Home /News /national-international /

તિબેટીયન સરકારના કાર્યક્રમમાં સામેલ થયા ભારતીય સાંસદો, ચીનના પેટમાં રેડાયું તેલ

તિબેટીયન સરકારના કાર્યક્રમમાં સામેલ થયા ભારતીય સાંસદો, ચીનના પેટમાં રેડાયું તેલ

તિબત ઇવેન્ટમાં ભારતનાં છ સાંસદ આવતાં વિવાદ

Indian MPs in Tibet Event: ચીની દૂતાવાસે એક પત્ર દ્વારા ભારતને "તિબેટના સ્વતંત્ર દળોને સમર્થન" કરવાથી દૂર રહેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીન (China) ગત સપ્તાહમાં તિબેટની ઇન-એક્સાલ સરકાર દ્વારા દિલ્હીમાં આયોજીત કાર્યક્રમમાં સર્વપક્ષીય સંસદીય મંચે ભાગ લીધો હતો. જેમાં ચીને અદેખાઇ જતાવી લખેલા પત્રને નવી દિલ્હીએ ગેર-રાજકિય કહ્યો છે.

વધુ જુઓ ...
  તિબેટની પાર્લામેન્ટ-ઈન-એક્સાઈલવ (Tibetan Parliament-in-exile) દ્વારા આયોજિત ડિનરમાં ભારતીય રાજકીય (Indian MPs in Tibet Event) હસ્તીઓ સામેલ થતા ડ્રેગનના પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને આ વાત પર વાંધો ઉઠાવ્યો હતો. ચીની દૂતાવાસે એક પત્ર દ્વારા ભારતને "તિબેટના સ્વતંત્ર દળોને સમર્થન" કરવાથી દૂર રહેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીન (China) ગત સપ્તાહમાં તિબેટની ઇન-એક્સાલ સરકાર દ્વારા દિલ્હીમાં આયોજીત કાર્યક્રમમાં સર્વપક્ષીય સંસદીય મંચે ભાગ લીધો હતો. જેમાં ચીને અદેખાઇ જતાવી લખેલા પત્રને નવી દિલ્હીએ ગેર-રાજકિય કહ્યો છે.

  ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પત્રમાં ચીનના સલાહકાર ઝોઉ યોંગશેંગે લખ્યું છે કે, 'મેં નોંધ્યું છે કે તમે 'ઓલ-પાર્ટી ઈન્ડિયન પાર્લામેન્ટરી ફોરમ ફોર તિબેટ' દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ' તિબેટીયન પાર્લામેન્ટ-ઈન-એક્સાઈલ'ના કેટલાક સભ્યો સાથે ચર્ચા કરી. હું આ અંગે મારી ચિંતા વ્યક્ત કરવા માંગુ છું.’

  આ પણ વાંચો: ડોક્ટરો કેવી રીતે કરી રહ્યા છે Omicron કોરોના વેરિએન્ટની સારવાર

  તિબેટ પર પોતાનો દાવો કરે છે ચીન

  તેમણે પત્રમાં લખ્યું, 'જેમ કે બધા જાણે છે કે 'તિબેટિયન પાર્લામેન્ટ-ઈન-એક્સાઈલ' એક અલગતાવાદી રાજકીય જૂથ અને એક ગેરકાયદેસર સંગઠન છે, જે ચીનના બંધારણ અને કાયદાનું ઉલ્લંઘન કરે છે. વિશ્વના કોઈપણ દેશે તેને માન્યતા આપી નથી. તિબેટ પ્રાચીન સમયથી ચીનનો અભિન્ન અંગ છે અને તિબેટ સંબંધિત બાબતો સંપૂર્ણપણે ચીનની આંતરિક બાબતો છે, જેમાં કોઈ વિદેશી હસ્તક્ષેપની મંજૂરી નથી.  સાંસદોને ચેતવણી આપતા ઝોઉએ લખ્યું કે, “તમે એક વરિષ્ઠ નેતા છો જે ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં સારી રીતે વાકેફ છે." એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તમે આ મુદ્દાની સંવેદનશીલતાને સમજશો અને 'સ્વતંત્ર તિબેટીયન' દળોને સમર્થન આપવાનું ટાળશો અને ચીન-ભારત દ્વિપક્ષીય સંબંધોમાં યોગદાન આપશો.”

  OPINION: દેશમાં એક તરફ covid-19 વધતા કેસ અને બીજી તરફ 5 રાજ્યોમાં ચૂંટણી, શું કરશે EC?

  6 ભારતીય સાંસદોએ લીધો હતો ભાગ

  અહેવાલો અનુસાર, 22 ડિસેમ્બરે દિલ્હી સ્થિત એક હોટલમાં આયોજીત કાર્યક્રમમાં ઓછામાં ઓછા 6 ભારતીય સાંસદો સામેલ થયા હતા. તેમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેનકા ગાંધી અને કેસી રામમૂર્તિ, કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ અને મનીષ તિવારી અને બીજેડીના સુજીત કુમારનો સમાવેશ થાય છે. નિર્વાસિત તિબેટ સરકારના પ્રવક્તા ખેન્પો સોનમ તેનફેલ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

  BJD સાંસદે આપ્યો જડબાતોડ જવાબ

  એક અહેવાલ અનુસાર બીજેડી સાંસદ સુજીત કુમારે ચીનની આ હરકત અંગે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતની સંસદના સભ્યને પત્ર લખનાર ચીની એમ્બેસીમાં રાજકીય સલાહકાર કોણ છે? તમે ભારતીય સંસદસભ્યોને પત્રો લખવાની હિંમત કેવી રીતે કરી? જો કંઈ હોય તો તમે સત્તાવાર ચેનલો દ્વારા તમારો વિરોધ નોંધાવી શક્યા હોત. મને લાગે છે કે વિદેશ મંત્રાલયે આ અંગે કંઈક કરવું જોઈએ.

  સરકારે નેતાઓને સામેલ થવા કરી હતી મનાઈ

  ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે 'વરિષ્ઠ નેતાઓ' અને 'સરકારી અધિકારીઓ'ને ભારતમાં તિબેટિયનો દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી હતી. આ માટે સરકારે દ્વિપક્ષીય સંબંધોને ટાંકીને આ વાત કહી હતી. સરકારના આ નિર્ણયના લગભગ ચાર વર્ષ બાદ ચીન તરફથી આવો પત્ર મળ્યો છે.

  ઉલ્લેખનીય છેકે, 60 વર્ષ પહેલા દલાઇ લામાની સાથે 80 હજાર તિબેટીયન નાગરિકો લ્હાસા છોડીને ભારત આવ્યા હતા. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં તિબેટીયન નિર્વાસિત સરકાર છે. હાલ લગભગ 1 લાખ 40 હજાર તિબેટીયન ત્યાં રહે છે. તો 1 લાખથી વધુ નાગરિકો ભારતના વિવિધ ભાગો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: India-China News, National news

  આગામી સમાચાર