બીજિંગઃ ભારત-ચીનના સૈનિકો વચ્ચે 15 જૂને થયેલા હિંસક સંઘર્ષ (India-China Standoff)માં 20 ભારતીય સૈનિક (Indian Army) શહીદ થયા હતા જ્યારે 43 ચીની સૈનિક (PLA) પણ હતાહત થયા હતા. હવે ચીની મીડિયાએ દાવો કર્યો છે કે ભારતીય સૈનિકો સાથે ઘર્ષણ માટે ચીની સેનાને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઘર્ષણ પહેલા ચીની સેનાની ટ્રેનિંગ માટે બીજિંગથી માર્શલ આર્ટિસ્ટ અને એક્સપર્ટ માઉન્ટેન ક્લાઇમ્બર મોકલવામાં આવ્યા હતા. તેમાં તિબેટના એક માર્શલ આર્ટ ક્લબના ફાઇટર પણ સામેલ હતા. જોકે, ચીની મીડિયાનો દાવો છે કે ચીની સૈનિકોની ફિટ રાખવા માટે આવું કરવામાં આવ્યું હતું.
અલ ઝઝીરામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, ચીનના સરકારી અખબાર ચાઇના નેશનલ ડિફેન્સ ન્યૂઝના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સેનાનું ચીનની જે ટુકડી સાથે ઘર્ષણ થયું તેમને થોડાક દિવસ પહેલા તિબેટમાં માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી હતી. તે મુજબ તિબેટની રાજધાની લ્હાસામાં ચીને પાંચ મિલિશિયા ડિવીઝનને તૈનાત કરી હતી જેમાં માઉન્ટ એવરેસ્ટ ટોર્ચ રિસે ટીમના પૂર્વ સભ્ય અને માર્શલ આર્ટ ક્લબના ફાઇટર પણ સામેલ હતા. આ તમામને પહાડો પર ખૂબ વિકટ પરિસ્થિતિઓમાં લડવા અને જીવતા રહેવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ પણ વાંચો, ‘મન કી બાત’માં PM મોદીએ સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરી ચીનને નામ લીધા વગર કહ્યું ‘દુષ્ટ’
નોંધનીય છે કે, ચીનનું મિલિશિયા ડિવીઝન ઓફિશિયલ આર્મી નથી, તે અર્ધસૈનિક દળોની જેમ સેનાની મદદ માટે હોય છે. ચીની મીડિયાના અખબારોમાં એ ટ્રેનિંગથી જોડાયેલી કેટલીક જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત લ્હાસમાં અસંખ્ય સૈનિકોને CCTV ફુટેજ દર્શાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો, LAC પર ઘર્ષણની તૈયારી! ચીનના સૈનિક હવે માર્શલ આર્ટની ટ્રેનિંગ લેશે, લદાખ મોકલ્યા 20 ટ્રેનર
તિબેટ કમાન્ડર વાંગ હાઈજિયાંગે જણાવ્યું કે ફાઇટ ક્લબ સાથે જોડાવાથી સૈનિકોની તાકાત અને તાત્કાલિક જવાબ આપવાની ક્ષમતા વધશે. નોંધનીય છે કે, તિબેટ બોર્ડર પર ચીની સેના સતત યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે જેને ભારતીય સેના માટે એક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:June 29, 2020, 09:24 am