Home /News /national-international /

મનમોહન સિંહે સરકારને ચેતવ્યા, કહ્યું -'ભ્રામક પ્રચાર મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન બની શકે'

મનમોહન સિંહે સરકારને ચેતવ્યા, કહ્યું -'ભ્રામક પ્રચાર મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન બની શકે'

ડૉ. મનમોહન સિંહ

પૂર્વ પીએમ મનમોહન સિંહે ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર એક નિવેદન જાહેર કર્યું છે.

  પૂર્વ લદાખની ગલવાન ખીણમાં (Ladakh Galwa Valley) LAC પર થયેલી હિંસક ઝડપ પછી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ છે. આ વચ્ચે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ (Dr. Manmohan Singh)એ મોદી સરકારને ચીનને જવાબ આપવાની અપીલ કરી છે. લદાખ સીમા વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ઘાંજલિ આપતા મનમોહન સિંહએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ ન જવું જોઇએ. સરકારે ચીનની ધમકીઓ અને નિવેદનો પર નબળા ન પડવું જોઇએ. આજ સમય છે કે સમગ્ર રાષ્ટ્રને એક સાથે મળી સંગઠિત થઇને તેમના દુસહાસનો જવાબ આપવો જોઇએ.

  પૂર્વ પીએમ મનમોહન સિંહે ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અમે સરકારને ચેતવવા માંગીએ છીએ કે ભ્રામક પ્રચાર ક્યારેય પણ કૂટનીતિ અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ ના બની શકે. તેમણે કહ્યું કે આજે આપણે ઇતિહાસના નાજુક મોડ પર છીએ. આપણી સરકારના નિર્ણય અને સરકારના પગલા તે નક્કી કરશે કે ભવિષ્યની પેઢી આપણા વિષે શું વિચારશે, તેમના ખભા પર કર્તવ્યનું ગહન દાયિત્વ છે. આપણી લોકશાહીમાં આ દાયિત્વ વડાપ્રધાન પાસે છે.

  મનમોહન સિંહે કહ્યું કે ચીને એપ્રિલથી લઇને આજ દિવસ સુધી ગલવાન ખીણ અને પૌંગૉન્ગ ત્સો લેકમાં અનેક વાર ધૂસરણખોરી કરી. ભારતના ક્ષેત્રો પણ તે ખોટી રીતે પોતાનો દાવો રજૂ કરે છે. તેવામાં વડાપ્રધાને પોતાના શબ્દો અને નિવેદનો દ્વારા દેશની સુરક્ષા અને સમારિક, ભૂભાગીય હિતો પર પડતા પ્રભાવને લઇને સદૈવ ખૂબ જ સાવધાન રહેવું જોઇએ.

  મનમોહન સિંહે કહ્યું આપણ ન તો ચીનની ધમકી કે દબાવ સામે નમશું, ના જ આપણી ભૂગોલીય અખંડતા પર કોઇ સમજૂતી સ્વીકાર કરીશું. વડાપ્રધાન પોતાના નિવેદનમાં કહ્યું કે કાવતરાખોરોને બહુ બળ આપવાનું જરૂર નથી.
  તેમણે કહ્યું કે વડાપ્રધાન તે સુનિશ્ચિત કરવું જોઇએ કે સરકારના તમામ અંગો આ ખતરા માટે કરીને એકજૂટ રહે. અને પરિસ્થિતિને વધુ ગંભીર થતી રોકવા પર પરસ્પર સહમતિથી કામ લેવું જોઇએ.

  આ પણ વાંચો : મુંબઇની પાસે ખાલી 42 દિવસનું પાણી બચ્યું છે, BMCએ કહ્યું ચિંતાની વાત નથી

  ઉલ્લેખનીય છે કે ભારત-ચીન સૈનિકોની વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી ચીન સતત શાંતિ અને વાતચીત દ્વારા આ મામલે ઉકેલની વાત કરી રહ્યું છે. જો કે તિબ્બત બોર્ડર પર બીજી તરફ સતત ચીની સેના યુદ્ઘની તૈયારીમાં વ્યસ્ત છે. અને ચીની સરકારી મીડિયા પણ સતત ભારતને ધમકાવી રહ્યા છે. આ વખતે ચીને ફરી ચેતવણી આપતા કહ્યું કે વેપારી સંબંધો પર આ તણાવની અસર થઇ તો ભારત માટે તે ધાતક સાબિત થઇ શકે છે. વળી ચીને ભારતીયોને રાષ્ટ્રવાદના ચક્કરમાં મૂર્ખા ન બનવાની સલાહ પણ આપી દીધી છે.
  Published by:Chaitali Shukla
  First published:

  Tags: Indo china conflict, Manmohan singh, કોંગ્રેસ, ચીન, નરેન્દ્ર મોદી, ભાજપ, ભારત

  આગામી સમાચાર