ગલવાન ઘર્ષણ અંગે વીકે સિંહનો દાવોઃ ચીની ટેન્ટમાં લાગેલી આગથી ભડક્યા હતા ભારતીય જવાન

ભારત અને ચીનની વચ્ચે હિંસક ઘર્ષણ પાછળનું કારણ ચીની તંબૂમાં લાગેલી રહસ્યમય આગ હતું- પૂર્વ આર્મી ચીફ

ભારત અને ચીનની વચ્ચે હિંસક ઘર્ષણ પાછળનું કારણ ચીની તંબૂમાં લાગેલી રહસ્યમય આગ હતું- પૂર્વ આર્મી ચીફ

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં LAC પર ભાત-ચીનના સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ (India China Faceoff)ને લઈને કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ વીકે સિંહ (VK Singh)એ મોટો દાવો કર્યો છે. વીકે સિંહ મુજબ, ભારત અને ચીનની વચ્ચે હિંસક ઘર્ષણનું કારણ ચીની તંબૂમાં લાગેલી રહસ્યમય આગ હતું. પૂર્વ આર્મી ચીફનું કહેવું છે કે અચાનક લાગેલી આગથી ભારતીય સૈનિક ભડક્યા હતા. એ કહેવું મુશ્કેલ છે કે ચીની સૈનિકોના તંબૂમાં શું રાખવામાં આવ્યું હતું જેના કારણે આ આગ લાગી.

  ન્યૂઝ ચેનલ ABP સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહે કહ્યું કે ચીની સેનાના તંબૂમાં આગ લાગવાના કારણે ઘર્ષણ થઈ ગયું. આ ઘર્ષણ દરમિયાન આપણા લોકો ચીની સેનાની ઉપર હાવી થઈ ગયા. ચીને પોતાન વધુ લોકો બોલાવ્યા. અમારા લોકોએ પણ પોતાના વધુ જવાન બોલાવી દીધા. ચીનના લોકો ઝડપથી આવી ગયા, પછી આપણા લોકો આવ્યા. અંધારામાં 500થી 600 લોકોની વચ્ચે ઘર્ષણ થયું.

  આ પણ વાંચો, લદાખ તણાવઃ ભારતને હથિયારો પૂરા પાડવા સક્રિય થયા મિત્ર દેશો, થઈ શકે છે 7,560 કરોડનો નવો સોદો

  પૂર્વ આર્મી ચીફનો દાવો છે કે પહેલા આપણા ત્રણ લોકો હતાહત થયા હતા. પછી આપણા અને ચીની સૈનિકો નદીમાં પડી ગયા હતા. ઈજા અને નદીમાં પડવાના કારણે આપણા વધુ 17 જવાન શહીદ થયા. 70 જેટલા ઘાયલ થયા હતા.

  આ પણ વાંચો, ખુલાસો! ભારતીય સૈનિકો સાથે હિંસક ઘર્ષણ પહેલા ચીની સૈનિકોએ લીધી હતી માર્શલ આર્ટની ટ્રેનિંગ

  વીકે સિંહે કહ્યું કે ચોક્કસપેણ ચીન ક્યારેય નહીં જણાવે કે કેટલા લોકો હતાહતા થયા. પરંતુ હું સમજું છું કે જે રીતે ભારતીય જવાનોએ ચીની સૈનિકોને જવાબ આપ્યો હતો, તેના કારણે 40થી વધુ ચીની સૈનિક હતાહતા થયા છે.
  Published by:Mrunal Bhojak
  First published: