સિક્કિમમાં ઘુસણખોરી કરી રહ્યુ હતું ચીન, ભારતીય લેફ્ટિનેન્ટે એક મુક્કામાં ચીની મેજરને પછાડ્યો

News18 Gujarati
Updated: May 12, 2020, 6:55 PM IST
સિક્કિમમાં ઘુસણખોરી કરી રહ્યુ હતું ચીન, ભારતીય લેફ્ટિનેન્ટે એક મુક્કામાં ચીની મેજરને પછાડ્યો
સિક્કિમમાં ઘુસણખોરી કરી રહ્યુ હતું ચીન, ભારતીય લેફ્ટિનેન્ટે એક મુક્કામાં ચીની મેજરને પછાડ્યો

સિક્કિમમાં ચીનની સેના ઘુસણખોરી કરવાના ફિરાકમાં હતી જેને ભારતીય સૈનિકોએ પોતાની તાકાતથી રોક્યા હતા

  • Share this:
નવી દિલ્હી : ઉત્તર સિક્કિમમાં (North Sikkim) લાઈન ઑફ એક્ય્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ભારતીય સેનાના (Indian Army) જવાનો અને ચીની પીપુલ્સ લિબરેશન આર્મીના (PLA) જવાનોની ઝડપ પછી લદ્દાખ સરહદ (Ladakh) પર ચીની ચૉપર્સ જોવા મળ્યાનો મામલો સામે આવ્યો છે. અધિકારીઓના કહેવા મુજબ ચીનના સૈન્ય હેલિકોપ્ટર લદ્દાખની LAC ની ઘણા નજીક ઉડાન ભરી રહ્યા હતા.

આ પહેલા ઉત્તર સિક્કિમમાં થોડાક દિવસોમાં ભારત અને ચીની સેનાની વચ્ચે જોરદાર ઝડપના સમાચાર સામે આવ્યા હતા. આ રકઝકમાં બંને સેનાઓની વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. ધ ક્વિંટના એક રિપોર્ટ મુજબ સિક્કિમના (Sikkim) મુગુથાંગમાં ભારતીય સેનાના એક લેફ્ટિનેન્ટે ચીની સેનાના મેજરના નાક પર મુક્કો મારીને તેના નાકમાંથી લોહી નિકાળી દીધું હતું.

આ પણ વાંચો - બ્રિટનમાં હવે આ છોડથી ગભરાયા છે લોકો, અડવાથી સળગી જાય છે શરીર

આ હતી ઘટના
છેલ્લા અઠવાડીયામાં સિક્કિમમાં ચીનની સેના ઘુસણખોરી કરવાના ફિરાકમાં હતી જેને ભારતીય સૈનિકોએ પોતાની તાકાતથી રોક્યા હતા. આ દરમિયાન ચીની સૈનિકે કહ્યુ હતું કે સિક્કિમ તમારી જમીન નથી, આ ભારતનો ભાગ નથી અને તમે લોકો અહીંથી પાછા ચાલ્યા જાવ. ચીનના આ મેજરની વાત પર યુવા લેફ્ટિનેન્ટને ગુસ્સો આવ્યો હતો અને ચીની મેજરને વળતો જવાબ આપ્યો હતો.

લેફ્ટિનેન્ટની વાત સાંભળીને ચીની મેજર આપણા વરિષ્ઠ અધિકારીઓ તરફ આગળ વધવા લાગ્યો તો લેફ્ટિનેન્ટે તેના પર છલાંગ લગાવીને નાક પર જોરદાર મુક્કો માર્યો હતો. ચીની સેનાનો મેજર ત્યાં જ પડી ગયો હતો અને તેની નેમપ્લેટ નિકળી ગઈ હતી. આ ભારતીય લેફ્ટિનેન્ટને પોતાની સાથે લાવવાની સારી નિશાની હતી પણ ત્યારે તેમના સાથી પોતાની બાજુ ખેંચીને લઈ ગયા હતા. આ ઘટનાને લઈને લેફ્ટિનેન્ટને શાબાશી મળી અને ઠપકો પણ મળ્યો હતો. કારણ કે, આવુ કરવું મોટો વિવાદ ઉભો કરી શકે છે.
First published: May 12, 2020, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading