India-China Faceoff: પેગોન્ગ લેક પાસેના ઘર્ષણ બાદ મોટા તણાવની આશંકા

પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર બંને દેશો તરફથી સૈન્યની તૈનાતી વધારી દેવામાં આવી

પેન્ગોગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર બંને દેશો તરફથી સૈન્યની તૈનાતી વધારી દેવામાં આવી

 • Share this:
  શ્રીનગર/લદાખઃ લદાખ (Ladakh)માં ભારત અને ચીનની વચ્ચે (India-China Rift) તણાવ ફરી વધી ગયો છે. ચીનના કાવતરાને નિષ્ફળ કરતાં ભારતીય સેના (Indian Army)એ પૈગાન્ગ લેકના દક્ષિણ હિસ્સામાં આવેલી એક મહત્વની ચોટી પર કબજો કરી લીધો. આ વ્યૂહાત્મક રીતે ઘણી અગત્યની માનવામાં આવે છે. અહીંથી ચીની સૈનિકો થોડાક મીટરના અંતરે છે. આ દરમિયાન ચીને સોમવાર સાંજે કહ્યું કે બંને દેશોની વચ્ચે સરહદ વિવાદને લઈ તણાવ વધવાનો ખતરો છે. ચીને ભારતના વલણને આક્રમક ગણાવ્યું છે. એવામાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈન્ય વૃદ્ધિની આશંકા વધી ગઈ છે. આ નિવેદનો બાદ પૈન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર બંને દેશો તરફથી સૈન્યની તૈનાતી વધારી દેવામાં આવી છે.

  ભારતીય સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ચીની સેનાની આ ઉશ્કેરનારી સૈન્ય કાર્યવાહી કરતાં પરસ્પર સહમતિનું ઉલ્લંઘન કર્યું. આ ઘટનાક્રમ બાદ પૂર્વ લદાખ ક્ષેત્રમાં ભારત અને ચીનની વચ્ચે LAC પર ફરી તણાવની સ્થિતિ ઊભી થઈ છે. મે મહિનાથી જ આ વિસ્તારમાં ચીનના નાપાક ઈરાદાના કારણે તણાવ વધી ગયો છે અને ત્યારથછી ત્રણ પોઇન્ટ્સ હોટ સ્પ્રિંગ્સ, ગલવાન વેલી અને પેન્ગોગ ત્સો, ઘર્ષણ અને કડક પેટ્રોલિંગના ક્ષેત્ર બની ગયા છે.

  આ પણ વાંચો, India-China Clash: લદાખના પૈંગોગ લેકની પાસે 29-30 ઓગસ્ટની રાત્રે શું થયું હતું?

  LAC પર ક્યાં જોવા મળી ચીની સૈનિકોની ગતિવિધિ?

  ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પેન્ગોગ ત્સોના ઉત્તર કિનારા ખાતે ભારતીય સેના માત્ર પેટ્રોલિંગ કરે છે. તેનાથી વિપરીત દક્ષિણ કિનારામાં LACની ખૂબ નજીક ભારતીય સૈનિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. ચીની સેના PLA ભારતીય તૈનાતી વિશે માહિતગાર છે. હાલ ચીન તરફથી કોઈ પણ ફેરફારનો પ્રયાસ નથી થયો. LAC ભારતીય ચોકીઓથી 8 કિમી પશ્ચિમમાં સ્થિત છે.

  આ પણ વાંચો, ખુશખબર! હવે માત્ર 399 રૂપિયામાં મળશે JioFiberના ફાયદા, 30 દિવસ સુધી Free Trial

  ભારત અને ચીનના તણાવનું શું આવશે પરિણામ?

  છેલ્લા થોડાક સમયમાં ભારતે ચીન પર સરહદ પર તણાવ ઊભો કરવા સહિત એવો આરોપ લગાવ્યો કે ચીન બોર્ડરના પાસે કુદરતી સંરચનાઓ સાથે ચેડા કરવાની સાથે જ અનેક પ્રકારના નિર્માણ કરી રહ્યું છે. આ ઉપરાંત, ચૂપચાપ બોર્ડરથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહી છે. રોઇટર્સના રિપોર્ટને માનીએ તો ગલવાન વેલીમાં થયેલા સંઘર્ષ પર અનેક રાઉન્ડની મંત્રણાઓ બાદ બીજા પોઇન્ટ્સ પર સૈનિકો વચ્ચે ઘર્ષણ ચાલુ છે.
  Published by:Mrunal Bhojak
  First published: