અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓનો દાવોઃ હિંસક સંઘર્ષમાં ચીનના 35 સૈનિક હતાહત થયા

News18 Gujarati
Updated: June 17, 2020, 10:52 AM IST
અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓનો દાવોઃ હિંસક સંઘર્ષમાં ચીનના 35 સૈનિક હતાહત થયા
‘જિનપિંગ સરકાર પોતાની જનતા સામે શરમમાં ન મૂકાય એટલા માટે નુકસાનનો આંકડો જાહેર નથી કરતી’

‘જિનપિંગ સરકાર પોતાની જનતા સામે શરમમાં ન મૂકાય એટલા માટે નુકસાનનો આંકડો જાહેર નથી કરતી’

  • Share this:
વોશિંગટનઃ લદાખ (Ladakh)ની ગલવાન વેલી (Galwan Valley)માં ચીન અને ભારતના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક (India-China Rift) ઘર્ષણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા છે. જોકે, ચીન તરફથી નુકસાનની અધિકૃત પુષ્ટિ નથી કરવામાં આવી. ભારતીય એજન્સીઓ મુજબ ચીનના 43 સૈનિક માર્યા ગયા છે, જ્યારે અમેરિકાની ઇન્ટેલિજન્સીઓ પણ એ વાતનો દાવો કરી રહ્યા છે કે ચીનના લગભગ 35થી વધુ સૈનિકો આ સંઘર્ષમાં હતાહત થયા છે.

US Newsમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, અમેરિકા આ સમગ્ર સ્થિતિ પર ઘણી ગંભીરતાથી નજર રાખી રહ્યું છે. ભલે ચીને તેના નુકસાનની કોઈ અધિકૃત પુષ્ટિ નથી કરી પરંતુ અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પણ માન્યું છે કે ચીનનું ભારતથી વધુ નુકસાન થયું છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓ મુજબ આ સંઘર્ષમાં ચીનના ઓછામાં ઓછા 35 સૈનિક હતાહત થયા છે. તેમાં ચીની સેનાના એક સીનિયર અધિકારી પણ સામેલ છે. સૂત્રો મુજબ, સોમવાર મોડી સાંજે બંને દેશોની સેનાઓની ટુકડીઓ ગલવાન વેલીમાં સામ-સામે આવી ગઈ હતી. આ હિંસા બાદ વેલીમાં જ બંને સેનાઓની બેઠક થઈ છે, જેમાં શાંતિ કાયમ રાખવા પર સહમતિ સધાઈ છે. આ બેઠક બાદ બંને દેશોની સેનાઓ પાછળ હટી ગઈ છે.

આ પણ વાંચો, ચીની સેનાની ક્રૂર ટુકડીએ કેવી રીતે ભારતીય જવાનો પર કર્યો હુમલો? ગલવાનના સૈનિકોએ જણાવી સમગ્ર ઘટના

ચાકૂથી લડાઈ થઈ, સૈનિકો ખીણમાં લપસી પડ્યા

અમેરિકાના સૂત્રો મુજબ, બંને દેશોના સૈનિકો હથિયાર વગર હિંસક સંઘર્ષમાં સામેલ થયા. આ દરમિયાન સૈનિકોએ એક-બીજા પર ચાકૂ અને લોખંડના રૉડ અને અન્ય ચીજોથી હુમલો કર્યો. આ સંઘર્ષ દરમિયાન બંને પક્ષના અનેક સૈનિકો લપસીને ખીણમાં પડી ગયા અને તેમના મોત થયા. અમેરિકન એજન્સીઓ મુજબ, જિનપિંગ સરકાર આ નુકસાનને એટલા માટે નથી જણાવતું કારણ કે તે પોતાના દેશની જનતા સામે શરમમાં નથી મૂકાવા માંગતું. કોરોના સંક્રમણ બાદ પહેલાથી જ રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો છે.
અમેરિકા મુજબ, ચીન છેલ્લા થોડાક સમયથી અક્સાઇ ચીન અને લદાખના વિસ્તારોમાં ઘણું આક્રમક થઈ ગયું છે. કોરોના સંક્રમણનો ફાયદો ઉઠાવીને ચીન સતત વિયતનામ, હૉંગકૉંગ અને ભારતીય સરહદ પર દબાણ વધારવાનું કામ કરી રહ્યું છે. ભારત અને અમેરિકાની વધતી નિકટતાથી પણ ચીન ઘણું પરેશાન છે અને તેથી તે આ પ્રકારના પગલાં ભરીને ભારત પર દબાણ ઊભું કરવા માંગે છે.

આ પણ વાંચો, ગ્લોબલ ટાઇમ્સે એડિટોરિયલમાં લખ્યું, ભારતની બે ગેરસમજના કારણે સરહદ પર આવી સ્થિતિ ઊભી થઈ

આ પણ વાંચો, ભારત-ચીન હિંસક ઘર્ષણ પર અમેરિકાની નજર, કહ્યું- ‘શાંતિપૂર્ણ સમાધાનને સમર્થન’
First published: June 17, 2020, 10:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading