ટ્રમ્પની ધમકી: ભારત-ચીનને હવે WTOથી નહીં આપવામાં આવે ફાયદો

News18 Gujarati
Updated: August 14, 2019, 10:47 PM IST
ટ્રમ્પની ધમકી: ભારત-ચીનને હવે WTOથી નહીં આપવામાં આવે ફાયદો
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, એશિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ નથી રહી અને હવે તે વિશ્વ વ્યાપાર સંગઠનનો ફાયદો ન ઉઠાવી શકે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, એશિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ નથી રહી અને હવે તે વિશ્વ વ્યાપાર સંગઠનનો ફાયદો ન ઉઠાવી શકે.

  • Share this:
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ભારત અને ચીનને ચેતવણી આપતા કહ્યું છે કે, ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ નથી અને અમે તેમને WTOનો ફાયદો નહીં ઉઠાવવા દઈએ. ટ્રમ્પે કહ્યું કે, આ બંને દેશ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મદદથી લાભ કમાઈ રહ્યા છે.

અમેરિકા ફર્સ્ટ પોલિસી પર તેજીથી કામ કરી રહેલા ટ્રમ્પ અમેરિકન સામાનો પર ભારત દ્વારા લગાવવામાં આવેલા ઊંચા ટેરિફને લઈ કેટલીએ વખત ટીકા કરી ચુક્યા છે. એટલુ જ નહીં તે ભારતને ટેરિફ કિંગ બતાવી ચુક્યા છે. ચીની સામાનો પર અમેરિકાએ દંડાત્મક શુલ્ક લગાવ્યા બાદ ચીને પણ તેના પર જવાબી કાર્યવાહી કરતા શુલ્કમાં વધારો કરી દીધો. ત્યારબાદથી બંને દેશો વચ્ચે ટ્રેડ વોર ચાલુ છે.

ટ્રમ્પે WTO પાસે માંગી હતી જાણકારી

આ પહેલા જુલાઈમાં, ટ્રમ્પે વિશ્વ વ્યાપાર સંગઠનને એ બતાવવા કહ્યું હતું કે, તે વિકાસશીલ દેશોની સ્થિતિને કેવી રીતે નિર્ધારિત કરે છે. ટ્રમ્પે આ પગલુ સ્પષ્ટ રીતે ભારત, ચીન અને તુર્કી જેવા દેશો માટે ઉઠાવ્યું છે. કેમ કે, તેમનું માનવું છે કે, આ દેશો પ્રતિ ઉદાર નીતિ અપનાવવામાં આવી રહી છે.

ટ્રમ્પે એક જ્ઞાપનમાં અમેરિકી વ્યાપાર પ્રતિનિધીને ઉન્નત અર્થવ્યવસ્થાવાળા દેશોને WTOનો ખોટો ઉપયોગ કરવા પર દંડાત્મક કાર્યવાહી શરૂ કરવાનો અધિકાર આપ્યો હતો.

ભારત-ચીનના કારણે અમેરિકાને નુકશાન
Loading...

પેંસિલવેનિયામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, એશિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ ભારત અને ચીન હવે વિકાસશીલ દેશ નથી રહી અને હવે તે વિશ્વ વ્યાપાર સંગઠનનો ફાયદો ન ઉઠાવી શકે. જોકે, તે ડબલ્યૂટીઓ પાસેથી વિકાસશીલ રાષ્ટ્રટેગનો લાભ ઉઠાવી રહ્યા છે, જેના કારણે અમેરિકાને નુકશાન થઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીન દર વર્ષોથી ફાયદો ઉઠાવી રહ્યા છે.

કહ્યું, સ્થિતિ ન સુધરી તો અમે બહાર થઈ જશુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો સ્થિતિ ન સુધરી તો, અમેરિકા વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી બહાર જતુ રહેશે. ટ્રમ્પે પેન્સિલવેલિયાના એક શેલ કેમિકલ પ્લાન્ટમાં ક્રમચારીઓને કહ્યું કે, જો આપણે છોડવુ પડશે તો છોડી દઈશુ. તેમણે કહ્યું કે, અમને ખબર છે કે, કેટલાએ વર્ષોથી તે અમને નુકશાન પહોંચાડી રહ્યા છે, આ હવે આગળ નહીં થાય.

ટ્રમ્પે પહેલા પણ કેટલીએ વખત ડબલ્યૂટીઓ પર અમેરિકાની સાથે અનુચિત વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે, અને તેમાંથી હટવાની ધમકી આપી છે. તેમણે કહ્યું કે, વોશિંગ્ટનને ડબલ્યૂટીઓના નિયમોને માનવાની જરૂરત નથી.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...