સીમા વિવાદ : વાતચીતથી નથી માની રહ્યું ચીન, હવે ભારતીય સેના આપશે આકરો જવાબ- રિપોર્ટ

સીમા વિવાદ : વાતચીતથી નથી માની રહ્યું ચીન, હવે ભારતીય સેના આપશે આકરો જવાબ- રિપોર્ટ
તસવીર : એપી

India China Standoff : લદાખની સીમા પર અનેક વિસ્તારો અંગે ચીન જીદ પર અડી ગયું છે. ભારતે ચીનના ખોટા દાવાઓને ફગાવી દીધા છે.

 • Share this:
  નવી દિલ્હી : પૂર્વ લદાખ (Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે હજુ પણ તણાવ (India-China Standoff) ખતમ નથી થયો. હવે કદાચ ભારત સરકારે પણ એવું માની લીધું છે કે આશરે બે મહિનાથી ચાલી રહેલો વિવાદ ઝડપથી ખતમ નહીં થાય. જોકે, બંને દેશ વચ્ચે રાજનીતિક અને સૈન્ય સ્તર પર વાતચીત ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે સરકારે આ મુદ્દાને સુલટાવવાની જવાબદારી સેના (Indian Army)ને સોંપી દીધી છે.

  સેનાને ખુલ્લી છૂટ  અંગ્રેજી વર્તમાનપત્ર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે સરકારના એક સીનિયર અધિકારીએ કહ્યુ કે, હાલત સામે લડવા માટે હાલ સેનાને સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે. જેના પગલે ચીન સાથે જોડાયેલી 3,488 કિલોમીટર સરહદ પર હથિયાર, ઉપકરણો અને સામાન ગોઠવી દેવામાં આવ્યાં છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે મોટા પ્રમાણમાં સૈન્યને સરહદ પર મોકલવામાં આવી રહ્યું છે, જેના કારણે ચીનને આકરો જવાબ આપી શકાય.

  આ પણ વાંચો : સતત 21માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો આજનો ભાવ

  વાતચીતનું કોઈ પરિણામ નહીં

  સીમા પર ચીન અનેક વિસ્તાર અંગે પોતાની જીદ પર અડી ગયું છે. ચીનના ખોટા દવાઓને ભારત સતત ફગાવી રહ્યું છે. આથી વાતચીતનું કોઈ પરિણામ નથી આવ્યું. જોકે, બંને દેશ વચ્ચે સૈન્ય અને રાજનીતિક સ્તરે હજુ પણ વાતચીત ચાલી રહી છે. ચીન સાથે બેઇજિંગ અને લદાખમાં અનેક વખત વાતચીત થઈ ચુકી છે. વાતચીતની પૂર્વ શરત એ છે કે ચીન પહેલાની સ્થિતિ કાયમ રાખે. ભારતનું કહેવું છે કે ચીન તરફથી આવું નહીં કરવામાં આવે ત્યાં સુધી એલએસી પર શાંતિ નહીં થઈ શકે.

  વીડિયો જુઓ : બનાસકાંઠામાં ડીપીમાં આગ

  રક્ષા મંત્રી અને સૈન્ય પ્રમુખની મુલાકાત

  આ દરમિયાન રશિયાથી પરત ફર્યા બાદ રક્ષા મંત્રી રાજનાથસિંહે સેના પ્રમુખ એમએમ નરવણે સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે લદાખની હાલની પરિસ્થિતિ પર વાતચીત થઈ હતી. આ ઉપરાંત આગળની રણનીતિ પર પણ ચર્ચા થઈ હતી. નરવણે આ જ અઠવાડિયે લદાખની મુલાકાતે ગયા હતા. તેમણે ત્યાંના અગ્રીમ વિસ્તારોની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ત્યાં સૈન્ય કમાન્ડરો સાથે વાતચીત કરી હતી.
  Published by:News18 Gujarati
  First published:June 27, 2020, 09:19 am

  ટૉપ ન્યૂઝ