રક્ષા મંત્રી રાજનાથ સિંહની વિદેશ મંત્રી, CDS અને સેના પ્રમુખ નરવણે સાથે બેઠક ખતમ

News18 Gujarati
Updated: June 16, 2020, 8:23 PM IST
રક્ષા મંત્રી રાજનાથ સિંહની વિદેશ મંત્રી, CDS અને સેના પ્રમુખ નરવણે સાથે બેઠક ખતમ
ગલવાન ઘાટીમાં ગત રાત્રે ચીન અને ભારતની સેનાઓ વચ્ચે હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા

ગલવાન ઘાટીમાં ગત રાત્રે ચીન અને ભારતની સેનાઓ વચ્ચે હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા

  • Share this:
નવી દિલ્હી : ચીનની સરહદ પર ઉભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે સાંજે ફરી એક વાર મોટી બેઠક કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, સીડીએસ જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ એન નરવાણે પણ સામેલ હતા. આ પહેલા તેમણે દિવસમાં પણ એક બેઠક કરી હતી. જેમાં સીડીએસ સિવાય ત્રણે સેનાઓના પ્રમુખો સામેલ થયા હતા.

પૂર્વ લદાખમાં ભારત અને ચીનની વચ્ચે જબરજસ્ત તણાવનો માહોલ બન્યો છે. ગલવાન ઘાટીમાં ગત રાત્રે ચીન અને ભારતની સેનાઓ વચ્ચે હિંસક અથડામણમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે.

આ પણ વાંચો - ભારતીય સેનાના અધિકારી અને બે જવાન શહીદ, ગભરાયેલા ચીને કહ્યું, એકતરફી પગલાં ન ભરતાં

તમિલનાડુમાં મુખ્ય વિપક્ષી પાર્ટી દ્રુમક સહિત અલગ-અલગ રાજનીતિક દળોએ પૂર્વી લદાખમાં શહીદ થયેલા એક અધિકારી અને બે જવાનોને મંગળવારે શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારત અને ચીન (India-China Faceoff)ની વચ્ચે લદાખ સરહદ (Ladakh Border) પર બંને સેનાઓની વચ્ચે સોમવાર મોડી રાત્રે ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેનાના એક અધિકારી અને બે જવાન શહીદ થયા છે. સેના તરફથી જાહેર અધિકૃત નિવેદનમાં કહેવામાં આવ્યું છે હતું કે ગલવાન ઘાટીમાં ડિ-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગત રાત્રે બંને સેનાઓનો આમનો-સામનો થઈ ગયો, જેમાં આપણા જવાન શહીદ થયા. તેમાં ભારતીય સેનાના અધિકારી અને બે સૈનિક સામેલ છે. બંને પક્ષોના વરિષ્ઠ સૈનય અધિકારી હાલનો તણાવ ઓછો કરવા માટે બેઠક કરી રહ્યા છે.
First published: June 16, 2020, 7:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading