નવી દિલ્હીઃ લદાખ (Ladakh)માં પેન્ગોગ સો લેક (Pangong Tso Lake)ના દક્ષિણ કિનારા પર બનેલી તાજેતરની ઘટના પર ભારતીય સેના (Indian Army)એ નિવેદન જાહેર કર્યું છે. ચીન (China)ના દાવાને સમગ્રપણે ફગાવતાં ભારતે કહ્યું કે PLAના જવાનોએ ઉશ્કેરીજનક કાર્યવાહી કરી. ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે લાઇન ઓફ એક્ચૂઅલ કન્ટ્રોલ (LAC) પાર નથી કરી અને ન તો ફાયરિંગ કર્યું. ભારતીય સેનાએ કહ્યું કે ચીનની PLA વાતચીત ચાલુ હોવા છતાંય સમજૂતીનું ઉલ્લંઘન કરી રહી છે.
બીજિંગ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર ભારતીય સેનાએ કહ્યું કે, કોઈ પણ સ્તર પર ભારતીય સેનાએ એલએસી પાર નથી કરી અને ફાયરિંગ સહિત કોઈ પણ આક્રમકતા નથી દર્શાવી. ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મી સૈન્ય અને ડિપ્લોમેટિક વાતચીત સમજૂતીનું ઉલ્લંઘન કરી રહી છે અને આક્રમક યુદ્ધઅભ્યાસ કરી રહી છે.
In the instant case on 07 September, it was China's PLA troops who were attempting to close-in with one of our forward positions along the LAC & when dissuaded by own troops, PLA troops fired a few rounds in the air in an attempt to intimidate own troops: Indian Army https://t.co/OtW4YgPKwJ
ભારતીય સેનાના નિવેદન મુજબ, 7 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ અમારી એક ફોરવર્ડ પોઝિશનની પાસે આવવાનો પ્રયાસ કર્યો. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોક્યા તો ચીની સૈનિકોએ હવામાં કેટલાક રાઉન્ડ ફાયર કર્યું જેથી ભારતીય સૈનિકો પર દબાણ ઊભું કરી શકે. તેમના ઉશ્કેરીજનક પ્રયાસ બાદ પણ ભારતીય સૈનિકોએ સંયમ રાખ્યો અને મેચ્યોર રીતે વર્તન કર્યું. ભારતીય સેના મુજબ, ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ તરફથી જાહેર નિવેદન તેમના લોકો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકોને મિસલીડ કરવા માટે છે.
આ પહેલા, ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ચીની રક્ષા મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલી તરફથી એલએસી પર હાલની સ્થિતિને લઈ નિેવેદન આપવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ.
1975માં ચીને અરૂણાચલ પ્રદેશમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ પાર્ટી પર ઘાત લગાવીને હુમલો કર્યો હતો. ત્યારે એલએસી પર છેલ્લીવાર ફાયરિંગ થયું હતું. એલએસી પર ભારત અને ચીની સેનાઓની વચ્ચે ફાયરિંગ આ પહેલા 1967માં સિક્કિમમાં થયું હતું. આ દરમિયાન ભારતીય સેના ચીનનો સામનો કરવો તૈયારી કરી રહી છે. તણાવ દરમિયાન હવે ભારતીય સેના તે હુમલો કરનારા વાહનોને અપગ્રેડ કરવામાં લાગી છે, જે રાત્રે કામ નથી કરી શકતા. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, સેના તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના માટે સેનાએ દેશી કંપનીઓ પાસેથી એક ડેમો માંગ્યો છે, સાથોસાથ જે પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે તેની સાથે વાત આગળ વધારી શકાય છે. તે મુજબ BMP-2/2K ઇન્ફેંટરી કોમ્બેટ વ્હીકલને અપડેટ કરવાના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર