નવી દિલ્હીઃ લદાખ (Ladakh Border)માં ચીનની સાથે સરહદ પર તણાવની સ્થિતિ ઊભી થયેલી છે. ચીને સોમવાર મોડી રાત્રે વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) પર પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સરહદ તરફથી ફાયરિંગનો આરોપ લગાવ્યો છે, જેને ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધો છે. ભારતીય સેના (Indian Army)ના નિવેદન બાદ હવે વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)એ પણ ચીનના LAC પર ફાયરિંગના આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ગ્લોબલ ટાઇમ્સની સાથોસાથ ચીની મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટ્સ જોયા. તેમાં NSA અજિત ડોભાલ (Ajit Doval)ને લઈને પણ કેટલીક કોમેન્ટ્સ કરવામાં આવી છે. આ રિપોર્સ્અ બિલકુલ નકલી અને ખોટા છે. તેનો કોઈ આધાર નથી. અમે મીડિયાને આવા પ્રકારના રિપોર્ટિંગથી દૂર રહેવાનો આગ્રહ કરીએ છીએ.
આ છે ચીનનું જૂઠાણું
ચીની સેનાના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા મુજબ, ભારતીય સૈનિકોએ 7 સપ્ટેમ્બરે પેગોન્ગ સો લેકના દક્ષિણ કિનારા પર એલએસીને પાર કરી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ એલએસી પાર કર્યા બાદ હવાઈ ફાયર પણ કર્યું. ચીનનો આરોપ છે કે ભારતીય સેનાએ શેનપાઓ વિસ્તારમાં એલએસી પાર કર્યું અને જ્યારે ચીનની પેટ્રોલિંગ પાર્ટી ભારતીય જવાનો સાથે વાતચીત કરવા માટે આગળ વધી તો તેઓએ જવાબમાં વોર્નિંગ શૉટ કર્યા એટલે કે હવામાં ગોળી ચલાવી.
7 સપ્ટેમ્બરની રાત્રે શું થયું હતું?
ભારતીય સેનાએ મંગળવારે ઓફિશિયલ નિવેદન આપતાં ચીનની પોલ ખોલી દીધી. ભારતીય સેનાના નિવેદન મુજબ, 7 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ અમારી એક ફોરવર્ડ પોઝિશનની પાસે આવવાનો પ્રયાસ કર્યો. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોક્યા તો ચીની સૈનિકોએ હવામાં કેટલાક રાઉન્ડ ફાયર કર્યું જેથી ભારતીય સૈનિકો પર દબાણ ઊભું કરી શકે. તેમના ઉશ્કેરીજનક પ્રયાસ બાદ પણ ભારતીય સૈનિકોએ સંયમ રાખ્યો અને મેચ્યોર રીતે વર્તન કર્યું. ભારતીય સેના મુજબ, ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ તરફથી જાહેર નિવેદન તેમના લોકો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકોને મિસલીડ કરવા માટે છે.
બીજિંગ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર ભારતીય સેનાએ કહ્યું કે, કોઈ પણ સ્તર પર ભારતીય સેનાએ એલએસી પાર નથી કરી અને ફાયરિંગ સહિત કોઈ પણ આક્રમકતા નથી દર્શાવી. ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મી સૈન્ય અને ડિપ્લોમેટિક વાતચીત સમજૂતીનું ઉલ્લંઘન કરી રહી છે અને આક્રમક યુદ્ધઅભ્યાસ કરી રહી છે.
CNNના રિપોર્ટ મુજબ, ભારત-ચીનની વચ્ચે લદાખ સ્થિત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સેનાની પકડ મજબૂત બનતા ચીન બેચેન બની ગયું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી 29-30 ઓગસ્ટની રાત્રે લેક સ્પાંગૂરની પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી હતી, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ વિસ્તારની ઊંચી ચોટીઓ પર ફરી કબજો જમાવી દીધો, જેના અહેવાલ બીજિંગ પહોંચ્યા તો હોબાળો થઈ ગયો. હવે આ મામલામાં ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ ચીની સેના અને અધિકારીઓથી ખૂબ નારાજ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર