India-China Standoff: ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ગલવાન ઘાટીના હિંસક ઘર્ષણમાં PLA જવાનોએ ગુમાવ્યો હતો જીવ

News18 Gujarati
Updated: September 18, 2020, 10:26 AM IST
India-China Standoff: ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ગલવાન ઘાટીના હિંસક ઘર્ષણમાં PLA જવાનોએ ગુમાવ્યો હતો જીવ
ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે, ગલવાન ઘાટીમાં ચીની સેનાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અને અનેક જવાનોના મોત થયા હતા

ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે, ગલવાન ઘાટીમાં ચીની સેનાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અને અનેક જવાનોના મોત થયા હતા

  • Share this:
બીજિંગઃ પૂર્વ લદાખ (Ladakh)માં છેલ્લા અનેક મહિનાઓથી ભારત (India) અને ચીન (China)ની વચ્ચે સરહદ વિવાદ (border dispute) ચાલી રહ્યો છે. 15 જૂનની રાત્રે ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા હિંસક ઘર્ષદ બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમ પર પહોંચી ગયો છે. બંને દેશોની વચ્ચે ચાલી રહેલા ઘર્ષણની વચ્ચે પહેલીવાર ચીને સ્વીકાર્યું છે કે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણમાં તેના સૈનિકોનાં પણ મોત થયા હતા. આ પહેલા ચીન હંમેશાથી આ વાતને નકારતું રહ્યું છે. ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સ (Global Times)એ આ વાતની જાણકારી આપી છે કે ગલવાન ઘાટીમાં ચીનની સેનાને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું અને અનેક જવાનોના મોત થયા હતા.

ગ્લોબલ ટાઇમ્સના એડિટર ઇન ચીફ હૂ ઝિજિને રક્ષા મંત્રી રાજનાથ સિંહના એક નિવેદનને ટ્વિટ કરીને લખ્યું કે, જ્યાં સુધી મારી પાસે જાણકારી છે ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણમાં ચીની સૈનિકોના મોતનો આંકડો ભારતના 20 જવાનોથી ઓછો હતો. આટલું જ નહીં ભારતે કોઈ પણ ચીની સૈનિકને બંધક નહોતો બનાવ્યો પરંતુ ચીને ભારતના સૈનિકોને બંધક બનાવી લીધા હતા. ગ્લોબલ ટાઇમ્સ ચીનની પીપલ્ડ ડેઇલીનું અંગ્રેજી અખબાર છે જે ચીનની સત્તાધારી પાર્ટી ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું જ પબ્લિકેશન છે.

આ પણ વાંચો, વિદેશ સચિવથી લઈને નીતિ આયોગના CEO સુધીની જાસૂસી કરી રહ્યું છે ચીન

નોંધનીય છે કે, ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદ પર પોતાની વાત રજૂ કરી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત તમામ નિયમો અને સમજૂતીનું ધ્યાન રાખીને સરહદની સુરક્ષા કરી રહ્યું છે પરંતુ ચીન તફરથી વારંવાર સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો, આ છે WhatsAppની 5 શાનદાર ટિપ્સ અને ટ્રિક! જણો કેવી રીતે કરશો તેનો યૂઝ
ગલવાન ઘાટીના હિંસક ઘર્ષણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા : રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજ્યસભામાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર જવાબ આપતાં કહ્યું કે લદાખમાં સ્થિતિ ગંભીર છે પરંતુ ભારતીય સેના દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. બીજી તરફ, ગલવાન ઘાટીના ઘર્ષણ પર તેઓએ કહ્યું કે ચીનના કૃત્યના કારણે ભારતના 20 જવાન શહીદ થયા હતા, પરંતુ તે જવાનોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો.
Published by: Mrunal Bhojak
First published: September 18, 2020, 10:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading