ગલવાન નદી પર ડેમ બનાવી રહ્યું છે ચીન, સંઘર્ષ પર કહ્યું- ભારતીય સેનાએ ઉશ્કેર્યા

News18 Gujarati
Updated: June 19, 2020, 8:43 AM IST
ગલવાન નદી પર ડેમ બનાવી રહ્યું છે ચીન, સંઘર્ષ પર કહ્યું- ભારતીય સેનાએ ઉશ્કેર્યા
શી જિનપિંગ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

ચીને માંગ કરી કે ભારત સમગ્ર મામલાની તપાસ કરે અને જે લોકો જવાબદાર છે તેમને સજા આપે

  • Share this:
બીજિંગઃ ભારતીય સૈનિકો (India Army) પર 15 જૂને લોખંડના સળિયા અને કાંટાવાળા તાર લાગેલા ડંડાથી ક્રૂર હુમલો કરવા સંબંધી સવાલો પર ચીન (China)એ ભારતીય સેનાને દોષી ગણાવી દીધું છે. ચીને હિંસક સંઘર્ષ વિશેના સવાલોના જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો છે ઉપરાંત ગલવાન નદી (Galwan River) પર બનાવવામાં આવી રહેલા ડેમ સાથે જોડાયેલા એક સવાલને પણ ટાળી દીધો છે. બીજી તરફ ચીને એવું પણ કહ્યું છે કે ભારતની સાથે સૈન્ય અને વ્યૂહાત્મક સ્તરે વાતચીત ચાલુ છે, અમે કોઈ પણ પ્રકારથી મામલાને ઉકેલવામાં સક્ષમ છીએ.

ગુરુવારે ચીની વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સમાચાર એજન્સી રોયટર્સે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાન સાથે ભારતીય સેનાના એક કર્નલ અને અન્ય સૈનિકો પર ચીનના સૈનિકો દ્વારા ખીલા લાગેલા લોખંડના રૉડથી હુમલો કરવા સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો. આ સવાલના જવાબમાં ઝાઓએ કહ્યું કે, આ મામલામાં શું સાચું છે અને શું ખોટું તેમાં કોઈ મૂંઝવણ નથી. જવાબદાર ચીન નથી. અમે તેની પર સ્પષ્ટ જણાવી દીધું છે કે મામલો કેવી રીતે શરૂ થયો. સોમવારની રાત્રે સરહદ પર તૈનાત ભારતના સુરક્ષા દળોએ બંને દેશોમાં કમાન્ડર સ્તર પર થયેલી વાતચીત બાદ સધાયેલી સહમતિને તોડી દીધી. ભારતીય સૈનિક LAC પાર કરી ગયા અને ચીનના સૈનિકોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ સામસામે સંઘર્ષ થયો અને તેમાં હતાહત થયા. ચીનની માંગ છે કે ભારત સમગ્ર મામલાની તપાસ કરે અને જે જવાબદાર છે તેમને સજા આપે.

આ પણ વાંચો, ભારત-ચીન સંઘર્ષઃ ભારતીય સેનાએ કહ્યું- તમામ 76 ઘાયલ જવાન ખતરાથી બહાર, કોઈ સૈનિક ગુમ નથી

ગલવાન નદી પરના ડેમ અંગે પણ જવાબ ન આપ્યો

ઝાઓને 16 જૂને સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીરો વિશે પણ પૂછવામાં આવ્યું જેમાં ચીન ગલવાન નદી પર ડેમ બાંધીને તેના પાણીના પ્રવાહને રોકતું દેખાઈ રહ્યું છે અને સાથોસાથ એવું પૂછવામાં આવ્યું કે શું તેને ભારતની સાથે કોઈ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે? તેની પર ઝાઓએ કહ્યું કે, તમે જે વાતોનો ઉલ્લેખ કર્યો છે તેના વિશે મારી પાસે જાણકારી નથી. ઝાઓએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યીની વચ્ચે બુધવારે ટેલીફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે, વાતચીત દરમિયાન બંને પક્ષ સંઘર્ષથી ઊભી થયેલી ગંભીર સ્થિતિથી ન્યાયપૂર્ણ રીતે ઉકેલવા તૈયાર થયા અને કમાન્ડર સ્તરની બેઠકમાં સધાયેલી સહમતિ પર સંયુક્ત રીતે તૈયાર થયા છે કે વહેલી તકે તણાવ ઓછો કરવામાં આવે.
ભારતે આપ્યો જવાબ

ભારતે ગલવાન ઘાટી પર સંપ્રભુતાના ચીનના દાવાને ફગાવતાં કહ્યું કે આ પ્રકારના વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવેલા દાવો 6 જૂને ઉચ્ચસ્તરીય સૈન્ય મંત્રણામાં સધાયેલી સહમતિથી વિપરીત છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના દાવા પર જોરદાર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ચીન અને ભારતની સેનાઓ વચ્ચે 6 જૂને લેફ્ટનન્ટ જનરલ સ્તરની મંત્રણામાં ગતિરોધ સ્થળથી હટાવા અંગે થયેઇસ સમજૂતીનો ઉલ્લેખ કર્યો. તેઓએ ગુરુવારે નવી દિલ્હીમાં એક નિવેદનમાં કહ્યું કે, વધારી-ચઢાવીને કરવામાં આવેલા તર્કહીન દાવો આ સહમતિના વિરોધાભાસી છે.

આ પણ વાંચો, ગલવાન સંઘર્ષ પર કેપ્ટન અમરિંદરે પૂછ્યું, જ્યારે કર્નલ પર હુમલો થયો તો જવાનોએ ફાયરિંગ કેમ ન કર્યું?

આ પણ વાંચો, ગલવાનમાં હિંસક સંઘર્ષ બાદ શું છે સ્થિતિ? હવે આગળ શું થશે? જાણો દરેક સવાલના જવાબ
First published: June 19, 2020, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading