આર્મી માટે 2018માં લેવામાં આવેલો સરકારનો નિર્ણય હવે ચીન માટે બનશે મુસીબત!

News18 Gujarati
Updated: June 22, 2020, 8:05 AM IST
આર્મી માટે 2018માં લેવામાં આવેલો સરકારનો નિર્ણય હવે ચીન માટે બનશે મુસીબત!
LAC પર તૈનાત સશસ્ત્ર દળોને ચીનના કોઈ પણ આક્રમક વર્તનનો જડબાતોડ જવાબ આપવાની પૂરી આઝાદી આપવામાં આવી

LAC પર તૈનાત સશસ્ત્ર દળોને ચીનના કોઈ પણ આક્રમક વર્તનનો જડબાતોડ જવાબ આપવાની પૂરી આઝાદી આપવામાં આવી

  • Share this:
નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley Face off)માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ (India-China Dispute) બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશની સેનાઓ ગલવાન ઘાટીમાં તૈનાત છે. રવિવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની ત્રણ સેનાના પ્રમુખો અને મુખ્ય રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવતની સાથે બેઠકમાં LAC પર તૈનાત સશસ્ત્ર દળોને ચીનના કોઈ પણ આક્રમક વર્તનનો જડબાતોડ જવાબ આપવાની પૂરી આઝાદી આપવામાં આવી છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર તરફથી વર્ષ 2018માં આર્મીને લઈ જે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો તે જ હવે ચીન માટે ઘાતક સાબિત થઈ શકે છે.

રક્ષા મંત્રાલયે વર્ષ 2018માં સશસ્ત્ર દળોને રાજસ્વ પ્રબંધનમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે આર્મી, નેવી અને એરફોર્સના પ્રમુખોને નાણાકીય નિર્ણય લેવાની શક્તિઓ વધારી હતી. આ નિર્ણય બાદ ત્રણેય સેનાના પ્રમુખો પોતાની હાલની નાણાકીય શક્તિથી પાંચ ગણી વધારે એટલે કે 500 કરોડ રૂપિયા સુધીના નિર્ણય લઈ શકે છે. ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા વિવાદ દરમિયાન હવે આર્મી પોતાના બજેટેનું પૂરી રીતે ઉપયોગ કરી રહ્યું છે.

આ પણ વાંચો, ભારતને મોટો આંચકો આપવાની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, લઈ શકે છે આ મોટો નિર્ણય

નોંધનીય છેકે, ત્રણેય સેનાની તાકાત વધારવા માટે 8 નવેમ્બર 2018ના રોજ તત્કાલીન રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણયને મંજૂરી આપી હતી. નિર્મલા સીતારમણે આ નિર્ણય સશસ્ત્ર દળો માટે હથિયાર અને યુદ્ધ સામગ્રી વધારવા માટે લેવામાં આવ્યો હતો, જેથી સેનાનું સંચાલન અને તૈયારીને વધુ ઝડપી કરી શકાય.

ચીનના કોઈ પણ આક્રમક વર્તનનો જડબાતોડ જવાબ આપશે સેનાસૂત્રોનું કહેવું છે કે ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતીય સૈનિક ઘર્ષણની સ્થિતિમાં હથિયારોનો ઉપયોગ ન કરવાની લાંબી સમયથી ચાલી આવીતી પરંપરાને માનવા માટે બાધ્ય નહીં રહે. સશસ્ત્ર દળોની ચીની સૈનિકોને કોઈ પણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સીમા પ્રબંધન પર 1996 અને 2005માં થયેલી સમજૂતી અનુરૂપ બંને દેશોની સેનાઓએ ઘર્ષણની સ્થિતિમાં હથિયારોનો ઉપયોગ ન કરવા માટે પરસ્પર નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો, ચીની સેનાને પાઠ ભણાવવા માટે ભારતીય સૈનિકોને મળી પૂરી છૂટઃ સૂત્ર
First published: June 22, 2020, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading