેખનીય છે કે થાકુંગથી લઇને મુકપુરીની પાર સુધી અનેક પર્વતો છે જ્યાં ચીની સૈનિકોએ પોતાની ગતિવિધિ વધારી છે. જે પછી ભારતીય સેનાએ પણ પોતાનું આ વિસ્તારમાં સંખ્યા બળ વધાર્યું છે. સીમા પર વધારાના દળોને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી LAC પર ઊંચાઇવાળા વિસ્તારોમાં તેની હાજરી મજબૂતીથી થઇ શકે.



    ગલવાન ખીણની ઘટના પછી લિપુલેખ અને મિલમ બોર્ડર પર ભારે સંખ્યામાં સેના અને આઇટીબીપીના જવાનોને તેનાત કરવામાં આવ્યા છે. મિલમ અને લિપુલેખ બોર્ડના તમામ પોઇન્ટ પર સેના અને આઇટીબીપીના જવાનો 24 કલાક અવરિત ચોકી પહેરો કરી રહ્યા છે. આ બંને બોર્ડર વિસ્તાર 15 હજાર ફિટથી વધુ ઊંચાઇ પર આવેલા છે. લિપુલેખ બોર્ડર સુધી તો બીઆરઓ રસ્તો પણ બનાવી લીધો છે. પણ મિલમમાં હજી પણ રસ્તો પગપાળા હોવાના કારણે મુશ્કેલી ભર્યો છે. વ્યૂહાત્મક રીતે આ મહત્વપૂર્ણ બોર્ડર પર લડાકૂ વિમાનની મદદથી હવાઇ નજર રાખવામાં આવી રહી છે.

    વધુ વાંચો : લદાખ પ્રવાસ પછી આર્મી ચીફે કહ્યું- LAC પર સ્થિતિ થોડી ગંભીર છે

    29-30 ઓગસ્ટની રાતે થયેલી જવાબી કાર્યવાહી પછી ચીન તમતમી ઉઠ્યું છે. કહેવાય છે કે સરકારે સેનાને એક્શન લેવાની ખુલી છૂટ આપેલી છે. લગભગ ચાર મહિનાથી વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ સતત વધી રહ્યો છે. તેવામાં સેનાએ પોતાની રણનીતિમાં બદલાવ લાવ્યો છે.

    પહેલા આપણી સેના દુશ્મનો પર આગળ ચાલીને હુમલો નહતી કરતી. પણ હવે ચીનની અવળ ચંડાઇ જોતા ફસ્ટ મૂવની નીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ ચીન પૂર્વ લદાખમાં ભારત પર સમજૂતીના ઉલ્લંધન કરવાનો આરોપ લગાવી રહ્યો છે
    Published by:Chaitali Shukla
    First published:September 04, 2020, 16:30 pm

    ટૉપ ન્યૂઝ