ભારત-ચીન વચ્ચેનો વિવાદ ઉકેલવા મનમોહન સિંહે બનાવેલું મિકેનિઝમ મહત્ત્વનું પુરવાર થશે

News18 Gujarati
Updated: May 27, 2020, 9:39 AM IST
ભારત-ચીન વચ્ચેનો વિવાદ ઉકેલવા મનમોહન સિંહે બનાવેલું મિકેનિઝમ મહત્ત્વનું પુરવાર થશે
સેનાના એક સીનિયર અધિકારી જણાવ્યું કે હાલથી સ્થિતિને ધ્યાનમાં રાખી LOCથી LACના જવાનોની શિફ્ટિંગ કરવામાં આવી છે. જે જરૂરી હતું. કમાન્ડ અને કોર્પોરેશન લેવલ પર કેટલીક ફોર્સને રિઝર્વ કરવામાં આવી છે. સ્થિતિને જોતા તેમને તૈનાત કરવામાં આવ્યા છે. આ સૈનિકોને રસ્તા અને હવાઇ માર્ગે પીપુલ્સ લિબરેશન આર્મી એટલે કે ચીની સેના પર થોડાક દબાવ બનાવવા માટે મોકલવામાં આવ્યા છે.

ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદોને ઉકેલવા માટે જાન્યુઆરી 2012માં WMCC સ્થાપિત કરવામાં આવી હતી

  • Share this:
લદાખઃ પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે Line of Actual Control-LACની આસપાસ ચીન (China) અને ભારતીય સેના (Indian Army) ની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. ભારતમાં પણ સ્થિતિનો સામનો કરવા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ હાઇલેવલ મોટિંગ બોલાવી. તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, સીડીએસ બિપિન રાવત અને ત્રણ સેના પ્રમુખ સામેલ થયા હતા. આ દરમિયાન જાણકારોનું માનવું છે કે આ સ્થિતિમાં ભારત અને ચીન બંનેને વર્કિંગ મિકેનિઝમ (WMCC) પર કામ કરવાની જરૂર છે, જેની શરૂઆત મનમોહન સિંહે વર્ષ 2012માં પોતાના કાર્યકાળ દરમિયાન કરી હતી. તેની પર બીજિંગમાં તત્કાલીન ભારતીય રાજદૂત એસ. જયશંકરે પણ સહી કરી હતી.

ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદોને ઉકેલવા માટે વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલેટશન એન્ડ કો-ઓર્ડીનેશન ઓન ઈન્ડિયા-ચાઇના બોર્ડર અફેર્સ (WMCC)ની જાન્યુઆરી 2012માં સ્થાપિત કરવામાં આવી હતી. તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન અને તેમના ચીની સમકક્ષ દાઈ બિંગુઓની વચ્ચે થયેલી સીમા મંત્રણા બાદ સહમતિ સધાઈ હતી. બંને દેશોના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓએ તેની જવાબદારી આપવામાં આવી હતી. હાલમાં આ જવાબદારી NSA અજીત ડોભાલની પાસે છે.

જોકે, વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) નવીન શ્રીવાસ્તવ ભારતીય પક્ષનું નેતૃત્વ કરે છે. ચીની પક્ષનું નેતૃત્વ હોંગકોંગ લિઆંગ, મહાનિદેશક (સીમા અને મહાસાગરીય મામલાઓનો વિભાગ) કરી રહ્યા છે. વર્ષ 2012 બાદથી આ અધિકારીઓ વચ્ચે માત્ર 14 મીટિંગ થઈ. છેલ્લી બેઠક ગયા વર્ષે જુલાઈમાં થઈ હતી.

છેલ્લી બેઠકમાં પ્રભાવી સીમા પ્રબંધન માટે બંને દેશોએ સીમા ક્ષેત્રોમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સંબંધમાં તેઓએ સરહદી ક્ષેત્રોમાં શાંતિ કાયમ રાખવા માટે WMCCના માળખા હેઠળ સૈનિકો અને ડિપ્લોમેટિક સ્તરે નિયમિત આદાન-પ્રદાન ઉપર પણ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો, LAC પર ચીનનો ખતરોઃ ભારતે સામે ભર્યા આ પગલાં, આજે યોજાશે અગત્યની સમીક્ષા બેઠક

હાલની સ્થિતિમાં સંયુકત સચિવ (પૂર્વ એશિયા) નવીન શ્રીવાસ્તવને ડિપ્લોમેટિક સ્તરે વાતચીતનું નેતૃત્વ કરવા માટે કહેવામાં આવી શકે છે, કારણ કે WMCCની આઇડિયોલોજી સ્પષ્ટ છે- સીમાની સ્થિતિ પર સમય પર સૂચના આપવી અને યોગ્ય રીતે સીમાની ઘટનાઓને સંભાળવી.ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનની વચ્ચે બોર્ડર પર તણાવની સ્થિતિ ઊભી થઈ છે. ચીન આર્મી (Chinese Army) દ્વારા લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર 2,000થી 2,500 સૈનિક તૈનાત કર્યા બાદ ભારતીય સેના (Indian Army) પણ ત્યાં પોતાના સૈનિકોની સંખ્યા વધારી રહી છે. મળતા રિપોર્ટ મુજબ, ભારતીય સેના આ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની ઉપસ્થિતિ વધારી રહી છે, જેથી પીપલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army) અન્ય ક્ષેત્રોમાં અતિક્રમણનો પ્રયાસ ન કરે. નોંધનીય છે કે, ડોકલામ વિવાદ (Doklam Issue) બાદ ભારત અને ચીનના સૈનિકો વચ્ચેનું આ સૌથી મોટું ફેસ-ઓફ હોઈ શકે છે.

આ પણ વાંચો, ડોકલામ વિવાદ બાદ ભારત અને ચીની આર્મી વચ્ચે સૌથી મોટું ઘર્ષણ થવાના અણસારઃ રિપોર્ટ
First published: May 27, 2020, 9:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading