ભારતના વિરુદ્ધ હવે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે ચીન! PoKમાં દેખાયા ચીની ફાઇટર પ્લેન

News18 Gujarati
Updated: July 1, 2020, 2:37 PM IST
ભારતના વિરુદ્ધ હવે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે ચીન! PoKમાં દેખાયા ચીની ફાઇટર પ્લેન
ચીની એરક્રાફ્ટ

  • Share this:
ભારત સાથે સીમા વિવાદ (India China Border Tension)ની વચ્ચે ચીને હવે પાકિસ્તાન (Pakistan)નો ઉપયોગ કરી રહ્યાનું પણ સામે આવ્યું છે. પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીર (Pok)માં સ્કાર્દૂ એરબેઝ (Skardu Airbase) પર ચીની વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીનું ધ્યાન ખેંચ્યું છે. જૂન મહિનામાં જ 40થી વધુ ચીની ફાઇટર જેટ જે 10 સ્કાર્દૂ ગયા હતા. તેવામાં આશંકા છે કે સ્કાર્દૂનો ઉપયોગ ચીની વાયુસેના ભારત સામે હુમલા માટે કરી શકે છે.

સ્કાર્દૂ લેહથી લગભગ 100 કિમી પર છે. અને આ તમામ ચીની એરબેઝ કરતા સૌથી વધુ પાસે છે. સુત્રોના જણાવ્યા મુજબ ચીન સ્કાર્દૂ એરબેઝની ક્ષમતાને તપાસી રહ્યું છે જેથી તેનો ઉપયોગ કરી શકાય. આમ ભારતને હવે બેવડા સ્તરે લડાઇ લડવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ રહી છે.

વધુ વાંચો : J&K : આતંકીઓની ગોળીથી દાદાનો ગયો જીવ, માસૂમને સંભાળતા જવાનનો ફોટો થયો વાયરલ

સુત્રોના જણાવ્યા મુજબ લદાખમાં ભારત વિરુદ્ધ લડવા માટે ચીન પાસે ત્રણ એરબેઝ છે. જ્યાંથી તેના ફાઇટર એરક્રાફ્ટ કાર્યવાહી કરી શકે છે. આ ત્રણ એરબેઝ છે કાશગર, હોતાન અને નગ્રી ગુરુગુંસા પણ ભારતની વિરુદ્ધ તે એટલા કારગર સાબિત ન પણ થાય. કાશગરથી લેહની દૂરી 625 કિમી છે. લેહથી ખોતાનની દૂરી 390 કિમીની છે અને લેહથી ગુરગુંસાની દૂરી 330 કિમી છે. આ તમામ તિબ્બતમાં 11000 ફીટની ઊંચાઇ પર સ્થિત છે.

તેવું પણ કહેવાય છે કે સ્કાર્દૂથી લેહની દૂરી 100 કિમીની આસપાસ અને કારગિલથી 75 કિમીની આસપાસ છે. અહીં એરબેઝમાં બે રન વે ચે. જેમાંથી એક અઢી અને બીજો 3.5 કિમી લાંબો છે. ચીની ફાઇટર જેટ્સ અહીં સરળતાથી કાર્યવાહી કરીને પાછા ફરી શકે છે. જો ભારત સ્કાર્દૂ પર જવાબી કાર્યવાહી કરે છે તો પાકિસ્તાનને યુદ્ધ શરૂ કરવાની તક મળી જશે.

વધુ વાંચો  : તમિલનાડુના નેયવેલી પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ, 4 લોકોનાં મોત, 13 ઘાયલ સુત્રોની જાણકારી મુજબ ISIની ચીની ખુફિયા એજન્સી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી MSSના લોકોનું આતંકી સંગઠન અલ બ્રદના આંતકીઓથી મળ્યા છે. આ મીટિંગમાં આંતકીઓને હથિયારની સપ્લાય અને ફંડિગ કરવાની વાત કહેવામાં આવી છે. જ્યાં બીજી તરફ ISI મીરપુર, પીઓકેમાં એક ટ્રેનિંગ કેમ્પમાં પાકિસ્તાની સેના યાયગર મુસલમાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે. એટલું જ નહીં પાકિસ્તાની જેહાદી ગ્રુપ પણ બલૂચિસ્તાનમાં યાયગર મુસ્લમાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે.

આ સિવાય પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને જમાત એ તબલીગી દક્ષિણ શિનજિયાંગમાં યાયગર મુસ્લમાનોને સપોર્ટ કરી રહ્યા છે.
First published: July 1, 2020, 2:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading