લદાખમાં બીમાર પડવા લાગ્યા ચીની સૈનિકો, ફિંગર 4 પરથી હૉસ્પિટલ લઈ જવાયા

લદાખમાં બીમાર પડવા લાગ્યા ચીની સૈનિકો, ફિંગર 4 પરથી હૉસ્પિટલ લઈ જવાયા
(AP Photo/ Dar Yasin)

પૂર્વ લદાખ (East Ladakh)માં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ (India China faceoff) વચ્ચે સામાચાર આવ્યા છે કે પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે ચીનના જવાનો બીમાર પડવા લાગ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી: પૂર્વ લદાખ (East Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (Actual Line of Control) પર ભારત અને ચીન વચ્ચે તણાવ (India China faceoff)ના સમાચાર વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અહીં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એટલે ચીનના જવાનો બીમારી પડી રહ્યા છે. કારણ બંને દેશના સૈનિકો જે જગ્યા પર તૈનાત છે ત્યાં ખૂબ ઠંડી પડી રહી છે અને અહીં તાપમાન માઇનસ 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ ઘટના અંગેની જાણકારી ધરાવતા એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ચીનની મેડિકલ ટીમે પીપલ્સ લિબરેશન આર્મીએ અમુક સૈનિકોને પેન્ગોંગ ત્સો (Pangong Tso)ના ઉત્તર કિનારા પર ફિંગર એરિયામાં ઊંચા મેદાનો પાસેની એક હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. નામ ન જાહેર કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ કે ચીનના સૈનિકોને હાઇ એલ્ટિટૂડ (સમુદ્રની સપાટીથી ખૂબ ઊંચાઈ પર) પરથી સ્વાસ્થ્ય સમસ્યાને કારણે ફિંગર 4 પરથી ફિંગર 6 પર હયાત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

  ફિંગર એરિયા સિરિજાપ રેન્જની બહાર આઠ ટેકરીનો એક સમૂહ છે. આ જગ્યા બંને દેશની સેના વચ્ચે ઘર્ષણમાંની એક છે. અહીં બને સેનાઓએ આગળની પોસ્ટ્સ પર લગભગ એક લાખ સૈનિક તૈનાત કર્યા છે. ચીનના સૈનિકોથી ભારતીય સૈનિકો અમુક સૌ મીટર જ દૂર છે. જે ફિંગર ફોર પર તૈનાત છે.  આ પણ વાંચો: રેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો

  પૂર્વ લદાખમાં કાતિલ શિયાળાની મૌસમ આવી રહી છે. અહીં ભારત અને ચીનના સૈનિકો હાઇ એલ્ટિટૂડ પર છે. આગામી દિવસોમાં બંને દેશની સેનાઓએ મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે. આથી ભારતીય સૈન્યએ પણ ખૂબ સાવચેતી રાખવી પડશે કે આવા વાતાવરણનો ભારતને સૈનિકો શિકાર ન બને.

  આ પણ વાંચો: શું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ? સરકારે આપ્યો આ જવાબ

  ભારતીય સેના પાસે પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય સેવા

  અંગ્રેજી વર્તમાનપત્ર હિન્દુસ્તાન ટાઇમ્સ પ્રમાણે, 16 હજારથી 17 હજારની ઊંચાઈ પર મૌસમ ભારત અને ચીનના સૈનિકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હજુ તો કાતિલ ઠંડી નથી પડી. આગામી દિવસો અને મહિલામાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થશે. રિપોર્ટ પ્રમાણે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પૂર્વ લદાખમાં સૈનિકોને તૈનાત કરતા પહેલા તૈયારી કરવી પડતી હોય છે. આ સાથે જ અહીં કોઈ પણ ઇમરજન્સી માટે પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય સેવા પણ ઉપલબ્ધ છે.

  આ પણ વાંચો: દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 53 લાખને પાર, છેલ્લા 23 કલાકમાં 1,247 લોકોનાં મોત

  અધિકારીએ જણાવ્યું કે ભારતીય સૈનિકો સિચાચીન ગ્લેશિયર પર આનાથી પણ વધારે ઊંચાઈ પર તૈનાત છે, પરંતુ ખૂબ ઊંચાઈવાળી જગ્યા પર યુદ્ધના પોતાના અલગ પડકારો હોય છે. લદાખમાં લાંબી લડાઈ માટે તૈયાર ભારતે આગળની પોસ્ટ્સ પર તૈનાત સૈનિકોની ચિકિત્સા સુવિધા માટે વ્યવસ્થા કરી છે. અંદાજ પ્રમાણે શિયાળામાં પણ અહીં 50 હજારથી વધારે સૈનિક તૈનાત રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published:September 19, 2020, 10:29 am

  ટૉપ ન્યૂઝ